કાશી કુંદન
કાશી કુંદન
કાશી કે જે આધ્યાત્મનું મુખ્ય સ્થાન માનવામાં આવે છે અને લોકો પોતાનો અંતિમ શ્વાસ ત્યાં લેવાનું ખુશીથી સ્વીકારે છે. આવા કાશીમાં એક વિદ્વાન રહેતાં હતાં શંકર પંડિત જેમની પુત્રીનુંનામ હતું કુંદન અને કુંદન બાળપણથી જ ચતુર હતી. રમત-રમતમાં તે મોટી સમસ્યાનો ઉકેલ લાવી આપતી. વળી,પિતાજીના પંડિત હોવાથી શાસ્ત્રોની ભી જાણકાર હતી. મોટી થઈને તે કલકત્તા ભણવા જાય છે
કલકત્તામાં કુંદન પોતાનું લક્ષ્ય તય કરે છે કે તેને આ શહેરમાં ભણીને ડિગ્રી મેળવીને વકીલ બનવું છે. પોતાની લગનથી કુંદન આ ક્ષેત્રમાં ભી આગળનીકળે છે. કામ મળતાં જ તે પોતાના પિતાને કલકત્તા બોલાવી લે છે. ને વકીલના પદનો દુરુપયોગના કરતાં તે ન્યાય પક્ષે રહીને ગરીબ,જરૂરત મંદને અસહાય લોકોની મદદ કરી તે વકીલ પદનું માન વધારે છે.
એક મજુર કે જેને કામ કરતાં- કરતાં જ લકવાનો એટેક આવ્યો. તે મજૂર તેના માલિક પાસેથી પોતાના જ હકના પૈસામાંગતો હતો પણ શેઠ પોતાના પદના જોરે તેને ધમકી પર ધમકી આપતોને એ મજૂરનું ઘર પણ દાવ પર લાગી ગયું. ત્યાર બાદ એ મજૂર કુંદનને મળીને પોતાને ન્યાય અપાવવાની ભલામણ કરે છે. કુંદન ખુબજ ચાલાકીથી એ મલિકની મિલકતના ખોટાં પેપર બનાવીને મજૂરનો અંગુઠો લગાવડાવે છે કે જુઓ,સર આ શેઠ તો પોતાની પ્રોપર્ટી મજૂરને આપવામાંગે છે છતાં... આમ બોલે તે પહેલાં જ શેઠ પોતાનો ગુન્હો કબૂલ કરે છે કે જજ સાહેબ આ પ્રોપર્ટી મારી છે તેમાં રહેલી એક મકાનની ફાઇલ જ મજૂરની છે. મેં તેની પાસેથી લીધી હતીને હવે એણે મારી જ.... ને શેઠનું સત્ય પકડાઈ જાય છે.
મજૂરને પોતાનો હક તો મળે જ છે. ઉપરાંત શેઠ દ્વારા કરવામાં આવેલ અન્યાયને કારણે શેઠે તેને વધુ રકમ પણ આપવી પડે છે. મજૂર જ્યારે કુંદન પાસે તેની ફી આપવા આવે છે તો કુંદન ફક્ત,101/- લઈને તેમનો ભાર હળવો કરે છે. આ એક જ નહીં આવા તો કોઈ ટીચર,ઓફીસના કાર્યકર્તા કે પછી ધર્મશાળાની જમીનના મામલા પણ કુંદન વકીલે શોલ કર્યા હતાં. ને હવે,તેની રાહે કાશીના યુવાઓ પણ ચાલવા લાગ્યા હતાં. કાશીથી આવીને બે યુવાઓ એ જ્યારે કહ્યું કે કુંદન બેન આપે કાશીનુંનામ આગળ વધાર્યું છે. ને અમે પણ એ જ કરવા કાશી છોડીને અહીં શહેરમાં આવ્યાં છીએ. ત્યારે કુંદનને પોતાના કાશીને જ આગળ લાવવાનો વિચાર આવે છે. તેથી કુંદન પોતાના પિતા સાથે ફરી પાછી કાશી આવે છે અને કાશીમાં જ એક શાળા ખોલી પોતાનું જ્ઞાન ભાવિ યુવાઓને આપે છે. જેનાથી કાશીની ભી પ્રગતિ થાય છેને આ રીતે કુંદન વકીલ “કાશી કુંદન” બની જાય છે.
