સ્વપ્નનું સત્ય - 4
સ્વપ્નનું સત્ય - 4
હવે,રાત પડવા આવી ને સ્નેહા વિચાર તથા અચંબિત થઈ ને એવી તો થાકી હતી કે સુવા માટે બેડ પર જાય છે ને હજુ બેસે છે ત્યાં તો કાળા કપડાં પહેરેલ ભૂત દેખાય છે ને પછી ઓઝલ થઈ જાય છે. ઉપર રહેલ ઝુમ્મર હલવા લાગે છે. ધીમે-ધીમે તે નીચે આવતું દેખાય છે. સ્નેહા તરત જ ઊઠે છે તો રૂમ માં રહેલાં વાઘ ની આંખ ચમકે છે. તેનો અવાજ પણ સંભળાય છે. સ્નેહા દરવાજા તરફ જાય છે તો દરવાજો બંધ થવા લાગે છે. ને જીવ ના જોખમે સ્નેહા શક્તિ લગાવી દોટ મૂકે છે ને રૂમ ની બહાર નીકળે છે. તો આ શું? હું ક્યાં છું?
સ્નેહા ને ઘણું અજુગતું લાગે છે. કેમકે,થોડીવાર પહેલાં જે ભવ્ય મહેલ તેણે જોયો હતો તે ખંડેર બની ગયો હોય છે. જ્યાં-ત્યાં ધૂળ ની ડમરી ઊડતી હોય છે. ઝુમ્મરને દીપક ની જગા પર ખોપડી,હાડ પિંજર ને મરેલાં ભૂત બની ગયેલાં માણસોની લાશ દેખાય છે. ને તે બધાં સ્નેહા સામે હસતાં હોય છે ને કહેતા હોય છે આવો. . . આવો. . . . . અમારી સાથ માં આવો. . . .
સ્નેહા હિંમત થી આગળ વધે છે મન માં માતાજી નું નામ લેતી તો તેના પર પથ્થર પડવા લાગે છે. ત્યારે સ્નેહા જાણ બચાવવા એક ખુણા માં જઈ ને ઊભી રહે છે જ્યાં તેને તેની સખી જેવી નર્સ મળે છે પણ અત્યારે તે પણ બધાં ની જેવા જ સ્વરૂપ માં હતી. સૌ જેવા જ ડરામણા અવાજ ને પહેરવેશ છતાં તે સ્નેહા ને ખેંચી ને એક જગા એ લઈ જાય છે. જ્યાં રૂમ નો દરવાજો બંધ હોય છે. ને નર્સ ગુસ્સે થઈ ને કહે છે આ ઝુડા માં ત્રિશુળ વાળી ચાવી છે. જો દરવાજો ખુલશે તો તું બચી જશે.
સ્નેહા તરત જ ચાવી શોધવા લાગે છે. ને ચિહ્નન મળે છે. તે ચાવી પર નાડાછડી લગાવેલ હોય છે. ને સ્નેહા જરાં પણ રાહ જોયાં વગર તાળું ખોલે છે ને અંદર જાય છે. તો એક અલૌકિક ઉર્જાનો અનુભવ કરે છે. તેની સાથ માં રહેલ નર્સ નું ભૂત એક સુંદર યુવતી માં પલટાય છે. ને તે સ્નેહા નો આભાર માને છે. ને કહે છે
યુવતી: આપ ખરેખર મહાન છો મેમ,આટલા વર્ષો થી અહીં બંદી બનેલી આત્માઓ ને આપ મુક્તિ અપાવશો. ને આપના હાથે આ માતા ની મૂર્તિ પણ મુક્ત થશે આ રૂમ ની બહાર નીકળશે. આજ સુધી આત્માઓ દ્વારા કરાવવા માં આવી રહેલા ગુનાહો નો અંત આવશે.
સ્નેહા: એ વળી શું આત્મા દ્વારા ગુનાહ?
યુવતી : હા, તમે જોયું એ જ રીતે જીવતા માણસ ને મારી ને તેની આત્મા ને બંદી બનાવી અહીં ના અઘોરી અને તાંત્રિકો આત્મા પાસે થી કાર્ય કરાવી ને લોકો ને ઠગતા હતાં. બધી જ આત્માઓ ખરાબ નથી હોતી અને તેથી જ અહીં મને પણ અડગ રહેવા ની હિંમત મળી. છેલ્લે હું પણ ડરી ગઈ હતી ને ત્યાં જ તમે આવ્યાં. તમે ખુદ ને જાણતાં નથી પણ આવો કહી ને તે યુવતી સ્નેહા ને રૂમ ની અંદર રહેલા એક પણંત પર મઢેલા કબાટ પાસે લઈ જાય છે.
