STORYMIRROR

mahendr prajapati

Drama Horror

3  

mahendr prajapati

Drama Horror

હોટલની એક ભયાનક રાત

હોટલની એક ભયાનક રાત

5 mins
117

આ વાત છે સોનલ અને તેનાં પરિવાર ની. સોનલ નાં પરિવાર માં એનાં પિતા સનતભાઈ, માતા સાધનાબહેન અને નાની બહેન સનાયા હતા. એનો પરિવાર ખૂબ ધાર્મિક પણ ખરો. સનતભાઈ હાઈસ્કૂલ માં શિક્ષક હતાં. સાધનાબહેન બાળમંદિર માં ભણાવતા નાના ભૂલકાઓને. બંને ખૂબ દાન ધર્મનું કાર્ય કરતાં. પાછા બ્રાહ્મણ પણ ખરા. એમનાં ઘરે બે લક્ષ્મીજીનું આગમન થયેલુ સોનલ અને સનાયા જેનાંથી એમનુ ઘર બર્યુ રહેતું. નાનો અને સુખી પરિવાર હતો એમનો. સોનલ અને એનો પરિવાર ચારધામ યાત્રા માટે નીકળ્યા હતા ગ્રુપ મા આશરે ૩૦ લોકો હશે. આડોટેડો રસ્તો પાર કરી, કુદરતી સૌંદર્ય માણતા નાચતા ગાતા પહેલુ ધામ આવી ગયુ ગંગોત્રી. કુદરતી સુંદરતા તો મોહિત કરી દે એવી હતી. સનાયા તો બદ કેમેરા માં એ પળોને કેપ્ચર કરવામાં જ બીઝી હતી. એતો આવી કુદરતી સુંદરતા જોઇ અભિભૂત થઈ ગઈ હતી. ગંગોત્રી માં ઉપર ચડી ગરમ કુંડ માં સ્નાન કરી બધાં સંતોષ ની લાગણી અનુભવતા હતા. સોનલ એનાં માતા સાધનાબેન અને નાની બહેન સનાયા બધાંને મજા આવી રહી હતી. આમ તો સોનલ અને સનાયા ની ઉંમર ન હતી ચારધામ જવાની પણ એનાં પિતા ને કોઇ અગત્ય કામ આવી ગયું એટલે એ ન જઈ શક્યા. માટે મમ્મી ને એકલુ ન લાગે તે માટે સોનલ તૈયાર થઇ અને બંને મા દીકરી તૈયાર થયા તો નાની સનાયા પણ રેડી થઈ ગઈ. એ લોકો હરીદ્ધાર પહોચ્યા.. ત્યારે રાતે ૯ વાગી ગયા હતા. બધાં યાત્રીઓએ ત્યાંની એક હોટેલ માં ઉતારો લીધો.

હોટેલ ૨ માળ ની હતી સોનલ જેની ઉમર હશે ૧૯ વર્ષ અને એની નાની બહેન સનાયા જેની ઉમર હશે ૧૨ વર્ષ અને મમ્મી સાધનાબેન ના ભાગે હોટલ નો બીજા માળનો છેલ્લો રૂમ આવ્યો. એ લોકો રૂમ મા દાખલ થયા રૂમ ખુબ સરસ હતો એક મોટો બેડ અને એક બીજો વધારાનો બેડ પણ હતો મોટા બેડ ની સામે જ મોટુ બાથરૂમ હતું અને રૂમ મા એક જ બારી. બારીને સુંદર મજાનાં ફૂલની ડીઝાઇનવાળા પડદા લગાવેલા હતાં. બેડ પર પણ નવી ચાદર પાથરેલી હતી. ઓઠવાનું પણ મૂકી આપેલુ. ખૂણાંમા એક અરીસો પણ લગાવેલો હતો. સાધનાંબહેન, સોનલ અને સનાયા રૂમ માં દાખલ થયાં. ત્રણેયને રૂમ ની સુંદરતા આકર્ષી. પણ કહેવત છે ને પીળુ એટલુ સોનુ નહિ. એ કહેવત એમને જીવન નો કડવો અનુભવ કરાવવાની હતી.

