Vijay Shah

Thriller Tragedy

3  

Vijay Shah

Thriller Tragedy

તાળાકુંચીમાં

તાળાકુંચીમાં

5 mins
558


લલીતા કાકી ૮૫ના થયા અને પ્રેમથી જાળવેલો તેમનો ડાયાબીટીસ હવે વકરવા માંડ્યો હતો. ડોક્ટર કહેતા કે ડાયાબીટીસ રાજરોગ છે તે એને જ લાગે જે તેની સારવાર માટે પૈસા ખર્ચી શકે. તેથી શ્રીમંતોને આ રોગ લાગે અને ડોક્ટરો જાત જાતની આશંકાઓ ભરી ભરી સતત ટેસ્ટ માટેની સોયો ભોંકી લેબોરેટરીવાળાઓને ભારે ઘરાકી કરાવે.. કોઇ પણ બેચેની કે અસ્વસ્થતા લાગે એટલે પહેલો જ પ્રશ્ન સુગર વધી ગઇ હશે, ચેક કરાવી લો…

રાજ અને જતીન બે દીકરાઓ એક બોસ્ટનમાં અને બીજો ટેક્ષાસમાં અને લલીતા કાકીને રાજ સાથે બીલકુલ ના ફાવે જ્યારે ટેક્ષાસમાં તેમને ખુલ્લો દૌર, જતીન અને સુહાગી નોકરી પર જતા રહે એટલે તેમને જે ઇચ્છા થાય તે જાતે બનાવે અને ખાય.

ડોક્ટર નાદીયા તેમને સમજાવે ત્યારે ચુપચાપ સાંભળી લીધા પછી કહે ડોકટર સાહેબ આ રોગ મારી માને હતો અને મને વારસામાં મળ્યો..એની બહુ સારવાર કરી છે એટલે તમે ગમે તે કહો એ બધુ હું જાણુ છુ…

“ હા. પણ જાણવુ અને નિયમિતતાથી તે સંયમ પાળવો તે જુદી વાત છે.”

“આ વખતે તમારો ટેસ્ટ તમને બેકાબૂ પરિસ્થિતિ સુચવે છે…”

“હેં” સુહાગી તે સાંભળી ને ચોંકી ગઈ.

ડોક્ટર નાદીયાએ લેબ રીપોર્ટ સુહાગીને આપ્યો અને લાલ અક્ષરે છપાયેલ બ્લડ સુગર ૪૨૪ અને પેશાબમાં ચાર + ની નિશાની એ સુહાગીની આંખમાં ચક્કર લાવી દીધા.

સુહાગી એ સાંજે જતીન ને કહ્યું.. “બાનું આપણે કંઇક વધારે ધ્યાન રાખવુ પડશે..આટલી સુગરથી તો તેમને પેરાલીસીસ કે અંધાપો આવી શકે!”

જતીન કહે “ બા ચાલે છે અને હરે ફરે છે તે સારી વાત છે..પણ ડો નાદીયા કહે છે તેમ ઇન્સ્યુલીન ચાલુ કરી દઇએ.”

સુહાગી કહે “ ઇન્સ્યુલીન અને ખાવાનું નિયમન બેય વાત જરુરી છે.. મને લાગે છે બા જે કંઇ ખાય છે તેમને તે ખાવુ ના જોઇએ”

જતીન કહે “મારે ન્યુ યોર્ક જવુ પડશે.. આવીને પછી વાત કરીયે”

સુહાગીએ થોડીક નજરો કડક કરી અને બા શું જાતે બનાવી ખાય છે તે બાબતે ધ્યાન રાખવા માંડ્યુ.

