Zalak bhatt

Children Stories

3  

Zalak bhatt

Children Stories

કેલ્વિન

કેલ્વિન

2 mins
227


 મુખ્ય પાત્ર – કેલ્વિન

કેલ્વિન ના પિતા – રુશ

 કેલ્વિન ની માતા – જેની

વિલન – ડેની


       સવાર નો પહોર હતો ને આકાશમાંથી એક સેટેલાઈટ આવી રહ્યું હતું ને તેને જોવા જતાં જ રુશ નું ડ્રાઈવિંગમાંથી ધ્યાન ચૂક્યું અને તેનું એક્સિડન્ટ થયું. સેટેલાઇટ તો ગાયબ થઈ ગયું પણ રુશ અને જેની બંનેનું મોત થયું. પાંચ વર્ષ નો કેલ્વિન સૂતાં – સૂતાં જ એકદમ રાડો પાડવા લાગ્યો મમ્મી  . . પાપા.  ને ત્યાં જ તેની સામે તે જ્યાં કામ કરતો હતો તે ડેની આવી ને ઉભો રહ્યો. ને બોલ્યો

ડેની: શું છે ?સવાર-સવાર માં આટલી રાડો શા માટે?તને અહીં કામ કરવા રાખ્યો છે. રાડો પાડવા નહીં. ને કેલ્વિન ઊભો થઇ ને પછી ઘરની સાફ સફાઈ માં લાગી જાય છે. કેલ્વિન પોતાની જાત ને ડેની ના ઘરકામ માં પરોવી રાખતો કેમકે,આ યાદો તેના મગજમાંથી નીકળી જાય પરંતુ,હરરોજ એક જ સ્વપ્ન આવતું ને તે ડરી જતો. કેલ્વિન પહેલેથી જ શાંત ને સરળ સ્વભાવ નો હતો ને હવે ડેનીની હકુમત થી જવાબદાર પણ બની ગયો હતો. ડેની ના ઘરે કેલ્વિન ને એક નાના રૂમ માં રહેવા માટે તેને હરરોજ એ જ વાત કહેતો હતો કે તને અમે એક બાળક સમજી ને અહીં રૂમ આપ્યો છે પણ જો અમારા આપેલા કામ ને તું પુરા ન કરી શક્યો તો આ રૂમ છોડી ને તારે જવુ પડશે.

            કેલ્વિન આ રીત ની ધમકી થી થાકી ગયો હતો. એકલો પડે ત્યારે પોતાના મમ્મી-પપ્પા ની છબી સામે બેસી ને વાતો કરતો ફરિયાદ કરતો. આમ જ તેના ત્રણ વર્ષ પસાર થઈ જાય છે.

             એક દિવસ જ્યારે કેલ્વિન સવારે ઊઠી ને સફાઈ કરતો હતો ત્યારે જ એક કોયલ કોઈ કાગળ લઈને આવે છે જે કાગળ કવરમાં પેક હોય છે. કેલ્વિન આ પત્ર લેવા જાય છે તો ડેની એ પત્ર ને ફાડી ને ફેંકી દે છે. પણ,આ થયાબાદ એના ઘર પર કોયલ નું ઝુંડ આવે છે અને તે બધી જ કોયલ એક જ એડ્રેસ નું કવર ફેંકે છે આમ થવા થી તેનું ઘર આખું કવર થી ભરાઈ જાય છે. આ જોઈ ને કેલ્વિન આશ્ચર્ય પામે છે પણ,કોયલ તેની ફ્રેન્ડ હોય છે એટલે તરત જ કેલ્વિન એ કાગળ ખોલી ને વાંચે છે.

              એ કાગળ માં કેલ્વિન ના પિતા ના નામ ને એક વૈજ્ઞાનિક તરીકે રજૂ કર્યું હતું કે આપ,વૈજ્ઞાનિક રુશ ના પુત્ર છો તો 

અમે તમને અમારા 'ગુરુકુલ ફેધર' માં વિદ્યાર્થી બનવા માટે આમંત્રિત કરીએ છીએ.અને એ માટે તમારે રેલવે સ્ટેશન

ના સ્ટોપ નંબર 2,1/2 પર રેડ ડ્રેસ માં આવવાનું રહેશે.આ વાંચી ને કેલ્વિન ખુશ થાય છે અને બીજે જ દિવસે સવારે પોતાના ડ્રેસ માં તે સ્ટેશન પર પહોંચે છે. પણ,જે નંબર આપ્યો હતો તે પલેટફોર્મ શોધવું કઈ રીતે? આમ વિચારી કેલ્વિન 2 અને 3 પ્લેટફોર્મ ની વચ્ચે આવેલ એક સીટ પર બેસે છે.તો એવું જાદુ થાય છે કે કેલ્વિન એક નવા જ પ્લેટફોર્મ પર પહોંચી જાય છે અને તે જ્યાં ઉભો હોય છે એ જગા એ તેને લેવા એક મિત્ર પણ આવ્યો હોય છે અને તે કેલ્વિન ને ઓળખી ભી જાય છે.કેલ્વિન પૂછે છે.

કેલ્વિન: આપ મને કેવી રીતે ઓળખો છો ? ને આ કઈ જગા છે ?

 મિત્ર: અત્યારે ટ્રેન પકડવાનો સમય છે જલ્દી થી ચઢી જઈએ પછી વાત કરીશું. (ને બંન્ને જણા ટ્રેન પર ચઢે છે. જગા પર બેસી જઇ મિત્ર પોતાનો પરિચય આપે છે કે હું હેનરી છું અને આપ ના પિતા અને મારા પિતા બંને ફ્રેન્ડ હતાં.)

