Zalak bhatt

Fantasy Inspirational

3  

Zalak bhatt

Fantasy Inspirational

રાજ- શક્તિ

રાજ- શક્તિ

5 mins
258


       એક બિલ્ડીંગમાં આગ લાગી હતી અને એક પૂરું કુટુંબ આ આગમાં જવાનું હતું ને ત્યાં જ કોઈ એ શક્તિમાન . . . એમ રાડ પાડી અને તરત જ શક્તિમાન આવ્યો તથા તે ફસાયેલા પરિવારને હિંમતથી આગની બહાર લઈ આવ્યો. ને આ બધું જ થોડે દૂર રહેલી બિલ્ડીંગમાં ગેસ્ટ તરીકે આવેલો રામાનુજ જોઈ રહ્યો હતો. શક્તિમાનની ગતિ એની ભાવનાને કાર્યની લગન જોઈ ને રામાનુજે તેને પોતાનો સાથી બનાવવાનો નિર્ણય કર્યો. પછી, રામાનુજ એ જગાએ પહોંચે છે જ્યાં શક્તિમાન આવ્યો હોય છે. ને લોકો શક્તિમાનના વખાણ કરતાં હતાં. ત્યારે રામાનુજ તેમને શક્તિમાન ક્યાં ગયો ? એમ પૂછે છે તો બધાં કહે છે કે એ તો પોતાનું કામ કરી ને ચાલ્યો જાય એ ક્યાં ગયો એ જાણવું મુશ્કેલ છે. ત્યારે રામાનુજે શક્તિમાનની ગતિનો અંદાજો લગાવી ને તુરંત એ સ્થળે જ ઊભેલા માણસને બોલાવી કહ્યું 

રામાનુજ: શક્તિમાન !

(ને શક્તિમાન ચમક્યો કે મને આ રીતે કોણ ઓળખી ગયું ?)

 શક્તિમાન: કોણ ? ને મને કેવી રીતે ઓળખી ગયાં ?

રામાનુજ : હું રામાનુજ, ને આપને મારી મદદ માટે બોલાવવા આવ્યો છું.

શક્તિમાન: મદદ ! ને હું આપને કઈ રીતે કરી શકું કહો ? કેમકે હું જાણું છું કે આપ મદદ માંગો છો તો એ કાર્ય નાનું તો નહીં જ હોય.

 રામાનુજ : એટલે જ તો તમને સાથી બનાવવા માંગુ છું કે એ કાર્ય નાનું નથી તો આપણે આજે હું જ્યાં રહું છું તે બ્લોકમાં જ મળીએ તો ?

શક્તિમાન : ચાલો, જો તમને યોગ્ય લાગે તો.

(અને બંને તે જગા એ મળે છે. ત્યારે રામાનુજ પોતાનો ધ્યેય બતાવે છે.)

રામાનુજ : જુઓ મિત્ર મને કહેવામાં આવ્યું છે કે એક મોટો ખજાનો ક્યાંક છૂપાયેલો છે. અને હવે તે કોઈ અયોગ્ય હાથે ચાલ્યો જાય એ પહેલાં આપણે એને શોધી ને સરકારના હાથમાં સોંપવાનો છે. પણ હા, આ વાત મારીને સરકારની વચ્ચે હતી હવે તમે જાણો છો. મારા અનુમાનથી ખજાનો કોઈ ગાઢ જંગલ કે પછી પહાડી વિસ્તારમાં હોવો જોઈએ કે જ્યાં વસ્તી ઓછી હોવાથી લોકોની અવર-જવર પણ ના હોય.

શક્તિમાન : ઓહ,એમ વાત છે ! ને મિત્ર આપની વાત પણ સાચી જ છે કે જો એ ખજાનો છે તો કોઈ રહસ્યમય સ્થળે જ રહેલો હશે. આપને શું લાગે છે કે કઈ જગા એ પહેલાં જવું જોઈએ ?

રામાનુજ: ભારત ના નકશા ની વચ્ચે આવેલ છત્તીસગઢ ના જંગલો માં સૌ પ્રથમ જવું જોઈએ ત્યાંની વસ્તી પણ મોટે ભાગે અભણ છે અને જંગલમાં વન્ય પ્રાણી તથા દાવાનળ ની બીક થી કોઈ આવતું – જતું પણ નથી.

શક્તિમાન : તો આજ સાંજે જ આપણે જઈશું. બરાબર ?

રામાનુજ: ટિકિટ તો જોઈશે.

શક્તિમાન: હું છું ને ? પછી ટિકિટની શી જરૂર છે?

રામાનુજ ખુશ થાય છે ને કહે છે સાચી વાત હો ભાઈ.

બંને પોતાની રીતે છત્તીસગઢ તરફ જવાની તૈયારી કરે છે.

