STORYMIRROR

Zalak bhatt

Drama Tragedy Crime

3  

Zalak bhatt

Drama Tragedy Crime

સ્વપ્નનું સત્ય

સ્વપ્નનું સત્ય

4 mins
53

   ત્યાં જ સૌરભ આવે છે ને કહે છે ચાલ સ્નેહા અહીંની ઓળખાણ કરાવું. દાદા ને નર્સ ને તો તું મળી જ ચૂકી છે. આવ, અહીં છે રાજા નો વસ્ત્ર પરિધાન ભવન.

સ્નેહા: વસ્ત્ર પરિધાન ભવન?

સૌરભ : હા,અહીં આવી ને રાજા જી ક્યાં વસ્ત્ર ક્યારે પહેરવા તે નક્કી કરતા હતા.

(સ્નેહા એ રૂમ જોઈ ને ચક થઈ ગઈ કે સોના -ચાંદી ના તાર થી જડિત શેરવાની ત્યાં હજુ પણ પેક કરેલ જોવા મળે છે !)

સૌરભ : આવ, આ તેઓ નું મનોરંજન સ્થાન હતું !

સ્નેહા: ઓહો! આટલા વર્ષો પહેલાં કેરમ,ક્રિકેટ,ચેસ,હોકી ને એ પણ હજુ સુધી હેમ-ખેમ છે? ખરેખર, રાજા એક ખિલાડી માલુમ પડે છે.

સૌરભ: ને આ છે ભોજનાલય

(સ્નેહા તો ભોજનાલય નો વિસ્તાર જોઈ ને જ)

સ્નેહા: બાપ રે! રાજા એક દિવસ માં કેટલાં લોકોને ભોજન કરાવતાં ? સૌરભ,(સ્નેહા ભોજનાલય માં ચક્કર લગાવતાં બોલી રહી હતી ને પાછળ થી સૌરભ ગાયબ હતો.)સૌરભ . . . .સૌરભ. . . .

   ને સ્નેહા પાછળ ફરી ને જુએ છે તો એક લટકતી ખોપડી દેખાય છે. આગળ જવા લાગે છે તો ઉપર થી ભારે-ભરખમ વાસણ પડવા લાગે છે. ને સ્નેહા જાન ના જોખમે ત્યાંથી બહાર જવાનો રસ્તો શોધે છે તો દરવાજો પણ બંધ થવા જતો હોય છે ત્યાં જલ્દીથી સ્નેહા બહાર નીકળે છે ને સૌરભ સામે જ મળે છે ને સ્નેહા પૂછે છે તું ક્યાં ગયો હતો ? અહીં અંદર જો તો ખરા ખોપડી. . . .વાસણ . . .ને હું બધું જ.સૌરભ તેને શાંત કરી ને અંદર લઈ જાય છે ને પુછે છે કે શું?

સ્નેહા : અરે! હમણાં જ તો આ ભારે ગાગર મારે માથે પડી હતી ને અહીં લટકતી ખોપડી !અહીં જ હતી હો.

સૌરભ : સ્નેહા એટલે જ કહું છું શાંત રહે ને આરામ કર.

(પણ,સ્નેહા ને મહેલ જોવો હતો તે કહે છે )

સ્નેહા: ના સૌરભ મારે મહેલ જોવો છે હજુ તો આટલું જ જોયું છે. મને પણ શાહી ખાનદાન ની ખબર પડે ને ?

સૌરભ : ભલે, ચાલ એમ કહી ને ઉપર લઈ જાય છે,ને કહેતો જાય છે કે સાંભળજે. ઉપર ની તરફ રાજા-રાણી નો શયન ભવન એટલે કે બેડરૂમ છે. જ્યાં પહોંચી સ્નેહા બોલી ઉઠે છે.

સ્નેહા: વાહ! સુંદર,તે રમ ની કારીગરી,દિવાલ પર ના દ્રશ્યો,છત પર રહેલાં ઝુંમર જેમાં દિપક પ્રગટાવી શકો અને પણંત પર રહેલાં કાચ ના શાહી દિપ કે જે કલરફુલ અને નકશી કામ કરેલાં હતાં. આ બધું જોઈ સ્નેહા ખુશ થઈ ગઈ.ને બેડ પુરા હોલ ની વચ્ચે સર્કલ માં રહેલો હોય છે.તેની ઉપર શાહી પંખો ને આસ-પાસ માં લગાવેલ હાથી ના મુખ બેડ પર રેશમી ચાદર ને તકિયા વર્ક કરેલા હતાં. અનેરી સુગંધ એ ભવનમાં આવતી હતી.સ્નેહા પૂછે છે કે સૌરભ આ શેની સુગંધ છે? એકદમ મસ્ત મન શાંત કરે તેવી સૌરભ. . . .સૌરભ. . . . .ને આગળ જાય છે ત્યાં સર્વિસ મેં દેખાય છે. સ્નેહા એકદમ આશ્ચર્ય થી. તમે! દાદા, તમે ક્યારે ઉપર આવ્યાં ? આટલાં જલ્દી થી ?

