સપનાઓનું જીવન
સપનાઓનું જીવન
કહેવાય છે કે દુનિયામાં બધા પાસે જીવન છે અને જીવવાનો અધિકાર પણ. તો સપનાઓના નસીબમા એવું કઈ જ નથી હોતું. ક્યારેક તો એમના અસ્તિત્વ પર પણ શંકા થઇ આવે ત્યારે એમણા જીવનની શું બાંહેધરી. એમણું તો બસ એક જ લક્ષ્ય હોય છે, મનુષ્યની આંખોમા સજવુ અને એના માનમાં આકાર લેવો અને પછી શરૂ થાય એમની સફર પણ સપનાઓના ક્યા જાણતા હોય છે કે એમણું પણ અનિશ્ચિત હોય છે.
જ્યારે સપનાઓના તૂટે ત્યારે ફક્ત મનુષ્યને જ દુઃખ નથી થતુ, તુટવાનું દુઃખ તો સપનાઓના પણ થતું હોય છે. આટલા સમય સુધી કોઈની આંખોમાં રહી અને માનમાં આકાર પામી પછી તુટીને ક્યાંક ભૂતકાળના પાટારામા ભરાઇ જવાનું "પૂરા ના થઈ શકેલ" સપનાઓના શિર્ષક હેઠળ.
સપનાઓના પૂરા ના થવાના દુઃખ પાછળ ક્યારેક મનુષ્ય પોતાનુ આખું
જીવન વ્યર્થ કરે છે અથવા એણે પામવા માટે આખી જીંદગી ખર્ચી નાખે છે પણ અધવચ્ચે છુટી જતા સપનાઓની વ્યથા જાણવાની કોશિશ જ કદાચ નથી કરવામા આવતી. સમય જતા ક્યારેક એ સપનાઓને વગોળવામા આવે છે અને નિસાસા સાથે ફરીથી એમણે ભૂલી જવામાં આવે છે.
ક્યારેક આ સપનાઓ જ જીવવાનું કારણ બની જતા હોય છે, એમ નથી કે સપનાઓ પાછળ ભાગતા ભાગતા જીવવાનું ભૂલી જવું પણ ક્યારેક સપના જો તમારી રાતોની ઉંઘ ના ઉડાવી દે ટી જીવવાની મજા પણ નથી આવતી. તો આવા સપનાઓ જોતાં રહેવું પછી ભલેને એ નાનું અમથું કેમ ના હોય. પોતે તો જીવવું જ પણ તમારાં સપનાઓને પણ જીવવાનો મોકો આપવો. આવા સપનાઓ જ તમને જીવનનો સાચો અર્થ સમજાવતા હોય છે.
તો પછી એ પોતાના હોય કે બીજાના પણ હંમેશા સાકાર કરવાનો પ્રયાસ કરવો.