Hitakshi buch

Romance

3  

Hitakshi buch

Romance

તારું મને ગમવું

તારું મને ગમવું

3 mins
7.1K


તારું મને ગમવું એ માત્ર કારણ તો ન હોઈ શકે ને.... 

નિર્મળ અને કાનવી છેલ્લાં ૮ વર્ષોથી પરિચયમાં હતા. બનેમાં જેટલું સામ્ય એટલું ભિન્નપણું. કાનવી આજે પણ એ મુલાકાત ભૂલી ન હતી. એના માટે નિર્મળનો હસમુખ ચહેરો અને એનું સેન્સ ઓફ હ્યુમર અગમ્ય હતું. ઉપરાંત નિર્મળ ખુબજ દેખાવડો હતો. 

બને એકબીજાના પ્રેમમાં હતા એની જાણ જ્યારે કાનવીએ મિત્રો ની સામે નિર્મળનો હાથ પકડી ખુબજ સરળતાથી કહ્યું હતું ત્યારે લાગ્યું. આટલી ભિન્નતા હોવા છતાં જાણે બને એકબીજા માટે જ સર્જાયા હોય એમ લાગતું. કાનવી જાણતી હતી કે નિર્મળ એના માટે શું મહત્વ ધરાવે છે, માટે જ કદાચ પોતાનું બધું જ ન્યોછાવર કરવા તૈયાર હતી. 

સમયની સાથે પ્રેમ પાંગરતો ગયો અને બનેએ અગ્નિના પવિત્ર સાત ફેરા લેવાનું નક્કી કર્યું. નિર્મળને જોતા શરૂઆત માં તો અજુગતું જ લાગતું છતાં કાનવીને એના પ્રેમ પર ભરોસો હોવાથી તે દિલ પર લેતી નહિ. એક દિવસ કાનવી ઓફીસથી નીકળતી હતીને નિર્મળનું સામેથી આવવું. 

કાનવી મારે થોડી વાત કરવી છે, જો તને વાંધો ન હોય તો આપણે તારી કેબિનમાં બેસી વાત કરશું. 

કાનવી, હા ચોક્કસ... પરંતુ તું આમ અચાનક ?? બધું બરાબર તો... 

કાનવી મનમાં એટલી વારમાં ઘણાં વિચારો વીજળીના વેગે દોડી ગયા. ઘડીકભરમાં જાણે કે હતું ન હતું થઈ ગયું. કાનવી માટે આજે નિર્મળ માટે કંઈક અલગ જ વ્યક્તિ સાબિત થયો. એની જિંદગીની બધી જ ગણતરીઓ પોબારી પડી એવું લાગવા લાગ્યું. 

નિર્મળ, જો હું તને જે કહેવા જઇ રહ્યો છું એ પછી કદાચ તું મને... 

કાનવી, હું તજે શું નિર્મળ. પ્લીઝ આમ રહસ્યોના કાળા ઘેરાં વાદળોની વચ્ચે જેમ મૂળિયાંમાંથી નબળું વૃક્ષ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથે છે એમ મને તને સમજવા મથતી મૂકીને... 

નિર્મળ, કાનવી... કાનવી... શાંત થઈ જા. હા હું જે કહીશ એના માટે તારે કાળજું કઠણ તો કરવું જ રહ્યું... 

કાનવી, બસ હવે.. જે કહેવું છે એ કહી દે નહીંતર... 

નિર્મળ, નહીંતર.. ચાલ જવા દે. મુદ્દાની વાત પર એવું. મને... ( ગળામાં જાણે શ્વાસ રોકાઈ ગયો હોય એવું લાગ્યું) લાગે છે કે આપણે આગળ વધવું ન જોઇએ... 

કાનવી, (સ્થિતપ્રજ્ઞ) એટલે... 

નિર્મળ, એટલે એમ.. કે... હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતો. મારે છુટા થવું છે.. 

કાનવી, (ખુરશીમાં ફસડાઈ પડતા) પણ આમ અચાનક... શા માટે... શું કોઈ... 

નિર્મળ, ના.. ના.. કઈ આડું અવળું ના વિચાર.. મને છેલ્લાં કેટલા સમયથી લાગે છે કે આપણે બને ખૂબ જ અલગ છીએ. પહેલાં મને લાગતું કે હું તારી સાથે સુખી થઈ શકીશ. પણ હવે લાગે છે કે તારા જેવી સમજદાર અને સરળ છોકરીને હું લાયક નથી. તું પૂર્વ છે તો હું પશ્ચિમ.. આપણો મેળ અશક્ય છે. હું તને ચાહું છું પણ માત્ર પ્રેમ જ જીવનમાં આગળ વધવા પૂરતો નથી ને.. જીવનનું કડવું સાતત્ય પણ એટલું જ જરૂરી છે ને... માટે.. 

કાનવી, નિર્મળ... શું આપણો સંબધ એટલો પાંગળો છે ? હા હું જાણું છું કે જીવનમાં આગળ વધવા તાલ મેળ ની પણ એટલી જ જુરૂર હોય છે. અને કદાચ આપણી વચ્ચે એ લય આવતા વાર લાગશે. પણ મને ખબર છે કે એ હું લાવી શકીશ... મને તારી સમજદારી પર અને મારા પ્રેમ પર ભરોસો છે. આમ ભગવાથી કઈ મળવાનું નથી. સામનો તો કરવો જ રહ્યો.

મારૂં તને ગમવું એ માત્ર કારણ નથી જિંદગી નિર્વાહ માટે એ હું સમજુ છું... અને એટલે જ તને આઝાદ કરું છું, તું ખુલ્લા આકાશમાં પાંખો ફેલાવી જા ઉડી લે. હું તારી રાહ જોઇશ... 

નિર્મળ કેબિનનું બારણું ખોલી બહાર નીકળી જાય છે... અને કાનવી પોતાના અડગ વિશ્વાસ સાથે એને જતો જોઈ રહે છે... ( સ્વગત) તું જરૂર પાછો આવીશ...

 


Rate this content
Log in

Similar gujarati story from Romance