STORYMIRROR

sureshbhai patel

Others

4  

sureshbhai patel

Others

શિક્ષક

શિક્ષક

2 mins
413

"શિક્ષક" એટલે જીવન ઘડતર કરવા વાળી મા. એટલ લોકો "માસ્તર"નું હુલામણું નામ આપ્યું છે. મા ના સ્તર સુધી પહોંચનાર = માસ્તર.

જગતના સર્વે જીવોમાં મનુષ્ય જીવન પ્રથમ સ્થાને છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન દરેક જીવનો સ્વભાવ છે. પરંતુ મનુષ્યને મન અને બુદ્ધિ વધારાના આપ્યાં છે. એનાથી વિચાર, મનન મંથન અને કલ્પના કરીને આગળ વધે છે. એટલે શ્રેષ્ઠ સામાજિક પ્રાણી છે. એનાથી જીવનને સોળે કળાએ ખીલવવા પ્રથમ "મા" બીજા "શિક્ષક" અને ત્રીજા સ્થાને આધ્યાત્મિક "યોગ ગુરુ" નો આધાર છે.

માનવ જીવનના ઘડતરમાં "મા"નું સ્થાન અગત્યનું છે. કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે. ભૂતકાળના ઉદાહરણ જોઈએ, કે રામ, લક્ષમણ, સીતા અને અર્જુનના જીવનને ખખોળીએ તો સમજી શકાય.

એક "મા" સો શિક્ષકની ગરજ સારે છે. એ આપણે સૌ જાણીએ છીએ. પાયામાંથી માંડીને આજીવન "મા" જેવી કોઈ ઉત્તમ શિક્ષિકા નથી. બાળકને સર્વગુણ સંપન કરવામાં કોઈ કસર છોડતી નથી.

પ્રાથમિક શાળામાં દાખલ થયા પછી શિક્ષક અક્ષર જ્ઞાનથી માંડીને તમામ માહિતી /જાણકારી ઉદાહરણ, મહાવરા સાથે વ્હાલથી સમજ આપે છે, કચાસ કે ઉણપ પડે એની ચકાસણી કરી પુનઃ પાકું કરાવે છે, વિવિધ પ્રવૃત્તિઓ, રમત-ગમત, સંગીત, કળા, ઉદ્યોગ, પ્રમેય, પ્રયોગ, નિદર્શન, પ્રદર્શન, મેળા, ઉત્સવ વિગેરે દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ સરળતાથી શીખવે છે. વિવિધ હરીફાઈઓથી બેઠેલાને ચાલતો, ચાલતાને દોડતો કરે છે. શિક્ષક બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રાણ રેડી દે છે. વિશ્વમિત્ર, દ્રોણગુરુ, સાંદિપની વિગેરે એનાં ઉદાહરણો છે.

યુવાનો વયે જીવનને સાર્થક કરતાં કરતાં "યોગ ગુરુ" આત્માનું કલ્યાણ કરવા યોગ માર્ગ સૂચવે છે. માતા અને શિક્ષક પાસેથી મળેલ સદ્દગુણોને પાકા કરાવી, સત્યના માર્ગે પાટા પર ચડાવે છે. સારા-નરસા, ગુણ-અવગુણના ભેદ સમજાવી ભ્રહ્મના માર્ગને ચીંધે છે.

આમ, માનવ જીવનને સાર્થક કરવામાં ત્રણેય એકબીજાથી ઉતરતા નથી. ત્રણેયનું માનીએ એટલું મહત્વ ઓછું છે.


Rate this content
Log in