સ્વપ્નનું સત્ય - 2
સ્વપ્નનું સત્ય - 2
થોડીવારમાં ડોકટર પણ આવતાં જ હશે ને હું જરાં ગાર્ડનમાં ચક્કર મારતો આવું ઓકે.
સ્નેહા : પણ,સૌરભ. . . . . તું અહીં કેવી રીતે ?
સૌરભ : પણ,એ વાત પછી કરશું ને સૂઈ જા.
સ્નેહા : ઓકે, એ જ ઠીક રહેશે. તને હું પછી વાત કરીશ. ને તું આવી ગયો છે તો ક્યાંય જતો નહી હમણાં મારી સાથે જ રહેજે.
સૌરભ : લે,એ તે કંઈ કહેવાની વાત છે ?
ચાલ, સૂઈ જા પછી મળીએ.
સ્નેહા સૂવા જાય છે ને સૌરભ ગાર્ડન માં,ખુદને દિલાસો દઈને સ્નેહા સૂવા જાય છે. ને ત્યાં જ તેના મોબાઈલની રીંગ વાગે છે. ને આ શું ? સૌરભનો ફોન ? સ્નેહા ફોન એટેન્ડ કરે છે ને કહે છે સૌરભ તું પણ ! આમ, ગાર્ડનમાંથી ફોન કરવાની શું જરૂર છે ? વાત કરવી હોય તો અંદર આવ. હજુ હમણાં જ તો સૂઈ જ કહીને તું બહાર ગયો.
સૌરભ : સ્નેહા, તું ઠીક તો છે ને ? તને ખબર છે કે હું ક્યાં છું. મેં કહેલું કે બે-ત્રણ દિવસ થશે મને ત્યાં પહોંચતાં. તો તારી સાથે હું કેમ પહોંચું ? ને આ શું વળી! તને સૂવાનું હું શું કામ કહું ? તું ઠીક તો છે ને ?
(સ્નેહા, કંઈ નક્કી કરી શકતી નથી કે આ શું બની રહ્યું છે.)
સ્નેહા : સૌરભ, અહીં તારા જેવો જ તો એ બહેરુપીયો છે. અને તારી જેમ જ મને સરાહે છે. આ જગ્યા કંઈક અલગ છે. હું એની સાથે ત્રણ દિવસ પાસ કરી લઈશ.પણ, તું અહીં પહોંચજે કોઈપણ રીતે કેમકે, મને અહીં કંઈક ઠીક નથી લાગતું. જગા, માણસ, વાતાવરણ સેકંડ માં ફરે છે ! જાણે કે જાદુ થતો હોય.
સૌરભ : ઠીક છે. તારી જાત ને સાચવજે મન મક્કમ રાખજે ને આપણો જીવનમંત્ર યાદ રાખજે. “આપણે પડછાયા ને પલટાવી દઈએ એવા પોલીસ છીએ.” તો ડરતી નહીં. પણ,ડરાવી દે જે . એ જગા ને એક પોલીસ ની નજરે જો ને કેસ સોલ્વ કર.
સ્નેહા : ઓકે અઘરું છે. પણ,કરીશ ને તું. . .
સૌરભ : અજી,ને કંઈ નહીં થાય ડોન્ટ વરી
(ને ત્યાં જ સ્નેહા પાસે એક નર્સ આવે છે. જે સ્નેહા ની પાસે દવા દેતાં કહે છે )
નર્સ : મેમ,હું આપની માનીતી દાસી,સખી,બહેન જે કહો તે છું. ને આ બધાં જ આપનો લાભ લેવા માંગે છે. આપ પહેલા આ મહેલ ની રાજ કુમારી હતાં ને એક અદભુત શક્તિ આપની અંદર હતી કે જે આપના જવાથી એક મુર્તી માં પ્રવેશી ગઈ છે ને હવે,તમે આવી ગયાં તો એ મુક્ત થશે. મારો ભરોસો કરો મેમ,કોઈ ની વાત સાચી માનતા નહિ.
સ્નેહા : તારી સ્પીચ પર થી લાગે છે કે તું સાચું બોલી રહી છે. પણ,આ બધી વાત ની વૈભવ અદા ને કેમ ખબર પડી કે તેણે મને અહીં મોકલી ?
નર્સ : મેમ,મને ખબર નથી કદાચ બંગલો ભૂતિયો છે એમ સમજી ને તમને અહીં મુક્યા હોય. ને હા,મારે પણ હું તેમની સાથે છું નું નાટક કરવું પડશે. પણ,આપ મારા પર ભરોસો કરો. તે મૂર્તિ સુધી હું તમને લઈ જઈશ.
સ્નેહા : થેન્ક યુ સો મચ
ને ત્યાં જ ગાર્ડન માં ગયેલો સૌરભ આવ્યો ને નર્સ ને ખીજાવા લાગ્યો કે શા માટે તેને હેરાન કરે છે ? તને ખબર નથી કે એને આરામ ની જરૂર છે ?
નર્સ : હા,સર હું તેમને નાસ્તો ને ચા આપવા આવી હતી.
સ્નેહા : હા,સૌરભ ચિંતા ન કર. હવે,કંઈક સારું લાગે છે.
(પછી,નર્સ જતી રહી ને સૌરભ પણ કામ કરી ને આવું અહીં ટાવર નથી કહી બહાર જતો રહે છે. )
સ્નેહા,મન માં ને મન માં ઈશ્વર નો આભાર માને છે કે આ જગા એ પણ તે મને સાથ આપી દીધો. તું ગજબ છે. ને પછી થોડું મહેલ માં આંટો મારવા બહાર નીકળે છે ને અચંપણત બની જાય છે. બહાર એમ વિશાળ હૉલ હોય છે. ઉપર ટંગાયેલું મોટું ઝુંમર જે હવા આવવા થી અવાજ કરતું હતું અને નીચે બેઠક વ્યવસ્થા, વિશાળ ટેબલ તેની આસપાસ જાહોજલાલી ને પુરાતન કાળ નો નાઈટ લેમ્પ,ખળીયો, કલમ,કાગજ વગેરે. ખુણા માં મોટી બારી પાસે એક શાહી ઝુલો ને તેના પર મોર -પોપટ ના ચિત્રો અંકિત કરેલા તેની કલા થી સ્નેહા પ્રસન્ન થઈ ગઈ ને ત્યાં જ પાછળ થી સર્વિસ મેન બનેલા અદા આવી ને બોલ્યાં !
સર્વિસ મેન : રાજકુમારીજી આ શાહી ઝુલો છે. જેના પર રાજ-રાણી શાનથી ઝૂલતા અને બહાર બાગમાં આવતાં મોર, પોપટ, બતકને નિહાળતાં હતાં.
(સ્નેહા બધું જ ધ્યાનથી જોઈ રહી હતી ને અચાનક અવાજથી સહમી ગઈ.)
સ્નેહા : દાદા,બીજું શું છે ? અહીં જોવા જેવું બતાવશો કે.
ત્યાં જ સૌરભ આવે છે ને કહે છે ચાલ સ્નેહા અહીંની ઓળખાણ કરાવું.
(ક્રમશઃ)