સર્વિસ મેન : રાજકુમારીજી અમારું તો કામ જ આ છે.આવતાં -જતાં રહેવાનું ને આ સાંભળી સ્નેહા પાછળ ફરે છે તો સૌરભ.

સ્નેહા : સૌરભ વારે -વારે ક્યાં જતો રહે છે તે તું ?

સૌરભ : સાચે જ કહું તો હું છું તારા પડછાયા ની જેમ. ચાલ, ને આગળ તેઓ રાજા -રાણી ના રંગ ભવન માં જાય છે.જ્યાં રંગબેરંગી કાચ થી મઢેલી પણંત ને મોતી થી બનેલાં પડદાઓ હોય છે.અહીં સૌરભ અંદર આવવાની ના કહે છે ને કહે છે હું મારું મોબાઈલ નું કામ પૂરું કરું છું તું અંદર જઇ ને આવ.સ્નેહા એકલી જ જાય છે ને આવા કલર જોઈ તે ખુશ થાય છે.

પણ, આ શું !

  સ્નેહા, પોતાનું મોં જોઈને જ આશ્ચર્ય માં પડે છે.કેમકે,અત્યાર નું મોં તેને દેખાતું જ નથી. એક રાજકુમારી નું મોં તે જોઈ રહી હોય છે. કોણ છે ? આ શું છે! એમ કહી બહાર ની તરફ આવે છે તો તે મહેલ ની ટોચ પર ઊપણ હોય છે ને મનોમન પોતાના સૌરભ ને યાદ કરે છે.ખુદ માં આવે છે ને પોતાનો સંકલ્પ યાદ કરે છે.પણ,પગ તેના શીખર તરફ આગળ વધતાં જ હતાં. અંતે તે શિખર ની પાળી પર પહોંચવા આવે છે.ત્યાં જ પાછળ થી નર્સ અવાજ કરે છે મેડમ. . . .મેડમ. . . . સ્ટોપ.ને સ્નેહા અટકી જાય છે. આંખ સામે આટલી ગહેરાઈ જોઈ તે તરત પાછળ ખસે છે.ને દોડી તે નર્સ પાસે આવે છે.નર્સ કહે છે.

નર્સ: મેમ, કહ્યું હતું ને કે સાવધાન રહેજો.તમે તેની વાતમાં આવતાં નહીં.ને હવે સાંજ પડે છે તેનો પ્રકોપ વધી જશે. આપણે મૂર્તિ સુધી પહોંચવાનું છે. સૌરભે તમને તે રૂમ દેખાડ્યો નથી. કેમકે,ત્યાં તે જઇ શકે તેમ નથી તે જગ્યાએ હું તમને લઈ જઈશ. આમ બોલી નર્સ સ્નેહાનો હાથ પકડી ને આગળ ચાલે છે તો બંને જણા નીચે પહોંચી જાય છે. ને રૂમ માં પહોંચી ને સ્નેહા નર્સ ને કહે છે.

સ્નેહા: આ શું ?,તું પણ મને દગો દે છે?

નર્સ : નહિ મેમ, મારો મોક્ષ તમારા હાથે લખાયો છે હું ભલા,તમને દગો દઉ? હવે, હું જઉ છું પણ તમે સાવધાન રહેજો. હવે,મારે પણ એમનો સાથ આપવો જ પડશે તેમની સાથે છું એમ દેખાડવા.

સ્નેહા: ભલે, તમે જાઓ ને હું મારી શ્રદ્ધા ને અતૂટ બનાવું છું. આમ કહી તે બેડ પાસે પહોંચે છે.

     એક દિવસ પૂરો થવા આવ્યો ને આવનાર વ્યક્તિની ચીખ ન સંભળાય કે ન કોઈ મહેલ માં ઘોંઘાટ થયો! તેથી ગામ ના લોકો તો મહેલની પાસેથી નીકળવા લાગ્યા ને તે આવનાર સ્ત્રી કોણ છે? ની જાણ કરવા લાગ્યાં.આખા ગામ માં ખબર ફેલાઈ ગઈ કે એક શહેરમાંથી આવેલ સ્ત્રી તે મહેલમાં એકલી છે ને એક દિવસ પૂરો થઈ ગયો એ હજુ જીવે છે.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama