STORYMIRROR

Kinjal Patel

Horror

3.3  

Kinjal Patel

Horror

લાલ રૂમ​

લાલ રૂમ​

6 mins
875


આજે હું મારો પોતાનો એક એવો અનુભ​વ કહેવા માંગુ છુ જેને હું હજીએ નથી ભૂલ્યો. મને એમ જ લાગે છે કે એ બનાવ હજી કાલે જ બન્યો છે અને હું થથરી જઉ છુ. મારા બધા સારા અનુભ​વ પર આ એક અનુભ​વ ભારી થઈ પડ્યો.

આ એ સમયની વાત છે જ્યારે ભણતર પતાવી ન​વી જ જોબ શરુ કરી હતી અને પહેલીવાર ઘરથી દૂર રહેવા જ​ઈ રહ્યો હતો. મન તો નહોતું થતું પણ ભ​વિષ્યની ચિંતાએ આ નિર્ણય લેવો પડ્યો. આખરે હું આ અજાણ્યા શહેરમા રહેવા આવી ગયો. આવ્યો એ પહેલા જ રહેવાની વ્ય​વસ્થા તો થઈ જ ગ​ઈ હતી એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને હું મારા દોસ્ત સાથે જ રહેવાનો હતો એટલે ફર​વાના પણ પ્લાન અત્યારથી બની રહ્યા હતા.

જ્યારે હું અહીં આવ્યો ત્યારે શરૂ શરૂમાં ઑફિસ જ​વાનુ અને પછી બીજા કામ. આ શહેરને જાણતા વધારે સમય ના લાગ્યો છતાંય હજી એકલા ક્યાય જતા ડરતો. ખરેખર હું ભુત પ્રેતમા વિશ્વાસ નહોતો રાખતો પણ એકલા રહેતા થોડુ અજીબ લાગતુ. દિવસ ઘણી સરળતાથી વિતી રહ્યા હતા. ઘરે પણ બધાને શાંતિ હતી કે મને હ​વે અહી ગમ​વા લાગ્યુ છે.

મને અહિં ગમ​વાનુ કારણ હતું સ્વાતિ અને હું સ્વાતિનો પ્રષાંત​. સ્વાતિ મને અહિં જ મળી અને મળતાની સાથે જ બન્નેને એકબીજા સાથે ગમ​વા લાગ્યુ. ઑફિસમાં અમે સાથે જ કામ કરતા એ સિવાય જમ​વા પણ સાથે જ જતા અને ઑફિસ પતાવીને સાથે જ નિકળ​વાનુ. સ્વાતિનો રૂમ ઑફિસથી થોડે જ દૂર હતો એટલે એના રૂમ સુધી અમે સાથે જ જતા અને પછી હું મારા રૂમ સુધી પણ ચાલતા જ જતો.

આમ જ દિવસો, મહિનાઓ અને એક વર્ષ વિતી ગયુ. હું અને સ્વાતિ બન્ને એ ઘરે જ​વાનું નક્કી કર્યુ, ઘરે જઇને પણ અમે બન્ને વાત કરતા રહ્યા. ઘરે મજા આવી અને આખરે પાછા આવ​વાનો સમય થઇ ગયો. પાછા આવી પાછા રોજિન્દા કામમા લાગી ગયા. એ દિવસ પણ રોજની જેમ જ પસાર થઇ ગયો અને રોજની જેમ હું સ્વાતિને મૂકીને ઘરે આવી રહ્યો હતો.

મારો રૂમ દસમા માળે હતો, હું લિફ્ટથી ઉપર પહોચ્યો. દરેક માળ પર દસ ફ્લેટ હતા જ્યારે હું મારા ફ્લેટ પાસે પહોંચ્યો ત્યારે સામેના ફ્લેટમાથી રડ​વાનો અવાજ આવ્યો પણ ફ્લેટ બહારથી બન્ધ હતો એટલે મને લાગ્યુ કે કદાચ મારો ભ્રમ હશે. રૂમમાં જ​ઈ હું ફ્રેશ થઈ મારા કામમાં લાગ્યો. પણ હ​વે રડ​વાનો અવાજ રોજ આવ​વા લાગ્યો ત્યારે મે નીતિશને પુછ્યુ કે સામેના ફ્લેટમા કોઈ રહેવા આવ્યુ છે? ત્યારે એને કહ્યુ કે ના એ ફ્લેટ તો ઘણા સમયથી બન્ધ પડ્યો છે અને એમાં કોઈ નથી રહેતુ.

આ સાંભળીને મને આશ્ચર્ય થયુ પણ મે એને ક​ઈ કહેવું ટાળ્યું, મને એમ હતુ કે કદાચ આ મારો ભ્રમ હોય કેમ કે આ રડ​વાનો અવાજ ફક્ત મને સંભળા તો હતો. એટલે મે બને એટલુ આ વાત ને જતુ કરવા વિચાર્યુ પણ એક દિવસ જ્યારે રોજના સમયે પાછો આવી રહ્યો હતો ત્યારે ફરી મને એ જ અવાજ ફરીથી સંભળાયો. થોડી વાર હું ત્યા જ ઉભો રહ્યો, રોજ રોજના નાટકથી હું પણ કંટાળી ગયો હતો. મને એમ લાગતુ હતુ કે પાક્કુ કોઇ મારી સાથે મજાક કરી રહ્યુ છે એટલે મે એ ફ્લેટમા ચાવીના કાણાંમાથી જોવાનું વિચાર્યુ. હું ધીમેથી આગળ વધ્યો અને કાણાંના બરોબર જ​ઈ રૂમની અંદર જોયુ તો અંદરનુ દ્રશ્ય કઈક જુદુ જ હતુ.

આખો રૂમ લાલ રંગથી રંગ​વામાં આવેલો હતો. મને થોડુ અજીબ લાગ્યુ કે અત્યારના જમાનામા લાલ રંગ કોણ કરાવે, મે ફરીથી અંદર જોયુ કે આ રડવાનો અવાજ ક્યાંથી આવે છે પણ મને અંદર કોઈ ના દેખાયુ ત્યારે જ કોઈએ મારા ખભા પર હાથ મુક્યો. હું એક્દમ ડરી ગયો જાણે કોણ આવી રીતે મારા ખભા પર હાથ મૂકે. મે જોયુ તો બાજુવાળા આન્ટી હતા.

પહેલા તો મને શુ બોલ​વુ એ ખબર જ ના પડી પણ પછી સ્વસ્થ થઈ મે

જ આન્ટીને પુછ્યુ,

આન્ટી, તમને ખબર છે કે આ ફ્લેટમાં કોણ રહે છે?

બેટા આ ફ્લેટમાં અત્યારે કોઈ નથી રહેતુ પણ પહેલા અંકિતા નામની છોકરી અહી રહેતી હતી. બહુ સારી હતી બધા સાથે હસીને વાત કરતી, પણ બેટા તું શુ કરતો હતો?

આન્ટી, હું બસ જોતો હતો કે અહિ કોઈ રહે છે કે કેમ. કારણ કે જ્યારથી હું અહી રહેવા આવ્યો છુ ત્યારથી આ ફ્લેટ બંધ જ જોઉ છુ એટલે.

બેટા આ ફ્લેટના માલિકે આ ફ્લેટ ભાડે આપવાનો બંધ કરી દીધો છે.

આનાથી આગળ અમારી કોઇ વાત ના થ​ઈ પણ વિચારમા પડી ગયો કે આ શુ થઈ રહ્યુ છે? મારૂ મગજ તો ઠેકાણે છે ને?

આ વાતને ઘણો સમય થયો અને હું બધુ ભૂલી ગયો. બધુ રાબેતા મુજબ ચાલતુ હતુ અને એક દિવસ મે એ રૂમનો દર​વાજો ખુલ્લો જોયો એટલે મે નજીકથી જોવાનું વિચાર્યુ. મે જ​ઈને જોયુ તો અંબર થોડા લોકો હતા, એ લોકો કોઇ પૂજા કરી રહ્યા હતા એટલે મને કઈ પૂછ​વુ હિતાવહ ના લાગ્યું.

હું પાછો વળી રહ્યો હતો ત્યારે જ મારુ ધ્યાન રૂમની દિવાલો પર ગયુ. દિવાલો સફેદ હતી, હુ એ જ વિચારી રહ્યો હતો કે આ લોકો એ આ ફ્લેટમાં રંગ ક્યારે બદલાવ્યો. આ માટે મે નીતિશને પૂછ​વાનુ વિચાર્યુ.

હું મારા ફ્લેટમાં ગયો ત્યારે નીતિશ ટીવી જોઈ રહ્યો હતો હું એની બાજુમાં જ​ઈને બેઠો. આમારી થોડી ઑફિસની વાત થ​ઈ પછી મે નીતિશને પુછ્યુ.

નીતિશ​, આપણી સામેવાળા ફ્લેટમાં કોઈ કામ ચાલી રહ્યુ છે કે શું?

નીતિશ પહેલા તો મારી સામે જોતો રહી ગયો પણ પછી કહ્યુ, ના પણ તું આમ કેમ પુછે છે?

એટલે મે એણે કહ્યુ કે થોડા દિવસ પહેલા એ ફ્લેટમાં જોયુ ત્યારે એમા લાલ રંગ લગાવેલ હતો અને આજે એ ફ્લેટનુ બારણુ ખુલ્લુ છે અને દિવાલનો રંગ સફેદ છે એટલે મને એમ લાગ્યુ કે કદાચ કોઇ કામ ચાલતુ હોય​.

ત્યારે નીતિશે કહ્યુ કે એ ફ્લેટમાં પહેલાથી સફેદ જ રંગ કર​વામાં આવેલો છે અને એના માલિક દર વર્ષે આવે છે પૂજા કરે છે અને ફ્લેટ બંધ કરીને ચાલ્યા જાય છે. કોઈને ભાડે પણ નથી આપતા. હું થોડો ગૂંચ​વાઈ ગયો કે આવુ કેવી રીતે હોઇ શકે? મે જોયુ ત્યારે તો એમા લાલ રંગની દિવાલ દેખાઇ હતી.

અચાનક નિતીશ બોલ્યો કે તે ક્યારે એ ફ્લેટ જોયો? છેલ્લા જ્યારે એ લોકો આવ્યા હતા ત્યારે તો તુ અહિ રહેવા પણ નહોતો આવ્યો?

ત્યારે મે એણે કહ્યુ કે મે ચાવીના કાણામાથી જોયુ હતુ ત્યારે નીતિશના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા અને એણે મને કહ્યુ કે,

એ ફ્લેટમાં પહેલા અંકિતા નામની છોકરી રહેતી હતી અને એણે આત્મહત્યા કરી હતી, આ તો મને ખબર હતી પણ એના પછી નિતીશે જે કહ્યુ એના પછી મારા હોશ ઉડી ગયા.

એણે કહ્યુ કે જ્યારે અંકિતાની લાશને નીચે ઉતારવામાં આવી ત્યારે એની આંખો લાલ થ​ઈ ગ​ઈ હતી. એનું લોહી આંખોમાં ભરાઈ ગયુ હતુ અને એવુ સાંભળ્યુ છે કે એની આત્મા હજીએ એ ફ્લેટમા ભટકે છે.

આ સાંભળી મારી હાલત ખરાબ થ​ઈ ગ​ઈ. એ રૂમ મને લાલ રંગનો દેખાયો એનો મતલબ કે હું એ સમયે રૂમમાં નહિ પણ એની આંખમાં જોઈ રહ્યો હતો. મને ખબર નહોતી પડતી કે હ​વે શું કર​વું. ભૂત પ્રેતમા ના માનતો હું આજે મને બીક લાગી રહી હતી.નિતીશ પણ ડરી ગયો હતો એટલે છેવટે અમે નક્કી કર્યુ કે ઘર બદલી નાખ​વું.

આ વાતને ઘણો સમય થયો પણ હજીએ એ ઘટના વિશે વિચારુ છુ ત્યારે અસ્વસ્થ થ​ઈ જાઉ છું. પછી આ વાત મે ક્યારેય કોઇને નથી કરી સ્વાતિને પણ નહિ. હા, હું અને સ્વાતિ સાથે છીએ અને સુખેથી રહીએ છીએ પણ ક્યારેક એ ઘટના યાદ આવી જાય છે.

આ મારો પહેલો પ્રયાસ છે કઇક અલગ લખવાનો.

દરેક પ્રકારના પ્રતિભાવ આવકાર્ય છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror