Zalak bhatt

Action Fantasy

4  

Zalak bhatt

Action Fantasy

સી.આઈ.ડી. શોલે

સી.આઈ.ડી. શોલે

5 mins
224


•   દયા-લેડીઝ 

•   અભિજિત-મેઈન

•   અભય – સાથી

•   સુરેશ – વૈજ્ઞાનિક લેબર

•   જયેશ – સહયોગી

•   ઠાકુર નો કેસ

શોલેનામથી આપણે સૌ પરિચિત છીએ. ગબબર, ઠાકુર, જય-વિરુ, બસંતી, કાલિયા પૂરું પિક્ચર નજર સમક્ષથી પસાર થઈ જાય પણ આજે આપણે એ જ શોલેને સી. આઈ. ડી. ની સાથે જોડાવા જઇ રહ્યાં છીએ કે જો ગબબર નો કેસ ઠાકુર દ્વારા સી. આઈ. ડી. ને શોલ કરવા આપ્યો હોત તો શું થાત ?

રાયગઢ પહાડી વિસ્તારમાં આવેલું એક ગામ ને ત્યાં ઠાકુરનું ઘર હોય છે. ઠાકુર એક પોલીસ ઇન્સ્પેકટર હોય છે કાર્ય તે શહેરમાં કરતાં હોય છે પણ રજાના સમયમાં ગામમાં પોતાના પરિવારને મળવા આવી જતાં હોય છે. આજ, ઠાકુરે ગબ્બર જેવા ખતરનાક ગુંડાને જેલની સજા કરાવી હતીને ગબ્બરે તેને જેલ જતાં ધમકી ભી આપી હતી કે આ મારી સજા તને ખૂબ આકરી પડશે. ઠાકુર તેની વાતને અવગણે છે અને પોતાનાં ઘરના બધાં જ લોકો માટે કંઈક નવું લઈને જ્યારે ઘેર પહોંચે છે તો બધાંની લાશ તેની નજર સામે હોય છે. આ જોઈને ઠાકુર દુઃખી તો થાય જ છે પણ હાર માનતા નથી અને એ જ સિચ્યુએશનમાં એ તરત જ સી. આઈ. ડી. ને ફોન કરે છે.

સી. આઈ. ડી. પોતાની જીપમાં આવે છે અને સૌથી પહેલાં અભિજીત ઉતરે છે અને પછી પુરી ટીમ. જીપમાંથી ઉતરીને અભય પહેલાં તો ગામના લોકોને ત્યાંથી દુર જવા કહે છેને દયા તથા જયેશ સબૂત શોધવા લાગે છેને અભિજીત ઠાકુરને સવાલ કરે છે.

અભિજીત: સર, આપ આમ થવાનું કારણ મને કહો કે આ કામ કોણે કર્યું હશે ? તમને કોના પર શક છે?

ઠાકુર: સર, મેં તો કેસ તમને આપ્યો ત્યારે જ કહ્યું કે આ કામ ગબ્બરનામના ખતરનાક ડાકુ એ કર્યું છે.

અભિજીત : આપ આટલા વિશ્વાસથી કેમ કહી શકો કે આ કામ ગબ્બર દ્વારા જ કરવામાં આવ્યું છે ?

ઠાકુર : તમે ગામ લોકોના મોં જુઓ, અહીં નો માહોલ જુઓને આ રહેલી લાશ જુઓ તમને શું લાગે છે ?

(ત્યાં જ દયા આવે છેને અભિજીતને કહે છે)

દયા : સર, અહીં શૂઝના નિશાન મળી આવ્યાં છે જે 35 નંબરના છે.

અભિજીત: ઠાકુર સાહેબ, તો ગબ્બર 35 નંબરના શૂઝ પહેરીને આવ્યો હતો એમ !

ઠાકુર :સર, એ આવ્યો હતો ત્યારે હું અહીં નહોતો તો એ વાત હું કેમ કહી શકું?

અભિજીત : ઓકે, આપ અહીં નહોતા છતાં ભી કહી શકો છો કે ગબ્બર જ આ કામ માટે જવાબદાર છે !

ઠાકુર: આપ મારો કેસ શોલ કરવા આવ્યા છો? કે ગબ્બર નો !

જયેશ: અભિજીત ગરમ થાય તે પહેલાં જ આવીને કહે છે. ) એ શું છેને ઠાકુરજી કે અમે સી. આઈ. ડી. થી છીએ તોનાની-નાની બાબત ભી કેસ શોલ કરવા માટે ક્લિયર કરીએ છીએ.

(ત્યાં જ ગ્લોઝ પહેરેલાં હાથમાં 12 ગોળી લઈને દયા આવે છેને અભિજીતને કહે છે)

દયા: સર, બધી લાશમાંથી મળીને 12 ગોળી મળી છે જેણે ભી મારી છે તેણે બરાબર નિશાનો લઈને ગોળી ચલાવી છે.

અભિજીત : એમ તો આ ગોળીને જોઈને લાગે છે કે આ કોઈ પિસ્તોલની ગોળી તો નથી જ આ કોઈ લાંબી ગનની ગોળી છેને જેને પેલી પહાડી પરથી ચલાવવામાં આવી હશે. ને પછી તે ફરાર થયો હશે.

ઠાકુર: પિસ્તોલની ગોળી કેવી હોય તે બતાવું? મારી પાસે છે.

અભિજીત : ઠાકુરજી, અમે અહીં ફક્ત પિસ્તોલની ગોળી જોવા નથી આવ્યાં.

ઠાકુર: તો શું ગનની ગોળી જોવા આવ્યાં છો ?

જયેશ : વચમાં જ ઠાકુરને રોકે છેને કહે છે સર, અહીં તો ઠાકુરજીનાનાના છોકરાના હાથમાં પણ મોટી લાંબી ગન છે !

અભિજીત : ઓહ, ઠાકુરજી તમે તમારાંનાના દિકરાને ભી બંદૂક ચલાવતાં શીખવી છે?

ઠાકુર : આ શું થઈ રહ્યું છે ? મેં મારા દિકરાને બંદૂક આપી કે તે નિશાનો લેતાં શીખી શકે એટલે.

અભિજીત : એટલે. . . . . .  એટલે. . . . . . .

એટલે જ.

ઠાકુર : કેટલે . . . . કેટલે. . . . . . કેટલે સર?

અભિજીત : પહેલીઓ ન બુઝાઓ શું આ કામ આપનાનાના દિકરા એ તો નથી કર્યુંને ?

ઠાકુર : જો એણે કર્યું હોય તો એ અત્યારે અહીં લાશ બનીને હોય ?

અભિજીત : વાત તો વિચારવા જેવી છે જ ગોળી. . શૂઝના નિશાન . . . એનો નંબર 35 બરાબર ?

ઠાકુર : બધું જ બરાબર, સર તમે ગબ્બરને પકડવા જાઓ તેને આપ અહીં છો એ જાણ થઈ જ ગઈ હશે.

અભિજીત : સુરેશ . . . . સુરેશ. . . . . . . .

(ને એક જાડા કાચના ચશ્માં પહેરેલ ભાઈ આવે છે)

સુરેશ : યસ, સર

અભિજીત : આ ગોળી, આ ગન, આ શૂઝ બધું જ સાથે લઈ લો. અહીંના લોકોના ફોટો ભી.

ઠાકુર : કેમ, તમારાથી કેસ શોલ નહિ થાય ?

સુરેશ : એવું નથી સર, આ બધું જ અમે અમારી લેબમાં લઇ જઈએ છીએ તેનું સર્ચ કરીને પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

(આ સાંભળીને શોમાં સૂતેલો કફનની ચે રહેલોનાનો છોકરો બાજુની છોકરીને કહે છે)

છોકરો: દીદી, હવે બહુ ભૂખ લાગી છે વેફર ખાઈ લઉં?

છોકરી: (કફનની ચેથી જ ઈશારો કરીને ) ચૂપ થા હજુ કેસ શોલ નથી થયો. હોસ્પિટલમાં જવાનું બાકી છે.

અભિજીત આ વાત સાંભળી જાય છેને તરત જ બોલે છે.

અભિજીત : કોણ હશે ? કોણ હશે ?

ને લાસ્ટ સ્પીચ આપનાર તરત જ બોલે છે કે હવે ઠાકુરના પરિવારનું ખૂન કોણે કર્યું ? ઠાકુરે ગબ્બર પર મુકેલો ઇલજામ કેટલો ખરો છે ?ને લેબમાં ગયા બાદ આ કેસનો હલ શો આવે છે ? તે બધું જ જાણવાં માટે જોવો સી. આઈ. ડી. નો આવનારો એપિસોડ ત્યાં સુધી “જય હિન્દ”

“જય ભારત”

(જરાં, સાથ મને દઈ દે ઠાકુર)

ગબ્બરનો રોલ કરનાર ઠાકુર ચા પી’તો હતો ત્યાં આવે છેને કહે છે.

ગબ્બર: યાદ છેને મેં તને કીધું હતું ? પણ, ભાઈ તું તો ઠાકર એટલે ઠાકુર બનવાનું પસંદ કર્યું. હવે એપિસોડ પૂરો થશે. ત્યારે હું આવીશ. તું એટલો વખત કામ કર, મારી ગેંગમાં હોત તો કામ ભી પૂરુંને પેમેન્ટ જો આ મળી ગયું. હું જાઉં છું રાયગઢ તું બન સી. આઈ. ડી. નું સઢ આ કોરોના કાળમાં.

(આમ કહી ગબ્બર ચાલ્યો જાય છે. )


Rate this content
Log in

Similar gujarati story from Action