સવારે સુહાગી અને જતીન સાડાસાતે લંચ બનાવીને સાથે લઈ જાય ત્યારે સવારની બાની રસોઇ તૈયાર હોય. બા ને માટે બાજરાનો રોટલો અને રીંગણ નો ઓળો બનાવ્યો હોય તો ક્યારેક ઢોકળી બનાવી હોય કે હાંડવો કે દુધીના મુઠીયા બનાવ્યા હોય.. સાંજે આવીને જુએ તો તે ખવાઇ ગયુ હોય પણ સાથે કોરા નાસ્તા પણ આશ્ચર્યજનક રીતે ઘટતા હતાં. સીરીયલ, બીસ્કીટ અને મીઠાઇ તો આવે અને તરત જ ખલાસ થઇ જાય.. ઘરમાં સોળ વર્ષનો કુણાલ હતો ત્યાં સુધી આવું બધુ વિચાર્યુ નહોંતુ.. છોકરા જુવાન હોય એટલે ખાય… પણ તેના ગયા પછી પણ મિઠાઇનો ડબ્બો ત્રણ દિવસમાં ખતમ થઇ ગયો ત્યારે સુહાની ને પણ પ્રશ્ન થયો. એક પાઉંડ પેંડા? બા એ ખાધા?

લલીતા કાકી વણપુછે સમજી ગયા કે સુહાગી હિસાબ માંગે તે પહેલા કહ્યું “ગઇ કાલે એકાદશી હતી તેથી ભોગ ચઢાવ્યો હતો…અને મારે એક ટાણુ હતુ તેથી તેનો ફરાળ કર્યો…”

સુહાગી કશું બોલ્યા વિના કામે લાગી તેથી તેમની વાતો આગળ ચાલી મંજુ અને તેની વહુ દિવ્યા આવ્યા હતા તેમને પણ ચેવડો અને પેંડા આપ્યા હતા.

જતીન ને જ્યારે સુહાગી એ કહ્યુ ત્યારે જતીન પણ ચોંકી ગયો.. કારણ કે તેને ખબર હતી કે દિવ્યા અને મંજુ કાકી તો ગામમાં હતાજ નહીં.. સ્પષ્ટ છે કે બા ને કેશર પેંડા ભાવે છે અને તે ત્રણ દિવસમાં તેમના પેટમાં પધરાઇ ચુક્યા હતા.

નાદીયાને આ વાતની નવાઇ ન લાગી અને તેથીજ ટેસ્ટ કરાવ્યો અને પરિણામ જગ જાહેર હતુ. તે સાંજે નાદીયાએ આવીને લલીતા કાકીને કહ્યું “ તમારા જેવા પેશંટો ઉપર તો અમારો ધંધો ચાલે છે.”

“ એટલે ?” લલીતા કાકી તાડુકીને બોલ્યા.

“તમારા મનમાં છે કે તમે ચોખ્ખા ઘી દુધ ખાધા છે એટલે તમને બધુ પચે ખરું ને?”

“ હા એમ તો ખરું જ”

“ અને આ ૮૫ની ઉંમરે લકવા થશે કે ચક્ક્કર આવીને ગબડ્શો અને સાજા ન થઈ શકો તો વાંક ડોક્ટરોનો ખરું?”

“ પણ તમે એવી બદ દુઆ કેમ આપો છો?”

નાદીયા કહે “ કાકી હું નહીં આ રીપોર્ટ કહે છે…”

જતીને કહ્યુ “ડોક્ટર સાહેબ હવે દવા કહોને?”

“દવા તો જો લલીતા કાકી માને તો આપવાનો અર્થ…”

“કેમ એમ બોલે છે છોડી?”

“એ જાતે દવા લે છે તે તો સૌથી મોટુ જોખમ છે પગ દુઃખે તો ગોળી લેવાની અને ના દુઃખે તો નહીં એવા શરીર સાથેના અખતરાને ખતરામાં ફેરવાતા વાર ના લાગે”

“ હવે બહુત ગઇ અને થોડી રહી.”

“ બા પણ જે રહી છે તેને પીડા યુક્ત કરવી છે કે પીડા મુક્ત?”

