તોફાની વાંદરાભાઈ
તોફાની વાંદરાભાઈ
એક હતા વાંદરાભાઈ. એ તો બહું અળવીતરા, આમ દોડે તેમ દોડે કદી ન એ શાંતિથી બેસે. આગળ આગળ દોડતા જાય ઝાડના પાંદડા તોડતા જાય, ડાળી ઉપર ચડતાં જાય, પંખીઓના માળા પાડતા જાય.
એવા તોફાની હતા વાંદરાભાઈ કે તેમની સાથે કોઈ મિત્રતા ન કરે઼. જે તેમની સાથે મિત્રતા કરે તેમને પણ તે હેરાન કરે. વાંદરાભાઈ એકલા એકલા થાકી જાય. એટલે મમ્મીને ફરિયાદ કરે,
"મમ્મી મમ્મી મારું થતું નથી કોઈ મિત્ર
મને એકલા એકલાનથી ગોઠતું
તું કેને સૌને બધા બંને મારા મિત્ર.
વાંદરાભાઈની મમ્મી કહે," તું ખૂબ જ તોફાન કરે છે. બધાને હેરાનગતિ કરે છે. તો કેમ તારું મિત્ર કોઈ બને. તું તારા તોફાન છોડી દેશે. બધા સાથે શાંતિથી રહે તો બધા તને સાથે રમત રમાડશે.
વાંદરાભાઈ ને તો સમજ આવી, તે કહે આજથી બધા તોફાન છોડીને હું ડાહ્યોડમરો થઈ જાય.
"હું તોફાની વાંદરો
આજથી બનું ડાહ્યો
તોફાન મસ્તી છોડીને
મિત્ર સૌનો બનતું
શાળાએ ભણવા જાવ
ભણીગણીને ડોક્ટર બનું
ઈલાજ સૌના કરું"
