Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Dhruw Ananx

Drama Inspirational

3  

Dhruw Ananx

Drama Inspirational

નિષ્ફળતાને જવાબ!!

નિષ્ફળતાને જવાબ!!

2 mins
596


“વૈભવ, યાર હું આ વખતે પણ રહી જ જઈશ, મેરીટ માં આવવું મારા માટે ના જાણે કેમ આટલુ અશક્ય બની ગયું છે? મને હવે તૈયારી કરવાનો કોઈ ઉત્સાહ નથી.”


“અરે ! આમ નિરાશ થવું કેમ પોસાય પરાગ! જો આપણે આવતી વખતે વધુ મહેનત કરીશું ને! બિલકુલ સિલેક્ટ થઈ જઈશું! તું જોજે!!”

“છેલ્લા કેટલા વર્ષથી આ જ વાતો તું કરતો આવે છે ને ? શુ ફરક પડ્યો તારી વાતો માનીને! ભાઈ રહેવા દે તારા આ પ્રવચનો મા બે વરસ ને ના જાણે કેટકેટલી ચોપડીઓ, ટ્યુશનો ને ના જાણે કેટલું કર્યું તોય પરિણામ જોઈ લે આજે!”


“પણ વૈભવ”

વૈભવ વાત ને વચ્ચે જ અટકાવી દે છે.

“પરાગ, બસ હવે! મારે કોઈ વાત નથી સાંભળવી ને હવે તું પણ ક્યાંક નોકરી શોધી લે તો સારું છે. ક્યાં સુધી આપણા વડીલો ને ખોટા અભરખા આપીશું? હું જાઉં છું મને થોભીશ નહીં!”


બીજા દિવસે 


“પરાગ, ગઈ કાલ ના વર્તન માટે સોરી યાર! કાલે હું જરા ભાવુક બની ગયેલો!”

“એમ વૈભવ, તો આજે મને મળવા જ આવ્યો છે? ને તારી આ સ્માઈલ નું રહસ્ય જાણી શકું હું!??”

“અરે! હા ગઈ કાલે પપ્પા ને ઘણું નુકસાન થતા રહી ગયું !”

“મતલબ?”

“એમને બીજા રાજ્યમાંથી વેચાણ માટે માલસામાન મંગાવ્યો હતો ને એના ટેક્સ અને ઇવેબીલના રેટ માં ફેર જણાયો! હમણાંજ સરકારે જીએસટી રેટ બદલ્યા છે તો એ પ્રમાણે જ કિંમત હોવી જોઇએ, પણ ત્યાંના વેપારી એ બદલાવ કર્યો નહિ ને જુના ભાવે વેચાણ કર્યું પરિણામે પપ્પાને મેં સમજાવી અદ્યતન ભાવે જ માલસામાન ખરીદવા કહ્યું ને એમાં......!


“અચ્છા એમ ! સરસ તો હવે શું વિચાર્યું છે. આગળ ક્યાં નોકરી કરવાની છે!!”

“એ વાત છોડીને મને એમ કહે આવતી પરીક્ષા માટે સિલેબસ ને અનુરૂપ પુસ્તકોની યાદી છેને તારી પાસે?”

“હા, છે ને! ક્યારથી શરૂ કરવું છે??”

“હાલ જ!!”


નિષ્ફળતા માત્ર ભૌતિક લક્ષ્ય ને જ અટકાવતી નથી પરંતુ સમગ્ર ગતિ પથ ને વિચલિત કરી શકવાનું તેનું સામર્થ્ય છે. આવા સમયે નિષ્ફળ થવાના કારણોની શોધ પણ નકારાત્મક અભિગમથી થવી સ્વાભાવિક છે. પણ ગતિપથનો રાહી હંમેશા આ ઉતાર ચઢાવ નો આદિ બનવો જોઈએજ. જેને કઇક મેળવવું છે એને મન સફળતા અને નિષ્ફળતાનું વિચલન શૂન્ય બનવું જરૂરી છે. નિષ્ફળ થયા બાદ પણ જ્યારે આપના ગતિપથને જોઈએ તો ઘણું અંતર અને અનંત જ્ઞાન તમે અજાણતા જ મેળવ્યું છે, જેમકે સ્પર્ધાત્મક પરીક્ષાનો વિદ્યાર્થી ભલે અસફળ થયો હોય પણ એક વિશ્વ માનવી તરીકેની તેના જ્ઞાન અને અભિગમો માં જે બદલાવ આવ્યો હશે તે અનન્ય હશે!


જ્યારે આપણી સ્પર્ધા નિષ્ફળતા સાથે હશે ત્યારે હંમેશા આપણે જ શક્તિમાન હોઈશું! અંતે નિષ્ફળતાનો એક અને માત્ર એક જ જવાબ છે તેના તરફની અનન્ય ગતિ! હાર્યો એજ જે સતત લડ્યો નહિ!


Rate this content
Log in

More gujarati story from Dhruw Ananx

Similar gujarati story from Drama