સુહાગીનાં પુછાયેલ પ્રશ્ન સામે લાગલોજ ધડાકો કરતા લલીતા કાકી બોલ્યા.. “ કેમ અલી! મારી સેવા કરતા અચકાય છે કે?”

સુહાગી કહે “ બા સેવા તો હું કરીશ જ..ભગવાને તેથી જ મને નખમાં ય રોગ નથી આપ્યો.. પણ તમે તો તમારા બા ની ચાકરી કરી હતી ત્યારે તેઓ જે પીડાથી પીડાતા હતા તે તમે જોઇ હતી કે નહીં?”

“હા”

“ તો બા તમે તે પીડાથી ના પીડાવો તેથી આજથી બધુ ખાવાનું માપનું. આ શું આવતા જતા જે મળ્યુ તે ખાયા કરો છો..પેલી ગાય ગ્રાસીંગ કરે તેમ?” જતીન કડક અવાજે બોલ્યો

“ પણ મને ગળ્યુ ખાવાની ચળ થયા કરે તેનું શું?”

“ તમે નાનપણમાં મને યાદ છે કે મને ભાવતી વસ્તુઓને માપમાં ખાવા સમજાવતા હતા તે જ રીત હવે હું અપનાવીશ”

“એટલે?” “માપનાં ખાવાથી વધારેનું ખાવાનું તાળાકુંચીમાં…”

લલીતાકાકી થી નિઃસાસો નંખાઇ ગયો તેમને તેમની સમતાબાનો લકવા ગ્રસ્ત ચહેરો દેખાતો હતો.

લલીબાનાં બા સમતા બાને ગેંગ્રીન થઈ ગયું હતું અને તેથી બંને પગમાં એક પછી એક અંગો કાપવા પડ્યા હતા. અને એક તબક્કે તો ખાવાનું ના ખાય તો પણ સુગર વધતી…કસરતો ઘટી અને ડાબુ અંગ ઝલાઈ ગયું હતું. આંખો પણ જવા માંડી હતી અને પથારીમાં જ મળ મુત્ર થતા તે કામ કરનારા બેન પણ તેમના વલવલાટ્ને જોઇને કહેતી હે પ્રભુ સમતાબાને લઈ લો. ડોક્ટરો ઇંજેક્શન આપે..લોહીનાં ટેસ્ટ કરાવે પણ પરિણામ તો એનું એજ.. સુગર ૪૦૦ ની ઉપર.એમાં પણ કમબખ્તી તો ત્યારે આવી જ્યારે બાથરુમમાં નહાતા નહાતા પગ ખસી ગયો અને પડ્યા..થાપાનું ફ્રેક્ચર થયું અને લોખંડનો સળીયો ચઢાવવો પડ્યો.૯૦ વરસની ઉંમરે દેહ છોડ્યો ત્યાં સુધીમાં ડોક્ટર અને નર્સ અને દવાનાં સ્ટોરવાળાએ સમતાબાનું સ્ત્રીધન અને બેંકની એફડીઓ ખાલી કરી નાખી હતી.

સમતા બા છેલ્લે તો ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા પણ ડોક્ટર તો ઘસીને ના પાડે. ગોળી ને ઇંજેક્ષનો લેવાનાં એટલે એમણે ખાવું તો પડે અને ના ખાય તો અશક્તિ ચક્કર અને જાત જાતનાં રોગો દેખાય.

લલિતાબા સમતાબાની પાછલી ઘડીઓ જોઇને ડર્યા તો ખરા પણ જાતે રસોડામાંથી મગસની લાડુડી લઈને ખાતા તેમને કોઇ ના રોકી શક્યા..સુહાગી આખરે તો વહુ હતીને? ક્યાં સુધી રોકી શકે? ૯૭ વરસે તેમણે દેહ મુક્યો ત્યારે જતીન પણ દેવાળીયો થઈ ગયો હતો.

ગુજરાત ટાઇમ્સમાં પ્રસિધ્ધ (થોડાં સુધારા સાથે)


Rate this content
Log in

Similar gujarati story from Thriller