સૂનો રહી ગયો હું અને એ ઝરૂખો
સૂનો રહી ગયો હું અને એ ઝરૂખો
આમ નજરો ઢાળી અમે વાટ જોતા હતા.
હું અને મારો ઝરૂખો આ કામ કરતા હતા,
બસ એકજ કામ હવે અમારી પાસે રહી ગયું હતું
ગયા તમે કહી હું આવીશ પછી
તું જોજે મારી રાહ અને બસ
અમે હજી પણ રાહ જોઈ બેઠા હતા,
નીકળી બારાત કોઈની આમ એ ઝરૂખા પાસેથી
ને જોયુ દુલ્હનનો ચહેરો
આંખો અમારી ફાટી રહી ગઈ હતી,
વચન તો પાળ્યું તમે પાછા આવવાનું સનમ
પાછા આવીને પણ તમે અમારા ન હતા.

