Zalak bhatt

Crime Thriller

3  

Zalak bhatt

Crime Thriller

કનક કુટી

કનક કુટી

3 mins
217


•   મુખ્ય પાત્ર – લાલા લહેરી

•   લહેરીજી ના સાથી – વિન્ટર 

•   મુજરીમ – સાહુ

   ખુશમિજાજી લાલા લહેરી રોજની જેમ આજે પણ વોક પર નીકળ્યાં હતાં સાથે તેનો ડોગી પણ હતો. બધાં ને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કહેતાં તે આગળ જતાં હતાં કે રસ્તા માં જ તેમને વિન્ટર મળે છે કે જે લહેરીજીનો ફ્રેન્ડ પણ હોય છે અને તેમનાં કાર્ય માં સહયોગી પણ. વિન્ટરના મળતાં જ લહેરીજી તેને ગુડ મોર્નિંગ કહે છે અને વિન્ટર થોડી પહેલી કહે છે.

વિન્ટર : ઝુંપડી છે ગરીબ નથી,ગરીબ બની રહે છે. છે હાથે કંચન છતાં કંકર ગણે છે.

(લહેરીજી એ હસતાં-હસતાં પૂછ્યું)

લહેરીજી : શું આ સમાં માં એ રોજ મળે છે ? 

પછી,બંને જણા એક ચા ની દુકાને ચા પીવા બેસે છે.

ને ત્યાં જ પોલીસ નો એક માણસ એમને જીપ લઈ ને તેડવા આવે છે કે સર,આપણે સ્ટેશન પર પોલીસે બોલાવ્યાં છે એક કેસ સોલ કરવા માટે.

લહેરીજી અને વિન્ટર બંને સામ-સામે હસી પડે છે.પછી,પોલીસ સ્ટેશન પર જાય છે.પોલીસ એક શખ્સ વિશે વાત કરે છે કે તેણે બે-ચાર ધનવાનો ના ઘરે ચોરી કરી ને પછી ક્યાં ગાયબ થઈ જાય છે તેની ખબર પણ નથી પડતી.ઉપર થી તે લોકો નો રોફ છે કે જો ચોર નહિ મળે તો તમારૂ ટ્રાંસ્ફર ફિક્સ છે.

લાલાજી: ઠીક છે તે ચોર નું નામ આપ જાણો છો?

પોલીસ: સાહુ જ હોવો જોઈએ કેમકે હાથ સફાઈ માં તે ઘણો પાવરધો છે.

વિન્ટર : તો ઈન્કવાયરી શા માટે નથી કરતાં ?

પોલીસ: સબૂત મળવા પણ જરૂરી છે ને સર. એને પકડવો મુશ્કેલ છે. છેલ્લી ઘડી એ બાજુમાંથી પસાર થઈ જાય ને તમને ખબર પણ ના પડે.

(વિન્ટર સિગરેટ હાથ માં લઈ ને પોલીસ પાસે થી લાઈટર માંગે છે.)

પોલીસ પોતાનું લાઈટર કાઢવા ખિસ્સા માં હાથ નાંખે છે પણ મળતું નથી ને કહે છે.

પોલીસ:એક મિનિટ સર, હવાલદાર માચીસ આપો તો.

ને ત્યાં જ હવાલદાર પોલીસ ના જ લાઈટર સાથે હાજર થાય છે. પોલીસ આ જોઈ ને ડઘાઈ જાય છે. ને પૂછે છે.

પોલીસ:સર,આપ શું કહેવા માંગો છો ?

વિન્ટર: એ તો તમે આ લાઈટર નું પેકીંગ જોઈ સમજી ન ગયાં !

પોલીસ:મને માફ કરી દો,સર પણ હું એ સાહુ ને આપની પાસે લાવવાનો જ હતો આ તો મારો પ્લાન હતો.

લાલાજી: ઈન્સ્પેકટર, આપે ઝુંપડી તો બહુ દૂર શોધી નહિ?

પોલીસ: ઝુંપડી ! આપને કેમ ખબર ?

      લાલાજી: શું છે કે નેચરલ ને સિમ્પલિટી અમને ગમેં છે અમે તેનો આવો ઉપયોગ નથી કરતાં.હવે,કહો સાહુ ક્યાં છે?

      પોલીસ: સર,સાહુ તો એરપોર્ટ પર મારી વેઈટ કરવાનો હતો ને 5:00 વાગ્યે સાંજે ફલાઈટ માં અમે ઈટલી જવા ના હતાં.

(લાલાજી જરાં પોલીસ ની નજીક જઈ ને પૂછે છે)

        આ ઈટલી માં વળી આપના બોસ છે કે?

પોલીસ પોતાની જાત ને મારવા માટે પિસ્તોલ કાઢે છે પણ,વિન્ટર તરત જ હાથ ને ધક્કો મારી દે છે.ને કહે છે જો સાચું બોલશો તો આપ પોલીસ નું માન વધારશો નહિ તો મરવાનું છે જ ને?ને પછી,પોલીસ ને ચેર પર બેસાડી ને લાલાજી અને વિન્ટર એની ઈન્કવાયરી કરે છે.

પોલીસ: સર,હું મુજરીમ નથી.સાહુ એ મારાં બાળકો તથા પત્ની ને કિડનેપ કરી ને રાખ્યાં છે ને પછી,એરપોર્ટ પર પૈસા આપવા જઉ ત્યારે જ એમને છોડશે એમ કહ્યું.તેની સાથે જવાની વાત તો મેં એના ડર થી કરી.

વિન્ટર: તમારા પરિવાર ને કાંઈ થશે નહીં તમે જે પ્લાન થી ચાલો છો એમ જ જાઓ અને સિક્યુરિટી તમારી સાથે ફોર્મલ ડ્રેસ માં રહેશે.તમારું વચ્ચે જે વાત થશે તે એક ચિપ માં રેકોર્ડ થશે જે તમારા હાથ માં રહેલા કડા માં ફિક્સ કરવા માં આવશે ને આ રીતે કાનુન સાહુ ને સજા કરશે.

        પોલીસ આ સપોર્ટ થી ખુશ થાય છે.ને એ જ રીતે આગળ વધે છે.સિક્યુરિટી તથા વિન્ટર અને લાલાજી બધાં છુપા વેશ માં પોલીસ ની જ આસ-પાસ હોય છે અને પોલીસની સાથે કાંડામાં રહેલાં ચિપ થી સાહુ જેવા ગુંડા ના મુળ સ્થાનની પણ જાણ થાય છે. ને પછી, એક્શન લઈ ને સાહુ ને એરેસ્ટ કરવામાં આવે છે. સાહુની કાર્યવાહી થાય છે ને તેની સાથે તે મેઈન સેન્ટર પણ બંધ થાય છે કે જ્યાં કિડનેપિંગ,ખૂન,ચોરી જેવા કામ થતાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Crime