સાધનાબહેન બહુ ધાર્મિક એમને રૂમની સુંદરતા તો આકર્ષી પણ ક્યાક મનમાં બેચેની પણ લાગતી હતી. પણ પોતે થાક નાં કારણે એમ લાગતું હશે એમ વિચારી મન ને મનાવી લીધુ. થોડી વાર થઇ ત્યાં જમવાનો બોલાવો આવ્યો. ત્રણેય ફ્રેશ થઇ જમવા ગયા. જમીને થોડી વાતો કર્યા બાદ ત્રણેય પોતાનાં રૂમ પર આવ્યા. સનતભાઇ ને ફોન કરી પોતે ક્યાં છે અને શું કર્યુ એ બધી વિગત સનાયા એ કહી દીધી કેમ કે એ પપ્પા ની લ‍ાડકી હતી બધું જ જણાંવે. લોકો ટ્રાવેલ કરીને ખુબ થાકી ગયા હતા એટલે સુઇ જ ગયા સાધનાબેન સિંગલ બેડ પર અને સોનલ સનાયા મોટા બેડ પર સુતા થાકેલા હોવાથી ઊંઘ પણ જલદી આવી ગઇ મોડી રાત થઇ રાતના આશરે ૨ વાગયા હશે સાધનાબેન ને કાંઇક વિચિત્ર અનુભવ થયો. એ થાકેલા હોવા છતાં થોડા સજાગ હતાં. એમને લાગ્યુ જાણે એમને કોઇ તાકીને જોઇ રહ્યુ છે પહેલા એમને થયુ કે ભ્રમ છે એમનો પણ સથ એમ લાગવાથી એમણે જોયુ આંખ ખોલીને. જોવે છે તો કોઇ સફેદ સાડી વાળી સ્ત્રી ની આકૃતિ દેખાય છે હવે ધીરે ધીરે નજીક આવે છે અને ગાયબ થઇ જાય છે પછી એમના છાતી પર કોઇ બેઠુ છે એવુ એમને લાગે છે. અસહ્ય વજન અનુભવે છે જોવે છે તો પેલી સ્ત્રી એમના પર બેઠેલી હોય છે. સાધનાબેન ખુબ ડરી જાય છે. શું કરે કાંઈ સમજાતું નથી. પોતાની દીકરીઓ ની ચિંતા પણ થાય છે. એટલે દીકરીઓ ની સામુ જોવે છે તો બંને ઘસઘસાટ ઊંઘ માં છે. એ સોનલ સનાયા ને બુમ પાડવા જાય છે પણ અવાજ નીકળતો નથી. એટલા માં જ એમની આંખ ખુલે છે ને બેઠા થઇ જાય છે પરસેવો વળી જાય છે સાધનાબેન વિચારે છે કે સપનુ હશે પણ છાતીમા પીડા તો સાચે થાય છે એટલા માં જ સામે જોવે છે તો બાથરૂમ નો દરવાજો ખુલો છે લાઇટ ની સ્વિચ તો બા'ર છે અને લાઇટ આપોઆપ ચાલુબંધ થઇ રહી છે હવે સાધનાબેન ડરી જાય છે એમને છોકરીઓ ની ચિંતા થાય છે એ સોનલ ને ઉઠાડે છે પણ સોનલ ભર ઊંઘ માં છે. છતાંય પરાણે ઉઠાડે છે. અને કહે છે કે લાઇટ ચાલુ બંધ થાય પણ સોનલ બહુ ઊંઘમાં હોય છે કહે છે મમ્મી તને ભ્રમ હશે સુઇ જા. એટલા માં જ એની પણ નજર પડે છે જોઇને ઊંઘ ઉડી જાય છે એની. સોનલ બહાદુર હતી. એ સર્તક થઈ જાય છે. બંને મા દીકરી ખુબ ડરી જાય છે સનાયા હજી નાની છે એટલે એની બેઉને વધુ ચિંતા થાય છે સનાયા ને ઉઠાડે છે સનાયા પણ ભર ઊંઘમાં છે. બંને મા દીકરી નક્કી કરે છે કે રૂમમાંથી બહાર નીકળી જવુ. સનાયા ને ઊંઘમાં જ એને લઇને દરવાજા તરફ દોડે છે ત્રણેય. દરવાજો ખુલતો નથી હવે એ સ્ત્રી એમને દેખાય છે ચીસો પાડતી હવામાં ઊડે છે. સનાયા તો અડઘી ઊંઘ મા છે. પણ સાધનાબેન અને સોનલ ના તો મોતીયા જ મરી જાય છે જોઇને. બુમો પાડે છે પણ કોઇ સાંભળતું નથી. ત્રણેય ખૂંણાંમાં ચોંટીને ઊભી રહી જાય છે. ફોન પણ દૂર પડેલો તો હવે એ વાપરવો શક્ય ન હતો. એ સ્ત્રી એમની નજીક આવવાનો પ્રયત્ન કરે છે પણ સાધનાબહેન હનુમાન ચાલીસા શરૂ કરે છે. હવે શુ કરવુ એ સમજાતું નથી એટલામાં જ સોનલ ને પોતાનુ પર્સ નીચે દેખાય છે તે હિંમત કરીને લઇ લે છે એને યાદ આવે છે કે આજે મંદિર ગયેલા તો ત્યાંથી માહાદેવ નો ફોટો લીધેલો અને એક માળા પણ ખરીદેલી સોનલ એ ફોટો બહાર કાઠે છે પ્રાથના કરે છે ક હે મહાદેવ અમે જાત્રા કરવા નીકળ્યા છે હવે આપ જ અમારી રક્ષા કરો ફોટો એ સ્ત્રી ને બતાવે છે એ સ્ત્રી ડરી જાય છે ને બારીની બહાર જતી રહે છે પછી તો ત્રણેય સિંગલ બેડ પર બેસી જાય છે સનાયા ને સુવડાવી દે છે અને સાધનાબેન અને સોનલ આખી રાત ભગવાનનું નામ લે છે અને માળા કરે છે સવાર પડતા જ બઘાને વાત કરે છે બધા મહાદેવ નો આભાર માને છે અને સાધનાબેન સોનલ સનાયા સવાર પડતા જ એ રુમ ખાલી કરી દે છે અને હોટલ પણ એ લોકો છોડી દે છે .


Rate this content
Log in

Similar gujarati story from Drama