સ્ત્રી
સ્ત્રી


કોઇ સ્ત્રી દસ માણસની હાજરીમાં કોઈ વ્યકિત સાથે વાત કરે તો સમાજ વાતો કરે..
જો એ એકાંતમાં વાત કરે તો પણ સમાજ વાતો કરે..
એ કોઇ સાથે ઊભા રહીને વાત કરે કે કયાંક બેસીને વાત કરશે, તોય સમાજ વાતો કરશે..
એ એફબી કે વોટ્સએપ વાપરશે તો લોકોની નજરમાં ખરાબ ગણાશે.. છતાં પસંદગીની વાત આવે ત્યારે મેચ્યોર જ જોઈએ.
સ્ત્રી મૌન રહે તો એ ખોટી સાબિત ગણાય.. ને સત્ય રજૂ કરે તો એમ કહેવાય કે સાબિત એ લોકોને કરવું પડે જે ખોટા હોય.
જો એ તૈયાર થઈને જાય તો એને અધીરી કહેવાય.. અને ન તૈયાર થઈને જાય તો ફુવડ કહેવાય.
સવાલ કરવાનો એને હક નથી.. પણ જવાબ આપવો એ એની ફરજ છે.
સમાધાન કરવું એ એને હક્ક નથી.. પણ સ્વીકારી લેવું એ એની ફરજ છે.
નીચું જોઈને ચાલે, તો કંઇક ખોટું કર્યું એમ સમજે.. ને ઊંચું જોઇને ચાલવા પર અભિમાની કહેશે સમાજ.
એ ઉંબરો ઓળંગે તો સમાજ વાતો કરે..
ને ઉંમર ઓળંગી જાય તો પણ સમાજ વાતો કરે..
સ્ત્રી વિશે વાતો કર્યા સિવાય સમાજને બીજું કોઈ કામ જ નથી.
એટલે સમાજનો વિચાર છોડીને જીવી લેવું.