અહેસાસ
અહેસાસ


આજે એક અંત આવી ગયો કે એમ કહો એક સંબંધનો અંત આવી ગયો.
સારું થયું કે આજે આ નિર્ણય લેવાઈ ગયો નહિ તો ખબર નહિ ફરી ક્યારે હું આ નિર્ણય લઈ શકત અને ફરી એની વાતોમાં આવી જાત.
હા, દુઃખ થાય છે અત્યારે, ઘણું જ દુઃખ થાય છે. એમ થાય છે કે આ જીવનનો અંત લાવી દઉ અને આ બધી પીડામાંથી છુટકારો મેળવી લઉ. અત્યારે તો આ એક જ રસ્તો દેખાય છે મને.
કોઈક તો હશેને જે મને પોતાનામાં સમાવી શકે, ક્યારની અહી બેઠા બેઠા એ જ વિચાર કરું છું અને અંતે આ નિર્ણય પણ લઇ જ લેવો છે. હવે બહું થયું, નથી ભોગવવી મારે આજે આ દરિયામાં પોતાને સમાવી દેવી છે.
હજી તો મે નિર્ણય જ કર્યો હતો, સામાન કિનારે મૂકી મન મક્કમ કરી આગળ વધવા જ જતી હતી કે એ વ્યક્તિનો ફોન આવ્યો જેને મેં મારા જીવનમાં સૌથી ઉપર રાખી હતી. આ એ વ્યક્તિ હતી જે મને દરેક સ્થિતિમાં સંભાળી શકે અને એ છે મારી બાળપણની સખી.
ફોન રિસીવ કરતા જ એનો અવાજ સંભળાયો અને
ક્યાં છે તું?
શું કરે છે?
કેમ છે?
આમ એક સાથે આટલા બધા સવાલ મારા કાન સાથે અથડાયા અને સાથે સાથે મારા મન સાથે પણ.
એનો અવાજ સાંભળી મારી અંદરના બધા જ બંધ તૂટી ગયા અને આજે જે બન્યું એ શબ્દે શબ્દ બધું એણે જણાવી દીધું. મારા મનમાં જે કઇ પણ હતું એણી આગળ ઠાલવી દીધું
આખરે અંતમાં મે નિર્ણય લઈ લીધો સૌથી કપરો નિર્ણય અને ફોન મૂકી બસ આગળ વધી ગઇ. હવે કઈ જ નથી વિચારવું ફક્ત આ પીડામાંથી છૂટી જવું છે......
આજે વર્ષો પછી અમે બંને એક સાથે બેઠા છીએ, એક જ કૉફી શોપમાં. કદાચ એ દિવસે મે એ પગલું ભરી લીધું હોત તો આજે મને આટલી ખૂબસુરત જીંદગી ના મળી હોત.
હવે ખબર પડી કે જીવનમાં આવેલ તમામ દુઃખને મનમાં ભરી રાખવા કરતા કોઇની સાથે વહેંચી લેવું સારું. આમ કરવાથી કદાચ સાચો નિર્ણય લેવાની હિંમત મળી જાય.