Zalak bhatt

Children Stories

4.0  

Zalak bhatt

Children Stories

રાઘવ

રાઘવ

3 mins
210


    રાઘવ એ રઘુવીરનો પુત્ર ને સાતમા ધોરણમાં આવ્યો પણ બાળપણ હજુ ગયું ન હતું કોઈ ને કોઈ કામ અવડું જ કરતો. પરંતુ, તેના પપ્પાની બીકના કારણે ઘણું કામ તેને માન આપે એવું પણ થઈ જતું. રઘુવીર પુણે ના માનીતા ઇન્સ્પેકટર. રઘુવીરની ધાકથી આસ-પાસ ના એરીયાના કાળા ધંધા બંધ થયાં હતાં ને અહીં,એનો જ દીકરો રાઘવ સાતમા ધોરણ માં હોવા છતાં,તેનું ધ્યાન ખેલ-કુદ માં વધુ રહેતું. પપ્પા તેને માટે યમરાજ સમાન હતાં. ને તેથી જ તેમની ધાકથી બચવા રાઘવ મા નો છેડો પકડી લે’તો.પણ,આપણા રાઘવ ને મોબાઈલમાં વિડીઓ બનાવવાનો ખુબ જ શોખ એ જ્યારે હોય ત્યારે મોબાઈલ માં વિડીઓ બનાવતો ને તેમાં લાઈક મળતાં ખુશ થતો. આજ તો તેણે પોતાની મમ્મી અને દાદી ની વચ્ચે થતાં ઝઘડા નો વિડીઓ બનાવ્યો. ને એ બનાવતાં – બનાવતાં તે પોતાનું સાત માં ધોરણનું ફાઇનલ રિઝલ્ટ લેવા જવાનું તો ભૂલી જ ગયો.

                હવે,રાઘવ ના મનમાં આ વિચાર આવ્યો ને પપ્પાનો મમ્મી પર ફોન આવ્યો. આ બધું એવી રીતે ગોઠવાયું કે રાઘવ ને થયું મને સારા માર્કસ નથી આવ્યાં લાગતાં ને વળી રાઘવ ને પોલીસસ્ટેશને પણ બોલાવ્યો. મા એ રાઘવ ને પપ્પા નું ટીફીન લઈ જવા કહ્યું કે તેઓ આજે ઘરે નથી આવવાના તું ટીફીન લેતો જા. રાઘવ ટીફીન લઈ ને જતો હોય છે ત્યાં રસ્તા માં જ રઘુવીર ની જીપ મળે છે કે જેમાં બે હવલદાર ને એક પોલીસ પોતાનાની ડ્યુટીથી સ્ટેશન પર પાછા જતા હોય છે ને રાઘવ ને જોઈ તેઓ સામે થી કહે છે કે અમે ટીફીન પહોંચાડી દઈશું ટ્રાફીક છે તું ઘરે જા.

            રાઘવ ને તો જોઈતું મળી જાય છે.ને તુરંત ટીફીન આપી દે છે ને પોતાની આદત ની જેમ તે બધાં સાથે વિડીઓ બનાવે છે.તે પાછો વળતો હોય છે સાઇકલ માં ત્યાં જ તેનું ધ્યાન એક એમ્યુલન્સ પર જાય છે કે જેમાં ધીમે-ધીમે પણ રોક મ્યુઝિક સંભળાતું હોય છે. રાઘવ ને આ કંઈક નવું લાગે છે તેથી તે એમયુલન્સ ની પાછળ પોતાની સાઇકલ ચલાવે છે.કે નવો મજેદાર વિડીઓ બનશે.પણ,એમ્યુલન્સ હોસ્પિટલમાં જવાની બદલે એક શહેરની બહાર આવેલ ગોડાઉન પર જાય છે. સાઇકલમાં હોવાથી રાઘવ પાછળ રહી જાય છે પણ હવે તો શંકા નું સમાધાન કરી ને પાછું વળવું તેં વિચારે છે ને પછી રાઘવ પણ એ જગા એ પહોંચે છે ને પોતાનો કેમેરો ચાલુ કરી અંદર જાય છે.પૂરું ગોડાઉન મોટા -મોટા બોક્સથી ભરેલું હતું.ને આવેલા લોકો અંદર એક ઓફીસમાં વાત કરતાં હતાં.રાઘવ છુપાઈને બારીમાંથી આ વાત ને રેકોર્ડ કરે છે.

               અહીં,રઘુવીર પોતાની પત્ની ને ફોન કરે છે કે રાઘવ કેમ આવ્યો નહિ ને પત્નિ કહે છે તે તો તુરંત જ નીકળી ગયો. ત્યાં જ ઓફીસ પર જીપ આવે છે ને ટીફીન મળે છે. પછી,રઘુવીર ને પ્રશ્ન થાય છે કે ગર,ટીફીન તમે લાવ્યાં તો રાઘવ તો ઘરે પહોંચી જવો જોઈએ.ને નહીં તો ગયો ક્યાં ? ને થોડીવાર માં રાઘવ ના વિડીઓ રઘુવીર ને મળે છે. જ્ગ્યા અને માણસો જોઈ ને રઘુવીર તરત જ ઓળખી જાય છે કે આ તો ડ્રગ્સ નું ગોડાઉન છે કે જેને આપણે ઇલેક્ટ્રિકનું સમજી ને કાર્યવાહી ન કરી. ને આ માણસો ત્યાંના જ મજૂરો છે. હજુ મેઈન વ્યક્તિ ને જ્યારે જુએ છે ત્યાં તો પૂરું ડિપાર્ટમેન્ટ બોલી ઊઠે છે કે યતિમ ! કેમકે, યતિમ કોઈ સામાન્ય અપરાધી ન હતો. મોટા-મોટા અફસર ને માત દઈ તે ભાગી નીકળતો ને એ વિદેશમાં હતો. પણ,આ દ્રશ્ય જોયા બાદ બધાં જ એલર્ટ થાય છે ને જીપ તૈયાર થઈ ને તે સ્થાને પહોંચે છે.

                   ડ્રગ્સ ભરી ને તેઓ નીકળે તે પહેલાં જ રઘુવીરની ટીમ તેમને ઘેરી વળે છે ને પોતાને સરેન્ડર કરી દે નું સૂચન આપે છે. રાઘવના આવા મોટા કામ માટે તેને સન્માન આપવા માં આવે છે કે યતિમ જેવાં ખતરનાક ક્રિમિનલ ને ચાલાકીથી પકડ્યો. બાદમાં રઘુવીર પણ રાઘવ ને પોતાની સાથે રાખે છે. ને હા, રાઘવનું રીઝલ્ટ પણ તેઓ જ તેના હાથમાં આપે છે. માર્ક ઓછા હતાં છતાં રઘુવીર રોશ ન બતાવતા તેને શાબાશી આપે છે કે આવતી પરીક્ષામાં વધુ લાવજે.

         આમ,પપ્પા ના ડરથી ભાગતો રાઘવ પપ્પાનો જ ચહિતો બની જાય છે.


Rate this content
Log in