Rahul Makwana

Tragedy Fantasy

4  

Rahul Makwana

Tragedy Fantasy

સ્વેટર

સ્વેટર

5 mins
500


ઋતુચક્ર એક કુદરતે ગોઠવેલ એક ફીનોમીના છે, જે અવિરત પણે તેની જાતે ચાલ્યાં જ કરે છે. ચોમાસા પછી શિયાળો, શિયાળા પછી ઉનાળો અને ઉનાળા પછી ચોમાસુ આવે જ છે. કુદરતનાં આ ઈશારાને આપણે જો સમજવા માટે પ્રયત્ન કરીએ તો એ આપણને એવું સમજાવવા માંગે છે કે મનુષ્યે પણ પોતાની પ્રગતિ માટે અવિરત અને સતત મહેનત કરતી રહેવી જોઈએ. અને સમય પ્રમાણે પોતાની જાતમાં પરિવર્તન પણ લાવતાં રહેવું જોઈએ.

સમય : સવારનાં 9 કલાક.

સ્થળ : અશ્વિનભાઈનું ઘર.

 રવિવાર એટલે શાંતિનો દિવસ, આખા અઠવાડિયે કરેલ દોડાદોડી વચ્ચે આરામ કરવાનો એક દિવસ. શરીરને ચાર્જ કરીને નવી ઊર્જા સાથે આવતા સોમવારની પૂર્વ તૈયારી કરવાં માટેનો મોકો એકલે રવિવાર, ભાગદોડ ભરેલ ખૂબ જ જટીલ જીવનમાં પરીવાર સાથે સમય વિતાવવા માટેનો એક દિવસ એટલે રવિવાર. આથી અશ્વિનભાઈ, તેનાં પત્ની કાજલબેન આજે ખૂબ જ આનંદ અનુભવી રહ્યાં હતાં. તેમાં પણ તેના લાડલા દીકરાનો આજે જન્મદિવસ હતો, જે જાણે રવિવારના આનંદમાં જેવી રીતે સોનામાં સુગંધ ભળે તેમ તેઓનાં આનંદમાં વધારો કરી રહ્યો હતો.

આથી અશ્વિનભાઈ અને કાજલબેન નિરવના બેડરૂમમાં કેક લઈને તેને સરપ્રાઈઝ આપવાં જાય છે. નિરવના બેડરૂમમાં તેઓનાં પ્રવેશવાનાં અવાજને કારણે નીરવ સફાળો પોતાનાં બેડમાંથી અચાનક જાગી જાય છે. સવારમાં આંખો ખોલતાની સાથે જ પોતાનાં માતાપિતાને હાથમાં આવી રીતે કેક લાવેલાં જોઈને નીરવ ખૂબ જ ખુશ થયો. નીરવ મનોમન બધાં છોકરાવને પોતાનાં માતા પિતા જેવા માતા પિતા આપવાં માટે બે હાથ જોડીને મનોમન પ્રાર્થના કરે છે.

 ત્યારબાદ નીરવ હોંશે હોંશે બર્થ ડે કેક કટિંગ કરે છે, કેકનું પહેલું બાઈટ તે પોતાના પિતા અશ્વિનભાઈને ખવડાવે છે, જ્યારે બીજું બાઈટ તે પોતાનાં મમ્મી કાજલબેનને ખવડાવે છે. આમ જાગતાની સાથે જ નીરવને પોતાનાં માતા પિતાથી અણધાર્યું સરપ્રાઈઝ મળવાને લીધે ખૂબ જ આનંદ અનુભવી રહ્યો હતો.

 ત્યારબાદ તેઓ બર્થ ડે સેલિબ્રેશન કરે છે, અને સેલિબ્રેશન પૂર્ણ કર્યા બાદ તે બધાં ચા નાસ્તો કરવાં માટે ડાઈનિંગ ટેબલ પર બેસે છે. નાસ્તો કરતાં કરતાં અશ્વિનભાઈ નિરવની સામે જોઈને પૂછે છે.

"તો ! બેટા...તારે તારા આ બર્થ ડે પર શું ગિફ્ટ જોઈએ છે ?" અશ્વિનભાઈ નીરવની સામે જોઈને પૂછે છે.

"જી ! પપ્પા મારે મારા આ બર્થ ડે પર દસ સ્વેટર જોઈએ છે." નીરવ થોડું વિચાર્યા બાદ પોતાનાં પિતાને પોતાની ઈચ્છા જણાવતાં બોલે છે.

 નીરવની આ વાત સાંભળીને પળભર માટે તેનાં માતા પિતા પણ ચોંકી ઊઠે છે. તેઓના મનમાં એકસાથે ઘણાં પ્રશ્નો જેવા કે - શું નીરવ હજુપણ ઊંઘમાં હશે ? નીરવે બર્થ ડે ગિફ્ટમાં માંગી માંગીને દસ સ્વેટર શાં માટે માંગ્યા હશે ? આ સ્વેટર માંગવા પાછળ નીરવનો હેતુ શું હશે ? - આવા અનેક પ્રશ્નો ઉદભવે છે.

"નીરવ ! દસ સ્વેટર જ શાં માટે ? તું ઈચ્છે તો કોઈ મોટી અને કિંમતી ગિફ્ટ જેવી કે મોબાઈલ, લેપટોપ, બાઈક પણ માંગી શકે છો ?" અશ્વિનભાઈ ખાતરી કરતાં કરતાં નીરવની સામે જોઈને હેરાની સાથે પૂછે છે.

"હા ! બેટા તારા પપ્પાની વાત એકદમ સાચી છે." કાજલબેન અશ્વિનભાઈની વાતમાં સૂર પુરાવતાં બોલે છે.