 કેલ્વિન: તો આટલાં વખત થી કોઈ મને લેવા કેમ ના આવ્યું? 

હેનરી: આ વિષય જ કંઈ અદભુત છે કે તમને જ્યારે જાદુ માં ઇંટ્રેસ આવે ત્યારે જ તમે આગળ વધી શકો.ને તમને તો આટલી નાની ઉંમરે જ આ વિદ્યા શીખવા મળશે.

(ત્યારબાદ બંને થોડો નાસ્તો કરી ને સુવે છે.સવારે ઉઠે છે તો ટ્રેન પહાડી વિસ્તાર માં હોય છે.વાતાવરણ ઠંડુ હોય છે.)

હેનરી: ફિકર ના કરો,કેલ્વિન આપ શિવ મુદ્રા કરો જેથી આપને ઠંડી વધુ નહીં લાગે ને આપણે ભી આપણા સ્થાન પર પહોંચી જઈશું.

કેલ્વિન ને આ બાબત તો રમત જેવી લાગી પણ જ્યારે એ મુદ્રા કરી તો ખરેખર,તેને ઠંડી ન લાગી અને ગુરુકુલ સુધી પહોંચી ગયાં.ગુરુકુલ હિમાલય ની ચોંટી પર ને પ્રકૃતિ ની ગોદ માં હતું.જ્યારે કેલ્વિન,હેનરી સાથે ત્યાં પ્રવેશ કરે છે તો બધાં જ સ્ટુડન્ટ તેનું સ્વાગત કરે છે.કેલ્વિન અચંભિત થઈ ને હેનરી ને જુએ છે તો હેનરી કહે છે.

હેનરી : હા,અહીં બધાં જ તારી રાહ જુએ છે કેમકે,અહીં તારા પિતાજી નું નામ છે ને તું એમનો પુત્ર આજે અહીં આવ્યો છે તો સ્ટુડન્ટ તો સહિ પણ ટીચર ને ભી તારા માં રહેલું તે વિજ્ઞાન નું કૌશલ જોવાની આતુરતા છે.

પછી,કેલ્વિન નું સ્વાગત થાય છે ને કેલ્વિન ને તો આ બધું હજી પણ એક સ્વપ્ન જેવું જ લાગે છે.હેનરી તેની સ્થિતિ ને સમજી લઈ ને તેને આરામ કરવા એક કુટી માં લઇ જાય છે.કેલ્વિન આરામ કરે છે ને જરાં તંદ્રા માં હોય છે ત્યારે તેને પોતાના પિતા આ જગા એ આવ્યો તેથી ખુશ છે તેમ દેખાય છે.બીજા  દિવસે જ્યારે કેલ્વિન ટીચર ને મળે છે તો તેને પહેલેથી જ ઓળખતો હોય તેવું લાગે છે ને પછી,કેલ્વિન છડી લેવા હેનરી સાથે જાય છે.આ સમયે પણ છડી ના દુકાનદાર હેનરી ને એક વિશેષ છડી આપે છે ને પિતા ની જેમ કંઈ વિશેષ કરી બતાવવા ની હિંમત પણ.કેલ્વિન મન માં ને મન માં પોતાના પિતા ને યાદ કરે છે.

એક મહિના જેવું કેલ્વિન ને ગુરુકુલ માં થાય છે અને હવે,આ જહાં થી એ પરિચિત થઈ જાય છે.પણ,છડી સાથે કેલ્વિન પિતા ના વિજ્ઞાન ને પણ મહત્વ આપે છે.એક સ્ટાર બનાવી છડી થી ને તેમાં શુદ્ધ ઘી નો દિપક પ્રગટાવે છે.તેને પિતા નું નામ આપે છે અને જે જગા એ તેના પિતા કેદ હોય છે એ જગા એને દિવા ની એનર્જી થી જોવા મળે છે.પછી,કેલ્વિન કોયલ નો સાથ લઈ તે જગ્યા ને જુએ છે જાણે છે ને સ્ટાર ની જેમ જ દિવા માં અલગ -અલગ યંત્ર બનાવી એક દિવ્ય પોઝિટિવ શક્તિ ને ગ્રહણ કરે છે અને પછી,પોતાના પિતા એ શીખવેલ મંત્ર નો પ્રયોગ કરી તે  અન્ય ગ્રહ પર જાય છે.ને તેમને મિત્ર બનાવે છે.ત્યાં થી પાછા ફરતી વખતે કેલ્વિન પોતાના પિતા ને આઝાદ કરવા આવે છે ને રુશ ને કેદ કરનાર ડેની નો ચહેરો સામે આવે છે કેલ્વિન ખૂબ જ આક્રોશ માં પોતાની શક્તિ થી ડેની નો અંત કરે છે.ખરેખર, ડેની મરતો નથી પણ,તેની અંદર રહેલી નેગેટિવ ઉર્જા ખતમ થાય છે પછી,ડેની રુશ તથા  કેલ્વિન ની માફી માંગે છે ને અંતે કેલ્વિન પોતાના પિતા ને ગુરુકુલ માં લઇ જાય છે.રુશ ને જોઈ આખું ગુરુકુલ આનંદ માં આવી જાય છે ને સેલિબ્રેશન કરે છે.


Rate this content
Log in