સ્થિતપ્રજ્ઞ
સ્થિતપ્રજ્ઞ


વિચારવિમર્શ થી વાત આગળ વધી, હવે બંને ભવિષ્યની યોજનાઓ કરવામા વ્યસ્ત બન્યા. મધુર સંવાદો એકાએક કર્કશ બનતા ગયા.
"મેહુલ, તારા જીવનમાં કોઈ સ્ટેબિલિટી જેવું રાખીશ કે નહીં?, મને તારા આવા બેજવાબદાર વર્તન પર ઘૃણા આવે છે."
મેહુલની નજર પાણી અને ચારા માટે સ્થળાંતર કરતા મનુષ્યો તરફ મંડાય છે.
"સ્મિતા, જરા પૂછી જોજે આમને સ્થિરતા એટલે શું?"