સ્વાભિમાન
સ્વાભિમાન


નિલકંઠ વિદ્યાપીઠમાં આજે એક અનોખી સ્પર્ધા હતી- "વાલીઓની વકતૃત્વ સ્પર્ધા". વિષય હતો સ્વાભિમાન. બધા આ વિષય પર ખૂબ સરસ બોલી રહયા હતા. નિલેશભાઈ એ કહ્યું કે કોઈ સામે ના જૂકવું એ મારો સ્વભાવ અને સ્વાભિમાન છે. એ માટે એણે કેટલાક દ્રષ્ટાંત પણ આપ્યા. દરેક ને પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. કોઈ દેશ વિશે બોલ્યા, કોઈ શિક્ષણ વિશે બોલ્યાં.
દલપતભાઈ આ બધું સાંભળતા હતા. તેમની દીકરી વૈષ્ણવી તેમના ખોળામાં રમતી હતી. તે બોલવા ઉભા થયા અને વૈષ્ણવીને થોડીવાર માટે બાજુની ખુરશીમાં બેસાડી. દલપતભાઈ માઇક પાસે પહોંચ્યા ત્યાં તો વૈષ્ણવી ને અહીં એકલું લાગવા માંડયું. બાપ દીકરીની નજર મળી. દલપતભાઈ એ શરૂ કર્યું, " મારી દીકરી જ મારું સ્વાભિમાન...... આટલું બોલીને તે વૈષ્ણવી પાસે દોડી ગયા અને આ બાજુ તાલીઓનો ગડગડાટ શમવાનું નામ જ લેતો નહોતો.