Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

સોરી ભાઈ

સોરી ભાઈ

1 min
20


સુનીલને રસ્તામાં મોટાભાઈ મળી ગયા.

બે વર્ષે મળ્યા હશે.

તેઓ નાસ્તો કરીને ઘરે જતા હતા.

પણ સુનીલ મોટા ભાઈ ને ઓળખી ગયો.

ભાઈ પાસે આવીને સ્માઈલ કર્યું.

સુનીલને લાગતું હતું કે ભાઈ મોઢું ફેરવીને જતા રહેશે.

પણ ના..

મોટા ભાઈએ ખબર અંતર પૂછી લીધા.

સુનીલે પણ મોટા ભાઈની ફેમિલીના ખબર અંતર પૂછી લીધા.

હજુ વધુ વાતચીત થઈ જાય એ પહેલા જ મોટા ભાઈ કોઈને જોઈને ગભરાઈ ગયા લાગ્યા.

ધીરેથી બોલ્યા.

પછી વાત કરીશ.

એમ બોલીને પેન્ટના ખિસ્સામાંથી એક ડૂચો કરેલા કાગળનું પડીકું કરીને સુનીલના હાથમાં પકડાવી દીધું.

ને ઝડપી ચાલવા લાગ્યા.

સુનીલને નવાઈ લાગી.

કાગળનું પડીકું સુનીલે ખીસામાં મૂકી દીધું.

સુનીલની નજર ભાઈ તરફ પડી.

ઝડપથી ચાલતા ભાઈ પાસે એમનો મોટો દીકરો જોયો.

સુનીલ બબડ્યો..

ઓહ..મોટા ભાઈએ મોટા ભત્રીજાને જોયો એટલે ગભરાઈ ગયા હશે.

સુનીલને તાલાવેલી લાગી હતી કે એ પડીકામાં શું હશે ?

ઝડપથી ઘરમાં આવી ગયો.

ને પોતાની રૂમમાં આવીને કાગળનું પડીકું ખોલ્યું.

કાગળના પડીકામાં લખ્યું હતું..

સોરી..

સુનીલની આંખોમાંથી આંસુ આવી ગયા.

એને એના બાળપણના દિવસો યાદ આવી ગયા હતા.

બાળપણમાં મોટા ભાઈ સાથે હળીમળીને રમતા હતા.

પણ...પણ...

એના કરતા અમારું બાળપણ સારું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Drama