સ્વીટ (મીઠાઈ)...માઇક્રોકીકશન
સ્વીટ (મીઠાઈ)...માઇક્રોકીકશન


એક પિતાએ પોતાની યથાશક્તિ પ્રમાણે તેની વ્હાલી દીકરીનાં લગ્ન કરાવ્યા, લગ્નપ્રસંગ પણ શાંતિથી પૂર્ણ થઈ ગયો, દિકરી દુઃખ સાથે ઘરનાં બધાં જ પરિવારનાં સભ્યોથી અલગ થઈ ગઈ, અને ઘરના બધા જ સભ્યોએ દુઃખ સાથે તેને વળાવી.
લગ્નનાં એક અઠવાડિયા બાદ પિતાએ ધીમે- ધીમે જે કોઇનાં બિલ ચૂકવવાના બાકી હતાં એ બધાં જ બિલો ચૂકવી દીધાં.
એવાંમાં તેમનાં એક સબંધીનો કોલ આવ્યો, અને કહ્યું કે લગ્ન પ્રસંગ તો ખુબજ સરસ રહ્યો, પરંતુ જો તેમાં જમવામાં એકાદ સ્વીટ વધારે રાખી હોત તો વધુ સારું રહ્યું હોત....!"
પિતાએ "હા ! બરાબર છે તમારી વાત." -એટલું કહીને કોલ ડીસકનેક્ટ કરી નાખ્યો. અને મનમાં વિચારવા લાગ્યાં કે, "આ દુનિયામાં પણ એવાં માણસો પડ્યા છે કે તમે ગમે એટલું સારું કાર્ય કરો પરંતુ એ લોકો તો ભૂલ શોધવાના જ છે....એ લોકો લગ્નમાં આવે છે કે માત્ર જમવા માટે એ નહીં સમજાતું....!"