સંવેદના
સંવેદના
"તું મને ના સમજાવ મારે શું કરવું છે. મારે નિરાધાર લોકોની સેવા કરવી છે, એમના સુખ દુઃખ માં ભાગીદાર થાઉં છે, એ બધાય માટે મારે ગૃહત્યાગ કરવો જ પડશે ભલે તારી મરજી હોય કે ન હોય." આકાશ જુસ્સાભેર બોલી ઉઠ્યો.
"સારું દીકરા જેવી તારી મરજી, મારે તો આમ ને આમ દિવસો જતા રહેશે તું મારી જરાય ચિંતા કરીશ નહિ, તું જે સદકાર્યમાં આગળ વધવા માંગે છે એને વળગી રહેજે!" માં એ કાળજું કઠણ કરી જવાબ આપ્યો.