Zalak bhatt

Inspirational Others

4  

Zalak bhatt

Inspirational Others

જેક એન્ડ જિલ

જેક એન્ડ જિલ

2 mins
227


જેક હૈદ્રાબાદના એક ચર્ચ પાસે બુટ પોલીસનું કામ કરતો હતો. તેની આવી હાલત એના સ્નેહી જનો એ જ કરી હતી. બિઝનેસ તો છીનવી જ લીધો પણ પછી એક ખતરનાક એક્સિડન્ટ કરાવ્યું કે જેમાં જેક તેના પરિવારને ગુમાવી બેઠોને પોતાનો એક હાથ પણ,એક્સિડન્ટને લીધે તેની હાલત ભીનાજુક થઈ ગઈ હતીને એ સ્થળે જે કોઈ હતાં તેમણે જેકને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યોને જેક સલામત બહાર આવ્યો ત્યારે પોતાની આ સ્થિતિ જોઈ તેને જીવન પ્રત્યે થી મોહ ઉતરી ગયો અને એક ચર્ચના દરવાજા પાસે બુટ પોલીસનું કામ કરવા લાગ્યો.

ચર્ચના પાદરી તેની નીતિ જોઈને સમજી ગયાં કે આ ખરે જ ગરીબ નથી. તેથી જ ચર્ચના પાદરી એ એક દિવસ જેક ની સાથે વાત કરી તેની હિસ્ટ્રી જાણી અને જેક યોગ્ય પાત્ર છે એમ વિચારી પાદરી એ જેકને ક્રિશ્ચન સેમેટ્રીમાં એક જિલ નામની લેડીના આત્માની શાંતિ માટે તેની કોફીન પાસે પ્રેયર માટે જવા કહ્યું અને આમ કરવાથી જેકને જિલની મિલ્કતનો કોઈ રાઝ મળશે અને જેક સુખેથી રહી શકશે. પણ,જેક એ કામ કરીને જે કાંઈ મળે તે ફાધરને જરૂરતમંદ લોકો માટે આપવા તૈયાર થયો.

પછી,જેક રાત્રે જિલની કબર પાસે જાય છે અને પાદરી એ કહેલા સેન્ટન્સ બોલે છે. આ સાંભળી જિલની આત્મા તેની સામે આવે છેને કહે છે કે હું જાણું છું કે ફાધરે જ તમને અહીં મોકલ્યા છે પણ મારી ભી એક શરત છે કેબોલવાનું નહિ હું કહું એ કોયડા નો ઉકેલ જો તમે આપી દો તો જ હું એ જગા બતાવું અને જેક હા પાડે છે. હવે,જિલ સવાલ કરે છેને જેકને તો એ નો ઉત્તર આવડતો હોય છે તેથી એક વર્ષ સુધી આમ ચાલે છેને પછી,જેક કંઈપણ થાય હવે મૌન રહીને જિલ નો ઉકેલ લાવવો છે એમ માની જિલ ની કબર પાસે જાય છે આજ પણ એ રીતે જ જિલ તેને સવાલ કરે છે. અને જેક કંઈપણ ન બોલતાં તેની સામે જીસસના સેન્ટન્સ બોલતાં રહે છે.ને જિલ નો મોક્ષ થાય છે પણ,જતાં-જતાં તે જેકને એક હવેલીનું એડ્રેસ આપે છે કે જેની નીચે ભી એક રૂમ જેવું હોય છેને ખજાનો ત્યાં રાખેલો હોય છે. જે લઈને જેક ફાધરને આપે છે.ને ફાધર તેનો યોગ્ય ઉપયોગ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational