@kano prajapati

Abstract Inspirational

4.5  

@kano prajapati

Abstract Inspirational

અંતરની વાત

અંતરની વાત

6 mins
12.3K


ખુલ્લી જગ્યામાં તે બેઠો હતો. ખુબ જ શાંત વાતાવરણ હતું. મીઠુડો પવન લહેરાતો હતો. સૂર્યાસ્તનો સમય હતો. ભીની માટીની સુગંધ આવી રહી હતી. જાણે કયાંક ભગવાને અમૃત છાંટ્યું હશે. પંખીઓ કલરવ કરી રહયાં હતા. થોડી જ સામે ની બાજું નજર કરીએ તો પર્વતની હારમાળાઓ નજરે ચડતી હતી. ખૂબ જ ઊંડો શ્વાસ લઈ ને એ ખૂબ જ ગહેરાઈમાં ઘણાં બધાં વિચારો કરી રહ્યો હતો. પણ એને આ સુંદર પળ ખૂબ જ દિલથી માણવી હતી. ઘરે જવાની ઈચ્છા ન હતી. બસ એમજ થયા કરતું હતું કે ભગવાનની આ વ્હાલી પ્રકૃતિની ગોદમાં અનંત સુધી ચાલ્યો જાઉં. અને આ પળે પળ માણી લઉં. આકાશ તરફ આંખો જતી રહેતી હતી. અને હુંંફ લેતા કરતો હતો. સતત ભગવાનની આ વ્હાલી પ્રકૃતિનો સુંદર અહેસાસ લીધાં જ કરતો હતો. જાણે ભગવાન સાથે વાતો કરી રહ્યો ના હોય.

ખૂબ જ જાગૃત અવસ્થાનો વ્યક્તિ હતો. "આંખો ભીની હતી". અને એક જ વાત વારંવાર લાવી ને બેસાડતો કે ભગવાન કયાં આવી ગયો હુંં? મારે તો તારી પાસે આવવું છે. મને અહીં નથી ફાવતું. જેમ બને તેમ, મને તમે તમારામાં સમાવી લો. 

"તે ગૃહસ્થ વ્યક્તિ હતો." પણ જાણે વૈરાગી.

બાળપણ ખૂબ જ વાગોળી રહ્યો હતો. કારણ કે તેના મતે બાળપણ તેની શ્રેષ્ઠ અવસ્થા હતી. અને યુવાની પસાર થઈ રહેલી હતી. વૃદ્ધાવસ્થાનો કોઈ અનુભવ ન હતો. 

કુટુંબ ઘણું જ મોટું હતું પણ તેના ઘરમાં કુલ ચાર સભ્યો હતા. સૌથી મોભી તરીકે હતો. સમજદારી અને જવાબદારી ધરાવતો માણસ હતો. ખૂબ જ શાંત પ્રકૃતિનો માણસ હતો.

"મનોમન ભગવાનની સાથે વાત કરતો હતો." અને કહેતો કે 

"યાર.... બાળપણ માં કેવી મજા આવતી હતી. તે જીવન ખુબ ગમતું હતું પણ હવે તો મજા જ નથી આવતી. નાનો હતો ત્યારે એમ લાગતું હતું કે કેટલું સરળ અને સરસ જીવન છે. બસ મજા જ કરો. આ… હા.... કેટલું બધું મોટું જીવન છે. આ દિવસોની તો કોઈ હદ જ નથી. મારાં જીવનમાં તો કેટલા બધા દિવસો છે. મજા આવશે....."

બાળપણ માં તો કોઈ જ ચિંતા પણ ન હતી. આ… હા... શું પળો હતી... એમ થાય છે કે હમણાં જ જતો રહુંં એ બાળપણ માં. કોઈ નાની મોટી વાત હોય કે ના હોય પણ સદાય આનંદમાં જ રહેવાનું. અને એય....પોતાની મસ્તીમાં જ તરબોળ રહેવાનું. માતા- પિતાનો એ વ્હાલભર્યો અમી ભરેલો હાથ જયારે માથાં પર ફેરવે ત્યારે તો ખૂબ જ સુંદર નિંદર આવતી. માં નો અસીમ અને અતૂટ પ્રેમ.... 

હમ..... અને કયાં અત્યારે તમે મને મોટો કર્યો. 

ધીમે ધીમે દિવસો વિતવા લાગ્યા ત્યારે મારા અંદર પણ ઘણો ફેરફાર આવી ગયો. મારાં ભણતરનો બોજો પણ વધી ગયો. ઘર માં થતી અમુક એવી વાતચીતથી ડિસ્ટર્બ પણ થઈ જવાય છે. હવે ભગવાન તમે જ કહો કે "વર્ષો જૂનાં ચાલતા કૌટુંબિક પ્રશ્નમાં હુંં શું કરું? પણ આજે હુંં પીડાઈ રહ્યો છું. ભગવાન....યાર....કંઈક કરો ને.

ભગવાન મારે સુખ-દુખ છે કે અન્ય કારણો થી પિડીત છું એટલે તમારી સાથે આવવાં માંગું છું એવું નથી, પણ મને તો બાળપણથી જ તમારી લગની લાગી છે. એટલે.....પણ હુંં બધું જ ભોગવી લઈશ કારણ કે તને ગમતું થાય છે એટલે.....

"હસતો હસતો ભગવાન સાથે મીઠી પળોની અને વેદનાની વાતો કરતાં કરતાં રાત્રીનો સમય થઈ ગયો હતો. 

એજ મીઠુડો પવન લહેરાતો હતો. આકાશ કોરું કટ્ટ થઈ ગયું હતું. ચંદ્ર પોતાની અનેક કળા એ ઠંડક આપી રહ્યો હતો. ઝગમગતા એ તારલા પેલા વાલીડા સામે જોઈ ને હસી રહયાં હતા. જવાનું મન થતું ન હતું. પણ એને એમ લાગ્યુ કે હવે નીકળી જવું જોઈએ. કારણ કે ઘરે બધા રાહ જોતા હશે. ધીમે ધીમે તે જગ્યાએ થી નીકળી ને પોતાનાં નાના અમથા ઘર બાજું જવા નીકળી પડ્યો. સરસ મજાના હાથપગ ધોયા. ઘરમાં સુંદર મંદિરમાં બેઠેલા ભગવાનની સામે બેસીને ધ્યાન ધરીને બધાં સાથે હળીમળીને જમવા બેઠા. મમ્મીએ તેને સવાલ કર્યો કે "બેટા, કયાં ગયો હતો? " ધીમા અવાજે કહ્યું કે કયાંય નહીં બસ ટહેલવા નીકળ્યો હતો. તેને કહયું

પછી શાંતિથી પોતાના રૂમમાં જતો રહ્યો. અને ખુરશી ઉપર બેસી ગયો અને આંખો બંધ કરી એજ વિચારોમાં ડૂબી ગયો. ક્યારે ઊંઘી ગયો ખબર જ ના પડી. અને પાછી રોજ પડે એવી એની સવાર. ખૂબ જ નિસાસો ખાતા કહયું કે યાર...કયાં આંખો ખૂલી ગઈ. પાછો તે સવારે પોતાનું દૈનિક કાર્ય કરી અને કોલેજ જવાં નીકળી ગયો. 

બાળપણનું ભણતર તેનું શ્રેષ્ઠ હતું પણ કોલેજના ભણતરમાં તેનો રસ રહ્યો ન હતો. કારણ હતું તેની માનસિક અશાંતિ. વાત હતી તેના આત્મબળની. તેને આત્મબળની જરૂર હતી પણ એને કયાંય થી પણ મળે એવું લાગતું ન હતું. કારણ કે જયાં જુઓ તો લોકો નેગેટીવ વિચારો ધરાવતા વધારે હોય છે અને જે કોઈ પણ, થોડાં પણ સફળ થયેલા હોય છે તેના અંતરમાં અભિમાન અને અહંકાર જેવા ભાવો ઉત્પન્ન થાય છે અને જે એનાથી દૂર જ રહેતો હતો. મનની વાત કોઈની સાથે કરી શકતો ન હતો. અને કોઈ એને સમજે એવું પાત્ર પણ મળવું મુશ્કેલ હતું જેથી કરીને તે પોતાની બધી વાત મનમાં જ રાખતો તથા પોતાના અંતર મનમાં બેઠેલા ભગવાનની સાથે બેસીને વાત કરતો. ઘરના દરેક સભ્યોની સાથેપણ તે પોતાનું મન હલકું ન કરતો કારણ કે બધાં પણ આ દુનિયાદારીમાં ભાન ખોઈ બેઠા હતા. તેથી જ તે પોતાનાં પ્રકૃતિ સમી ભગવાનની ગોદમાં બેસી ને પોતાની અંતરની વાત વાગોળતો હતો. 

જેમ તેમ કરીને તે કોલેજનો સમય પૂરો પાડી ને ઘરે આવ્યો. ફ્રેશ થઈને શાંતિથી બેઠો અને ત્યાં જ મમ્મી એ તેને નાસ્તો કરવા બૂમ પાડી. તેને નાસ્તો કર્યો. પછી પાછો શાંતિથી બેસીને પોતાની ગઈકાલવાળી જગ્યા યાદ કરીને એ જગ્યા એ જવા નીકળી પડ્યો.

