બાળપણ
બાળપણ
આજે તો બહું મોડું થઇ ગયું એમ વિચારતા વિચારતા દર્શન ઘર તરફ વધી રહ્યો હતો.
એટલામાં એને પોતાના ઘર પાસેના બગીચા તરફ નજર કરી.
ત્યાં બાળકોની સાથે સાથે એમના માતા-પિતા પણ રમી રહ્યા હતા.
બધા એના સમવયસ્ક હતા પણ છતાં દર્શનને કંઇક અલગ દેખાયું.
એણે નજીક જઇને જોયું તો એણે અહેસાસ થયો કે ઘણા સમયથી એણે આમ પોતાના બાળકો સાથે સમય જ નથી વિતાવ્યો.
આ લોકોને એક સાથે આમ હસતા રમતા જોઇ એણા દિલમાં ખટકો લાગ્યો.
એ તરત જ ત્યાંથી પોતાના ઘર તરફ આગળ વધ્યો, કોઇ પણ રાહ જોયા વગર.
એક દ્રઢનિશ્ચય સાથે કે હવેથી પોતાના બાળકો માટેનો સમય ક્યારેય કામને નહિ આપે.