         સાંજ પડે છે ને શક્તિમાન કહ્યા પ્રમાણે આવી જાય છે. ને શક્તિમાન સાથે રામાનુજ પણ ચક્કર ફરીને ઊડે છે તથા છત્તીસગઢના જંગલોમાં પહોંચે છે. આ એવું સ્થાન હોય છે કે જ્યાં સાંજ પછી લોકો આવતાં પણ નથી અને શક્તિમાન તથા રામાનુજ અહીં છે તેની ખબર કોઈ ને ના પડી કેમકે તેમણે સમય જ એવો નક્કી કર્યો હતો.

                  હવે, બંને જણા પહેલાં તો જંગલ ની ગહેરાઈ નો અંદાજો લગાવે છે. ને પછી, જંગલમાં રહેલાં એક પહાડી વિસ્તારની નજીક પહોંચે છે કે એ જગા એ પહાડી માં કોઈ સુરંગ તો નથી ને ? પછી,થોડી શોધખોળ બાદ બંને દંગ રહી જાય છે કે ત્યાં ખરેખર, એક સુરંગ હોય છે તેની પાસે પહોંચતાં સામે નાગ પણ દેખાય છે. ત્યારે શક્તિમાન પોતાની શક્તિથી રામાનુજ ને પણ સુરંગ ના મુખ પાસે લઈ જાય છે.

           પહાડી ની નીચે બનેલી આ સુરંગ માં માણસ ઊભાં રહી ને તો પસાર થઈ જ ના શકે,કે ના ઝૂકી જઈ ને જઈ શકે. આ સુરંગ એવી હતી કે જ્યાં તમારે સુઈ જઈ ને સાપ ની જેમ જ અંદર પ્રવેશ કરવો પડે. શક્તિમાન પોતાની શક્તિ થી રામાનુજ ને સાથે લઈ ને આ સુરંગ માં જાય છે ને અંદર જઈ ને બંને અચંપણત રહી જાય છે. કેમકે,સુરંગ માં થોડે દૂર પ્રકાશ દેખાતો હોય છે. આગળ જતાં સાવધાન રહી ને તેઓ જોવે છે તો સુરંગ માં છુટા -છવાયાં હિરા પડ્યાં હોય છે ને સુરંગ અંદર થી વિસ્તૃત પણ હોય છે. જ્યાં સરળતાથી તેઓ ચાલી ને જઈ શકે. આ પ્રકાર ના હિરા ને આમ જ કઈ રીતે બની શકે ?

                પછી,રામાનુજ કહે છે કે જો આ સુરંગ છે તો તેનું મુખ ક્યાંક બીજી જગાએ પણ ખુલતું જ હશે. ને આ બીજા મુખ ની શોધ માં બંને આગળ વધે છે. પુરી સુરંગ માં કોઈપણ દેખાતું ન હતું. ને પ્રકાશ ને આધારે બંને આગળ વધે છે ત્યારે બીજા દિવસે તેઓ સાંજ ના સમયે બીજા મુખ પાસે પહોંચે છે. એ સમયે આ જગા પર થોડો અવાજ સંભળાતો હોય છે. ને એ સાંભળી બંને ને એ અંદાજો લગાવ્યો કે અહીં,લાકડાં ને કાપવા માટે લોકો કામ પર આવે છે. એક માલિક છે ને બીજા મજૂર છે. થોડો સમય તો કુહાડી ના અવાજ અને માલિક ના ગુસ્સા ને સાંભળ્યો પછી,અંધારું થતાં માલિકે બધાં ને જવા માટે કહ્યું કે ચાલો,હવે અહીં રહેવું હિતાવહ નથી.

              ને બધાંના ગયાં પછી પોતે સુરંગના મુખ પાસે આવે છે. ને મુખ ના દ્વાર પર થી અંદર હાથ આપી ને કહે છે 

આપી દે ..આપી દે. હાથ માં આવે એટલાં આપી દે.. ને અંદર તો જે માણસ હોય છે તેને શક્તિમાને શક્તિહીન બનાવી દીધો હતો. ને બહાર થી આવેલા માણસ સાથે વાત કરવાનું કહ્યું એટલે પેલો બંધન માં રહેલો બોલે છે કે માલિક આજે કંઈ હાથ આવ્યું નથી અહીં બસ,પથ્થર જ છે. ત્યારે માલિક ખીજાય છે ને તેનો હાથ ખેંચે છે. પણ,એ હાથ તો શક્તિમાન નો હોય છે અને શક્તિમાન એ માલિક ને પણ દંડિત કરે છે. પછી,શક્તિમાન અને રામાનુજ બંને આ માલિક ને નોકર ને સજા કરાવે છે ને છૂપો ખજાનો તેઓ સરકારના હાથમાં આપે છે.

            આમ તેમનું રાજ- શક્તિ મિશન સફળ થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy