મારું ઘર
મારું ઘર


એમ તો કહેવા માટે મારા બે ઘર છે પણ એમાથી એકને પણ હું પોતાનું કહી શકુ એમ નથી. આમ તો આ ઘરમાં હું પરણીને આવી હતી અને અહી જ મારા પતિ સાથે જીવન વિતાવવાના સપના જોયા હતા પણ ખબર નહી ક્યારે એક તુફાન આવ્યું અને મારું એ સપનુ રોડાઈ ગયું. મારું સર્વસ્વ લુટાઈ ગયું.
એક ઘરેથી મને વિદાય આપવામાં આવી હતી પણ એનો અર્થ એ નહોતો કે હું ફરી પાછી ત્યા ના જઇ શકું પણ જ્યારે મને સહારાની જરૂર હતી ત્યારે એ ઘર મારે માટે પારકું થઈ ગયું. આ ઘરમાં લગ્ન પછી મારું ગ્રુહલક્ષ્મી તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું પણ આ ઘરને ક્યારેય હુ મારું કહી જ ના શકી કારણ કે દરેક સમયે મને અહેસાસ થતો કે આ ઘર મારું નથી.
પતિ તરફથી મને પુરો સહકાર અને સહારો રહેતો પણ આ રૂઢીચુસ્ત સમાજના કારણે એ બંધાયેલા હતા એટલે જ અમુક સમયે એ પણ મારો સાથ ના આપી શકતા. ક્દાચ આના કારણે જ મને લડવાની હિંમત મળી નહી તો હું મારા દિકરાનું ભવિષ્ય સુરક્ષીત ના કરી શકી હોત.
સંજીવ હંમેશા કહેતા કે ક્યારેક તમારે તમારી લડાઈ જાતે જ લડવી પડે છે અને એ મને બધી રીતે સહકાર પણ આપતા. એમણે આપેલ હિંમત ના કારણે જ આજે હું આટલું કરી શકી છું અને મે જે પણ કર્યુ છે એ મારા દિકરા માટે કર્યુ છે. આજે મને મારા દિકરા ઉપર ગર્વ થઈ રહ્યો છે, મારા આટલા વર્ષની મહેનતનું ફળ મળ્યુ છે.
આજે હું મારા ઘરે જઈ રહી છું જે મારા દિકરાએ મારી માટે ખરીધ્યું છે અને હવેથી અમે ત્યાં સાથે રહેશું. આ વાત પહેલા મને ખટકી હતી પણ પછી મારે એની વાત માનવી પડી કારણ કે મારી દિકરી જેવી વહુ મને એમની સાથે લેવા આવી હતી. ત્યારે મારા દિકરાએ કહ્યું હતું,
મમ્મી, ક્યાં સુધી તમે આ લોકોના સહારે રહેશો. હવે અમે બન્ને કમાઇએ છીએ તો તમે અમારી સાથે રહેવા આવી જાવ. હજી હું આ વાત પર વિચાર કરુ એ પહેલા જ મારા જેઠાણી કહે,
દેરાણીબા ધ્યાન રાખજો, દિકરો જાતે વહુ શોધી લાવ્યો છે ક્યાક ત્યા જઇને જીવન નર્ક ના બની જાય.
બધુ જાણવા છતા હું ચુપ રહેતી એટલે એમ કે હું સમજતી નથી પણ આખરે મે નિર્ણય લઈ લીધો અને મારા દિકરા-વહુ સાથે જવા તૈયાર થઈ. આટઆટલા દુઃખ વેઠ્યા પછી આજે સુખનો સૂરજ જોયો છે પણ મારુ મન શાંત છે. ખુશી છે પણ એણે વ્યક્ત કરવાનું કારણ નહોતું!
અમે જ્યારે ઘરે પહોચ્યા ત્યારે બધા ત્યા હાજર હતા. મારી વહુના ઘરના લોકો. દિકરાના ઓફીસના લોકો અને થોડા સગાસંબંધી જે અમને પોતાના માનતા. અમે ગાડીમાથી ઉતરી ને ઘરના મુખ્ય બારણા તરફ ગયા, હજી બારણું ખોલવામાં આવ્યું ના હતું. એટ્લામાં જ મારી વહુએ મારા હાથમાં કાતર પકડાવી અને મે બારણા આગળની દોરી કાપી. તરત જ બારણા પાસેનું કાપડ હટ્યું અને એના પર લખેલું નામ વંચાયુ. એના પર લખેલું હતું!
"સરીતા ભવન"
મારા દિકરાએ આ ઘરને મારું નામ આપ્યું આ જોઈ આજે મને હાશ થઈ. હાશ એ વાતની કે આ ઘરને હું મારુ ઘર કહી શકીશ. અમારુ ઘર.