એજ સુંદર વાતાવરણ હતું.....મીઠુડો પવન લહેરાતો હતો. ભીની માટીની સુગંધ આવી રહી હતી. પંખીઓ કલરવ કરી રહયાં હતા. અને ત્યાં જઈ ને પાછો તેનામાં તરબોળ થઇ ગયો. એજ પોતાની બોરીંગ જીવનથી હતાશ....પણ એ પ્રકૃતિની ગોદમાં આવીને તે દુનિયાનું સુખ અનુભવતો હતો. એને પાછી વાર્તાલાપ કરતાં કહયું કે "ભગવાન, હુંં કેમ લોકોની સરખામણીમાં આવી જઉં છું." અને લોકો મને કેમ પોતાની સરખામણીમાં લે છે ! જો કે દરેકનું જીવન અલગ અલગ હોય છે. દરેક લોકો પોતાના અલગ અલગ હેતુ લઈને આવ્યા હોય છે. તો કેમ કોઈ સમજતું જ નથી. 

હે ભગવાન..… હું શું કરું? 

દરેકનું જીવન અલગ અલગ હોય છે. દરેકની વાતો અલગ અલગ હોય છે. દરેકની માનસિકતા અલગ અલગ હોય છે. દરેકનું વાતાવરણ અલગ અલગ હોય છે. દરેકની પરિસ્થિતિ પણ અલગ અલગ હોય છે. તો પછી મારાં જીવનની કેમ સરખામણી કરવામાં આવે છે. 

આમ કહીને તેની આંખો ભીંજાઈ ગઈ. પાછો થોડીવાર આંખો બંધ કરી ખૂબ જ શાંતિથી મન મંથન કરવાં લાગ્યો.

પણ એ આત્માજ્ઞાની માણસ હતો. આત્માને ઓળખનારો...છતાં પણ એ હારી જતો.

ભગવાન પ્રત્યે અતૂટ વિશ્વાસ અને શ્રધ્ધા... ભગવાન જે કરે તે ખરું..."મારે તોયે તું અને તારે તોયે તું" એટલે તે ખૂબ જ આત્મીયતામાં રહીને આત્મબળ પ્રાપ્ત કરતો. એની આ ભગવાન પ્રત્યેની લાગણીથી આ અનુભવતાં તે પોતાનું જીવન મરી મરી ને નહીં પણ હસતાં હસતાં જીવી જાણતો.

એણે ભગવાન ને કહયું કે "હે ઈશ્વર કર્તાહર્તા તો તું જ છે....જે છે એ બધું તો તું જ છે. હું તો માત્ર નિમિત્ત જ છું. તો પછી હું કેમ આટલો દુ:ખી થઉં છું. દુખી થવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. હું ખુશ છું કે દુ:ખી પણ એતો એક અવસ્થા જ છે. આ અનુભવતાં તે ખૂબ જ ખુશ થઈ ગયો. અને તે પોતાની આવેલી પરિસ્થિતિમાં પાર પડ્યો. એ ઘણા દિવસોની વિકટ પરિસ્થિતિ....ભગવાનની ગોદમાં બેસતા જ પળવારમાં જ ગાયબ કરી નાંખી. અને એ વિકટ પરિસ્થિતિને સાક્ષીમાં રાખી.

પોતાનાથી પ્રશ્ન પૂછવા લાગ્યો અને અંતર મનથી જવાબ મળતાં ગયાં કે...

1. હું કોણ?

જ. જીવાત્મા (પરમાત્મા નો અંશ)

2. મારું કપડું? 

જ. શરીર 

3. મારું જીવન? 

જ. આજ...વર્તમાનની પળ

4. મારું મૃત્યુ? 

જ. આજ...વર્તમાન ની પળ

5. કર્તા હર્તા કોણ?

જ. ઈશ્વર (ચારેકોર ઈશ્વર) 

તો પછી હું કેમ આટલો દુ:ખી થઉં છું. હું કેમ આટલો ડરું છું બસ હસતાં-હસતાં મારું કર્મ કરું. 

આવી રીતે તેને પોતાને સાતત્યતામાં ડૂબકી લગાવી. અને નિશ્ચિંત રહ્યો. 

અને પછી તેને થયું કે જે કરવાનું છે તે મારે મારાં અંતરમાં બેઠેલા ભગવાનની સાક્ષી એ કર્મ કરવાનાં છે...મને મારા સિવાય બીજું કોઈ મને સુખી કે દુ:ખી નહીં કરી શકે. પછી તે સતત સારા વિચારોમાં રહીને આત્મબળ પ્રાપ્ત કરી પોતાની પરિસ્થિતિ સુધારી અને પરીવાર સાથે હળીમળીને રહેવા લાગ્યો. 

આ વાત ખૂબ જ સરળ કહેવાય....પણ માત્ર એટલું જ કહેવાનું થાય છે કે ક્યારે પણ અહંકાર, અભિમાન, કાળ, ક્રોધ, મોહ, કામ, વાસનાથી ભાન ભૂલીને ક્યારેય પણ ના જીવવું જોઈએ. અને મહત્વ ની વાત એ છે કે હંમેશા એકબીજાને ઓળખીને જીવવું જોઈએ. 

કારણ કે.....

તમે જ હું છો, હું જ તમે છો

તમે અને હું એક જ છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract