STORYMIRROR

Zalak bhatt

Inspirational

3  

Zalak bhatt

Inspirational

વીર-ભદ્ર

વીર-ભદ્ર

2 mins
338

 ઉત્તર પ્રદેશ ના પહાડી વિસ્તારમાં વૈકુંઠ ગુરુકુળ અને આ ગુરુકુળમાં અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, કોમ્યુટર, ગેમ, ઉત્સવ કોઈ જ બાબતે વિદ્યાર્થીઓને પ્રગતિ માટે શિક્ષકો સદા તૈયાર રહેતાં. આ ગુરુકુલમાં એક વીર નામના એવા વિદ્વાન હતાં કે જેઓ બધાં જ વિષય માં માહિર હતા ને દસ વર્ષ થી તે આ ગુરુકુલ માં કાર્ય પણ કરતાં હતાં. દર વર્ષે નવા સ્ટુડન્ટ નો પરિચય થતો તેને પ્રોત્સાહન મળતું પરંતુ, વીર સાહેબ જેવો સ્ટુડન્ટ જોવા માંગતા હતાં તે હજુ સુધી મળ્યો ન હતો. પોતાનું ભણાવવાનું કામ કરતાં તેઓ આવા પાત્ર ને પણ શોધતાં હતાં. કે જે આગળ જઈને તેની પદ્ધતિ લોકો સુધી પહોંચાડે.

                    પરંતુ,આ વર્ષે તેમની એ શોધ પૂર્ણ થવા આવી હોય તેવું લાગ્યું. કેમકે, એક ભદ્ર નામનો સ્ટુડન્ટ કે જે એન્ટ્રન્સ એક્ઝામ આપવા આવ્યો ત્યારથી કંઈક બધાં થી અલગ દેખાયો. સૌ કોઈ એક્ઝામ ના ડરથી વાંચવામાં મગ્ન હતાં ત્યારે તે ગીત સાંભળતો હતો. વીરે અજાણ્યા થઈને પૂછ્યું કે આટલા બધાં આનંદમાં કેમ છો ? આજે તો એક્ઝામ છે ને? પણ,ભદ્ર એકદમ ખુશીથી જવાબ આપે છે કે બીજા માટે પરીક્ષા હશે મારા માટે એ ગેમ છે. આ જવાબ સાંભળી વીર ને તે ભદ્રમાં કંઈ ખાસ દેખાય છે ને પછી તો ભદ્ર પરીક્ષામાં પાસ થઈને ગુરુકુલના હર ક્ષેત્રે આગળ વધીને બતાવે છે.

વીરને તેના પર ગર્વ થાય છે. કેમકે, ભદ્રની સફળતા માટે તે તેમની સાથે રહ્યાં હતાં. ને પછી, એક લક્ષ્ય પર પહોંચી જઈને એ ગુરુ -શિષ્ય પુરાતન કાળની પહેલીઓ પર રીસર્ચ કરે છે. ને લોકોને ગુરુ દ્વારા પહેલી પ્રશ્ન સ્વરૂપે અને શિષ્ય દ્વારા તેનો જવાબ, આ રીતે કવીઝ બનાવીને એક વેબસાઈટ પર મૂકે છે. આ વેબસાઈટ ને એટલું પ્રોત્સાહન મળે છે કે વિદેશમાં પણ તેની માંગ વધવા લાગે છે અને તે ચેનલનું નામ તેઓ 'વિરભદ્ર' જ રાખે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational