સપનું
સપનું


લતા, દીકરી પરીનાં લગ્નનો વિચાર કરતા કરતા નિંદ્રાધીન થઈ. મેંહદી રંગ્યા હાથ, લાલચટ્ટક પાનેતરમાં શોભતી પરી એને કહી રહી," મા,જો મને પાનેતરમાં જોવાની તારી હોંશ પૂરી થઈને?" લતા ઝબકીને જાગી ગઈ, દિવાલ પર નજર જતાં જ આંખ છલકાઈ ગઈ.
અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.