ત્રિવેણી તહેવાર સંગમ
ત્રિવેણી તહેવાર સંગમ
ચાલશે, ફાવશે ને ફાવશે..!
દિવાળી, બેસતું વર્ષને, ભાઈબીજ..!
પદ, પૈસોને, પ્રતિષ્ઠા..!
હવા, પાણીને, ખોરાક..!
કૌશલ્યા, કૈકયને, સુમિત્રા..!
હોળી, ધુળેટીને, ચાડિયો..!
વાર, તહેવારને, રવિવાર..!
સોળે શ્રાદ્વ, નવ નોરતાંને, વીસે દિવાળી..!
પ્રજાસત્તાક, સ્વાતંત્ર્યને, ગાંધી જ્યંતિ..!
કંકુ, ચોખાને, ફૂલ..!
રોટી, કપડાંને, મકાન..!
ધડ, માથુંને, હાથ-પગ..!
દન, મહિનાને, વરસ..!
લંબાઈ, પહોળાઈને, ઊંચાઈ..!
જર, જમીનને, જોરૂ..!
રેતી, સિમેન્ટને, સળિયા..!
આધિ, વ્યાધિને, ઉપાધિ..!
ચોક, ડસ્ટરને, પાટિયું..!
સેકંડ, મિનિટને, કલાક..!
સત્યમ્, શિવમ્ ને, સુંદરમ્..!
લોટ, વૉટને, નોટ..!
શૂટ, બુટને, કોટ..!
મેઘ, મરણને, જનમ..!
નાક, કાનને, ગળું..!
ઘી, ગોળને, લોટ..!
શનિ, રવિને, સોમ..!
સવાર, બપોરને, સાંજ..!
એક, બેને, ત્રણ..!
લોટ, પાણીને, લાકડાં..!
બારસ, તેરસને, ચૌદસ..!
લાલ, લીલુંને, પીળું..!
તળવું, શેકવુંને, બાફવું..!
તગારું, પાવડોને, ત્રિકમ..!
લાલ, બાલને, પાલ..!
આકાશ, પાતાળને, પૃથ્વી..!
આ કુદરતી ત્રિવેણી છે. એકબીજાને પૂરક છે. જીવનમાં આવતા તહેવારોમાં ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક રક્ષાબંધન, નાગપંચમી જીવ માત્રનું કલ્યાણને, કૃષ્ણ જન્મોત્સવ જગત નિયંતાનો જન્મદિન, એ માનવ જીવનની પુષ્ટિ કરે છે. એકધારી પ્રવૃત્તિથી કંટાળેલ માણસમાં તહેવારો પ્રાણ પૂરે છે. ઋતુએ ઋતુએ વિવિધ તહેવારોનું સંકલન, આહાર-વિહારથી માંડીને વ્યવહાર-વ્યવસાય, રીતિ-નીતિ અને વિવેકના પાઠ શીખવે છે. એની પાછળ વૈદિક જ્ઞાન/સમજ સમાયેલું છે. આ યોગ સિદ્ધ ઋષિમુનીઓની સાધનાની સિદ્ધિઓનો નિચોડ છે. ઋતુચક્રમાં આવતા તહેવારો/ઉત્સવ તાજગીનો ઉમંગ અને ઉત્સાહ પૂરે છે. પારંપરિક તહેવાર એકતામાં વિવિધતાથી સર્જનાત્મકતા, પ્રગતિ, એકતા, સમભાવ, મૈત્રી, સાહસ, વીરતા, શૌર્યના ગુણો વિકસિત થાય છે. ઉત્સવ, ઉત્સાહને, માણસ એક કડી છે. આમ, તહેવારો માનવ જીવનની પથિક મૂડી છે.