કબાટ ખોલે છે ને અંદરથી તે કબાટમાં બીજા રૂમમાં જઈ શકાય તેવો છૂપો દરવાજો હતો. સ્નેહા તો કહે વાહ! આ શું જાદુ છે?ને તે યુવતી કહે છે જાદુ નહિ આ આપનો રૂમ છે. રાજકુમારીજી આપને આવા અનેક જાત ના જાદુ, રહસ્ય નો બહુ જ શોખ હતો ને તમે ખુદ જાદુ કરી પણ શકતાં ને આપ એ જાદુ નો સદા બીજા ની સહાય માટે ઉપયોગ કરતાં પણ ગામના પંડિતો અને તાંત્રિકો ને આ પસંદ ના પડ્યું અને એકવાર તમે જ્યારે બગી માં બેસી ને નીકળ્યાં તો એ બગી ચાલક ને હટાવી બીજો માણસ બેસાડી દેવા માં આવ્યો કે જેણે તમને પાછા ફરતી વખતે ફળો માં ઝેર ઉમેરી ને આપી દીધું. ને પછી ની વાત તમે જાણો છો.
સ્નેહા : બધું સાચું પણ પછી ની વાત હું જાણું છું ની તને કેમ ખબર?
યુવતી : હસે છે, ને સ્નેહા ને સાથે લઈ જઈ ને એક અરીસો બતાવે છે કે જેમાં સ્નેહા પોતાને જુએ છે ને એ યુવતી,રાજકુમારી હોય છે. અને પછી કહે છે બસ, એટલે તમને અહીં બોલાવનાર પણ હું હતી. કેમકે,મારે મારાં ગામ ને એક સશક્ત શાસક આપવો હતો. ને તમે પૂર્ણ રીતે તેમાં પાસ થયા છો. ચાલો,હવે માતા ની મૂર્તિ ને આ સ્થાનમાંથી મુક્ત કરીએ. અને બંને માતા ની મૂર્તિ પાસે જાય છે.
જ્યારે સ્નેહા ને રાજકુમારી બહાર નીકળે છે તો મહેલ દિવસે હતો તેવો જ સુંદર બની જાય છે. ને બધી જ આત્માઓ મુક્ત થાય છે. બધી આત્માઓ આકાશ તરફ જવા લાગે છે. બહાર થી ગામ લોકો આ દ્રશ્ય જોઈ રહે છે. સ્નેહા દેવી ના સ્વરૂપ ને તે રૂમ માંથી બહાર લાવી ને મુખ્ય હોલમાં સ્થાપિત કરે છે. ત્યાં જ રાજકુમારી ની સાથે માથે પાઘ બાંધેલો એક યુવક પણ દેખાય છે.
સ્નેહા : આપ કોણ? કાંઈ મને તો બંદી નથી બનાવવી ને?
યુવા : ના બહેન તમારા પર તો ગર્વ થાય છે કહી એ સલામ કરે છે ને પોતાની ઓળખ આપતાં કહે છે કે હું બીસરા મુડા છું. ભારત આઝાદ નહોતું ત્યારે આ જગા એ આપની જેમ જ હિંમત બતાવી ને આગળ વધ્યો હતો. શહીદી બાદ લોકો એ માન આપ્યું,હાર પહેરાવ્યો. પણ,મારા કાર્ય ને તેઓ ન ઓળખી શક્યા ન સમજી શક્યા ને હું મારા જેવા વીર ને આ જગા પર જોવા માંગતો હતો. આપ જેવી સાહસી મહિલા ને જોઈ ને ખુબ જ ખુશ છું ને હવે હું પણ મોક્ષ પામી શકીશ. હું અને રાજકુમારી આપને અમારું ચલકંદ ગામ સોંપી ને જઈએ છીએ અહીં ના લોકો ને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરી સાહસી, વીર અને વિવેકવાન બનાવજો. પ્રણામ કહી ને તેઓ પણ આકાશ માં જતાં રહે છે.
સ્નેહા એક રીતે ખુશ પણ થાય છે કે બધાં ની આત્મા ને શાંતિ મળી ને બીજી રીતે દુઃખી પણ કે રાજકુમારી જેવી બેસ્ટ ફ્રેન્ડ તેણે ગુમાવી દીધી. આ બધું બન્યાં પછી સ્નેહા જરાં શાંતિ અનુભવે છે. તે થાકી ને ત્યાં માતાજીની મૂર્તિ પાસે જ ઢળી પડે છે.
(ક્રમશઃ)