"પપ્પા ! મારા આ બર્થ ડે પર દસ સ્વેટર માંગવા પાછળ મારો એક હેતુ છૂપાયેલો છે ?" નીરવ તેનાં પિતાની સામે જોઈને જણાવતાં બોલે છે.

"કયો હેતુ બેટા ?" અશ્વિનભાઈ અચરજ અને આતુરતાવશ થતાં નીરવને પૂછે છે.

"પપ્પા હાલ શિયાળો પૂરેપૂરી રીતે જામી ગયો છે. આપણને "ગુલાબી" ઠંડી લખવી સારી લાગે છે, પરંતુ જે લોકો આ ગુલાબી ઠંડીમાં ખુલ્લા શરીરે ફૂટપાથ પર રાત વિતાવે તે લોકોને આ ગુલાબી ઠંડી કેવી હોય છે તે એકદમ ખ્યાલ હોય છે." નીરવ વાત આગળ ધપાવતાં બોલે છે.

"પણ ! બેટા એને અને તારી બર્થ ડે ગિફ્ટને શું લેવાં દેવાં ?" કાજલબેન નિરવની સામે જોઈને પૂછે છે.

"મમ્મી હું જ્યારે બે દિવસ પહેલાં મારી સ્કૂલે જઈ રહ્યો હતો, ત્યારે રોડની કિનારી પાસે રહેલ ફૂટપાથ પાસે લોકોની ભીડ જામી હતી, આથી ત્યાં શું બન્યું હશે તેનો અંદાજ લગાવવા માટે મેં સ્કૂલ રીક્ષાવાળા અંકલને પૂછ્યું...તો તેમણે મને જણાવ્યું કે,"શિયાળાએ આજે ફરી એકવાર ગરીબ, લાચાર અને બેબસ વ્યક્તિનો ભોગ લીધેલ છે. એક ગરીબે આજે કાતિલ ઠંડીને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. આવું તો દર શિયાળામાં અનેક ગરીબ લોકો સાથે બનતું જ હોય છે." નીરવ પોતાની આંખોએ બે દિવસ પહેલાં જે ઘટનાં જોઈ હતી તે યાદ કરતાં કરતાં જણાવે છે.

"તો તું આ દસ સ્વેટરનું શું કરવા માંગે છો ?" કાજલબેન નીરવની સામે જોઈને પૂછે છે.

"હા ! મમ્મી હું આ દસ સ્વેટર એ ગરીબ, લાચાર અને બેબશ વ્યક્તિઓને આપવાં માંગુ છું, જેથી તે ગરીબ લોકોને કાતિલ ઠંડીમાં ફંફ પહોંચાડીને તેઓનો જીવ બચાવી શકાય." નીરવ પોતાની ઈચ્છા જણાવતાં જણાવતાં બોલે છે.

"વાહ સરસ બેટા…તારા આ બર્થ ડે પર તને દસ નહિ પરંતુ સો સ્વેટર લઈ આપીશ...માત્ર સો સ્વેટર લઈ જ નહીં આપીશ પણ આજે તારી સાથે આવીને ગરીબ અને લાચાર વ્યક્તિઓને આપવાં માટે પણ આવીશ..!" અશ્વિનભાઈ પોતાનાં પુત્ર પર ગર્વ મહેસુસ કરતાં કરતાં બોલે છે.

ત્યારબાદ નીરવ તેનાં માતા પિતાને ભેટીને તેઓનો ખુબ ખુબ આભાર માને છે. જ્યારે આ બાજુ અશ્વિનભાઈ અને કાજલબેન નીરવનાં માતા-પિતા હોવાનો ગર્વ મહેસૂસ કરી રહ્યાં હતાં, ત્યારબાદ તે બંને બજારમાં જાય છે, સો સ્વેટર ખરીદે છે. જે ઝૂંપડપટ્ટી અને ફૂટપાથ પર રહેતાં ગરીબોને દાન કરે છે. આવું સદકાર્ય કરવાને લીધે નીરવ અને અશ્વિન એક અલગ જ પ્રકારનાં આનંદની અનુભૂતિ કરી રહ્યાં હતાં.

"નીરવ તારા બર્થ ડે તો ઘણાં ઉજવ્યાં પણ આજે તારો બર્થ ડે ઉજવવામાં મનને ઘણી બધી શાંતિ મળી છે." અશ્વિનભાઈ પોતાનાં મનની લાગણી જણાવતાં નીરવની સામે જોઈને બોલે છે.

"યસ ! પપ્પા આજે ખરા અર્થમાં મારો જન્મ દિવસ અને રવિવાર પણ ઉજવાય ગયો." નીરવ ખુશ થતાં થતાં તેનાં પિતાને જણાવે છે.

ત્યારબાદ તેઓ પોતાનાં ઘરે પાછા ફરે છે, અને લંચ કરે છે, લંચ કર્યા બાદ તેઓને કુદરતી રીતે એટલું શુકુન કે શાંતિનો અનુભવ થયો કે પથારીમાં પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ...જે લોકોને લાખો, કરોડો રૂપિયા ખર્ચતા પણ નસીબ નથી થતી હોતી.

 મિત્રો આપણે પણ આપણાંથી જેટલી શક્ય હોય તેટલી મદદ ગરીબોને કરવી જોઈએ, ભલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલી પણ મદદ ચોક્કસથી કરવી જોઈએ, કોણ જાણે એ ગરીબ લોકો તરફથી મળતી દુવાઓ આપણને જીવનમાં ક્યાં કામમાં આવી જાય.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy