આળસુ મિત્રો
આળસુ મિત્રો


ભૂરો અને તેનો મિત્ર ચીકુના ઝાડ નીચે બેઠા સૂતા હતાં.
ચીકુ હાથ ઊંચો કરે તો આંબી શકાય એમ છે.
ભૂરો - મિત્ર ખૂબ ભૂખ લાગી છે એકાદ ચીકુ પડે તો ખાય લઉ.
મિત્ર - એવું હોય તો જરા ઊંચો હાથ કરીને આંબી લે ને..
ભૂરો - ના એમ નહિ કંટાળો આવે છે.
(થોડી વારમાં એકદમ પાકકું ચીકુ નીચે પડયું )
ભૂરો - મારા હાથ પાસે એક ચીકુ પડયું છે જરા લઈને મારા મો માં મૂકી દે ને તો હું ખાય લઉં.
મિત્ર - હું ચીકુ તો લઈ આપુ પણ એક મચ્છર કયારનું
મારા નાક પર બેઠું બેઠું કરડે છે પેલા એને તું ઊડાડી આપને.