STORYMIRROR

sureshbhai patel

Others

3  

sureshbhai patel

Others

જન્મદિવસ

જન્મદિવસ

3 mins
145

સૃષ્ટિનું સર્જન અદ્ભૂત છે...

એની કળા /કલાને કોઈ પહોંચી વળે તેમ નથી. કે કાળા માથાના માનવીની ચાંચ ડૂબી શકે તેમ નથી. કેટલી સુંદર રચના છે. કેટલું સુંદર સર્જન છે. પ્રકૃતિમાં સજીવ, વનસ્પતિ, પહાડ, ખીણ, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, જળ, અગ્નિ, પૃથ્વી, આકાશ, પાતાળ શું શું ગણાવું..!

આટલી બધી રચનામાં સર્વ શ્રેષ્ઠ કૃતિ માનવીની છે. એમાં સુખ, દુઃખ, લાગણી, વેદના, સંવેદના, મન, બુદ્ધિ, ચેતના, જાગૃતિ, આવેગ, ક્રોધ, દયા, નિષ્ઠા, કેટકેટલા ભાવ મૂક્યા. આ સઘળું એનું સર્જન છે. બીજમાંથી અંકુર પામી આકાર આપ્યો. માતાની કૂખમાં દેહ આપી સમય કાળે પૃથ્વી પર અવતરણ કર્યું. આ અવતરણ જે દિવસે થયું, એ એનો "જન્મદિવસ" કે જન્મદિન તરીકે ઉજવીએ છીએ. સમયકાળે દર વર્ષે, વર્ષ પૂર્ણ થાય, ને નવા વર્ષે જુદી જુદી રીતે આનંદ મનાવીએ છીએ. અત્યારે પશ્ચિમી સંસ્કૃતિની દેખાદેખીથી વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. ખેર, જવા દો..! કોઈ પરિવાર, મિત્રો, સગાવહાલા સાથે ચોકલેટ, પૅડા, મીઠાઈ, કૅક, ભોજન સમારંભ ગોઠવી કે પ્રવાસ પર્યટન યોજીને કે વિવિધ પ્રકારે હર્ષ ઉલ્લાસ કરી જન્મદિવસ મનાવે છે. સમજદાર લોકો જીવનમાં કોઈ નિયમ પાળી, બાળકો, ગરીબો, વૃદ્ધાશ્રમમાં જઈને કે અન્યને કોઈકને કોઈક રીતે મદદરૂપ થઈને ઉજવણી કરે છે. પરિવર્તનના સમયે જુદા જુદા પ્રકારે નવીનતા સાથે મનાવે છે. જેઓની આર્થિક પરિસ્થિતિ નથી એવા લોકો સાદાઈથી સંતોષ માને છે. ઘણા લોકોને જન્મ દિવસ યાદ પણ નથી, યાદ હોય તો પણ કેટલાક ઉજવતા નથી.

મારી દ્રષ્ટિએ... નજરે...!

->  જન્મદિવસ એટલે વીતેલા વર્ષોનું સરવૈયું કાઢવાનો દિવસ.

->  જન્મદિવસ દિવસ એટલે નવો સંકલ્પ લેવાનો દિવસ.

->  જન્મદિવસ એટલે આયુષ્યમાંથી એક વર્ષે ઓછું થયાનો અફસોસ.

જગતના સૌ જીવોમાં મનુષ્ય દેહ મળવો આપણું અહોભાગ્ય છે. આત્માનું કલ્યાણ પણ મનુષ્ય દેહથી જ થઈ શકે છે. જન્મદિવસના દિવસે દર વર્ષે નવો કલ્યાણકારી સંકલ્પ લઈ, આત્માના ઉદ્ધાર સાથે જગતનું પણ શ્રેય ઈચ્છીએ તો જીવનનો ફેરો સાર્થક બને.

માત્ર કૅક કાપી કે ચોકલેટ વહેંચવાથી જીવન સાર્થક થતું નથી. સારાં કપડાં કે ભોજન ભલે ખુશાલી હોય. અને હોવી જ જોઈએ. પણ, મનુષ્ય જીવનમાં રીતિનીતિ, પ્રામાણિકતા, વફાદારી, ફરજ, સંયમ, ઉદ્ધમ, દયાભાવ, કરુણા, સહનશીલતા જેવા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગુણો સંપાદન કરી જિંદગીની જ્યોતિ જીવનભર જલાવવી જોઈએ. આપણે ઊભા હોઈએ ત્યાં મન, વચન, કર્મનો પ્રકાશ ફેલવવો જોઈએ.

આપણે જાણીએ છીએ, ઘણાય મહાનુભવોના આજેય ગુણ ઘવાય છે, એમના કર્મો ચળકાટ મારે છે. જીવનમાં ઘસાયા વગર ચળકાટ એમનેમ નથી આવતો.

ગત વર્ષના અધૂરા રહેલાં કર્મોને અગ્રીમતા, અને જીવનમાં આવતા નવા વર્ષમાં નવી પ્રગતિના મંડાણ કરવાનો સંકલ્પ એટલે જન્મદિવસ.

બાકી ખાવું-પીવું, વ્યવહાર, કપડાં, લત્તાં, આનંદ વિગેરે ખુશીઓ તો કાયમ છે. આત્માના કલ્યાણથી જીવનમાં કોઈ મોટી ખુશી કે સિદ્ધિ નથી.

આપણે એ પણ જાણીએ છીએ કે ઠાલા હાથે આવ્યા હતા, ને ઠાલા હાથે જ જવાનું છે. જો ખાલી હાથે જ જવાનું છે તો સદ્કર્મો અને આધ્યાત્મિક ભાથું કેમ ના બાંધી લઉં..???

જેટલું સર્જન થયું એટલું વિસર્જન પણ નિશ્ચિત છે જ.

જન્મદિવસ તો જીવીએ ત્યાં સુધી દર વર્ષે આવશે. જન્મદિવસના બહાને ઉજવણી અનોખી રીતે કરું કે જેથી મારા કલ્યાણની સાથે અન્યનું પણ ભલું થાય. મારા કર્મ થકી અન્યને કોઈ સાંત્વના કે સંદેશ મળતો હોય, તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે..???

હું મારા જન્મદિવસને આવી રીતે ઉજવું છું ને ખુશીઓની વિવિધ રીતે વહેંચણી કરું છું. પછી હૈયામાં આનંદ આવે છે, એવો બીજો કોઈ જગતમાં આનંદ નથી...

ચાલો, જગ્યા ત્યાંથી સવાર, ફરી વાર ખુશીઓ ઉલેચવા લાગી જઉં.

જીવનમાં દર વર્ષે એકવાર આવતા જન્મદિવસની સૌ અનુજ, સમવયસ્ક અને જેષ્ઠ નરનારીને અંતઃકરણ પૂર્વક શુભ કામના.


Rate this content
Log in