હાલો... હરજીકાકાને ઘેર...
હાલો... હરજીકાકાને ઘેર...
હરજીકાકા ને હસુમતી કાકી હંમેશાં ગામના દરેક માણસને આવકારવા તત્પર રહેતા. આખું ગામ એમની મહેમાન નવાઝીની તારીફ કરતું. આમ તો એમને ત્યાં દરેક વ્યક્તિ પોતાનો હેતુ સિદ્ધ કરવાને વાસ્તે જ આવતી. પણ કાકાને કાકી હરખભેરને જરા પણ અણગમા વગર સૌને મદદરૂપ રહેતા.
આઝાદી આવીને દેશમાં ધીમી ધારે પણ પરિવર્તનનો પવન ફૂંકાણો. ગામડા આધુનિક બનવા લાગ્યા. ઓલા બકા કાકાના ત્યાં રેડિયો સાંભળવા આખું ગામ ભેગું થતું ત્યાં હવે ઘેર ઘેર ટ્રાન્ઝિસ્ટર આવા લાગ્યા ને એ ક્રમ તૂટ્યો.
ગામમાં એક નથુકાકા ઘણા લાંબા સમયથી લોકોને મનપસન્દ, કદાચ મેન ઓફ ધ વિલેજ નામનો એવૉર્ડ બનતો તો બિનહરીફ યોદ્ધા એ એકલા હતા. કામ એમનું બસ ઘેર ઘેર ટપાલ પોહચડવાનું જ હતું પણ એ એમનું કામ આઉટ ઓફ ધ વર્કશીટ કરતા કરતા એ લોકોના પરિવારમાં માનીતા બની જતા. પણ હા હમણાંથી એમને ખાસ ટપાલો વહેંચવાની થતી નથી. ગામમાં બીજા એક ખાસ વ્યક્તિ છે જેમને યાદ કરવા પડે ગામના માસ્તર કદાચ આ એક બીજી એવી પંગત હશે જ્યાં હં
મેશાં સ્નેહને આદર પીરસતો હોય. પણ હવે છોકરાઓ એમના ઘરેથી મોકલતી વાનગીઓ માસ્તર સાહેબને આપવા જતા નથી એમને પ્રશ્ન પૂછતાં જણાયું કે હવે નવા માસ્તરને ગામમાં અનુકૂળતા નથી.
ગામ માં કંઈક પ્રથમ વખત ચૂંટણી થવાની છે એવા સમાચાર પેલા વજુભાઇના દીકરા એ બધાને કહેલું વજુભાઇ એ ફોડ પાડ્યો કે આ નવા જુવાનિયા પ્રગતિ મેળવવા હાટું નવું લાવ્યા છે. ગામમાં હવે ચોખા ચણક રસ્તા છે પણ ઘણા સમયથી શોધવા છતાંય ઓલી ધનજીકાકાની ડેલી આગળ જે વરખડી હતી એ નજરે ના પડી. તે કાકાના દીકરાને પુછાઈ ગયું એને સરસ જવાબ આપ્યો તેય પાછું ડેલીની બહાર ઉભા રાખી ને કે ટેક્ટર મુકવા જગ્યાનો અભાવ લાગ્યો તે પાંચ હજારમાં વરખડી વેચી દીધી.
ગામ ઘણું આગળ વધવા લાગ્યું છે હવે હો! હા, હજી હરજી કાકાને ત્યાં થઈને જવું પડશે. કેમ કે આખાય ગામમાં હરજી કાકાને ત્યાં જ હાજતે જઈ શકાય એમ છે. હરજી કાકાનું એ કારણથી જ કદાચ માન સન્માન વધુ છે હો !
ને આજે તારીખ 30 જાન્યુઆરી બે હજારને અઢાર થઈ હો !