સપના સતાવે પ્રિયતમના
સપના સતાવે પ્રિયતમના
વહાલી...ભુમી રાણી મારા હૈયાનો હાર છે તું. તારાથી દૂર જઈશ તોય આ દિલમાં તો તારા હું સદાય યાદોથી ઓનલાઈન રહીશ તને કદીય એકલી નહી પડવા દવ..... આમ કહેતા જ પરદેશ જતા પતિ કર્મવીર અને વિહવળ બનેલ ભીની આંખોવાળી પત્ની ભુમી બંનેની આંખો જુદાઈના દર્દથી છલકાઈ ગઈ ગાઢ આલીંગનમાં જકડાઈ બંને કર્મ-ભુમી એક બની ગયા જાણે ૩ મહિનાનું હેત ભેગુ વરસાવતા હોય.
વેદના વિરહ તણી પ્રિતમ કેમ સહેવાય મુજથી
પળ પળ તારી યાદો છલકે હૈયે કેમ રહેવાય મુજથી
પતિ ને ભારે હૈયે બહારથી હસીને વિદાય આપી ભૂમી દોડીને ઘરમાં જઈ પોક મૂકી રડી પડી. વરસાદની જેમ વરસતા આંહુંડાથી ઓશીકુ પલડી ગયુ તોય હિબકા ભરતી રહી આ જાણે પ્રિતમની યાદ વરસતી હતી.
પહેલીવાર પતિ લગન પછી દૂર ગયેલ હતો ત્રણ મહિના ઓફિસ કામે. બા બાપુજીની સેવા માટે વહાલી પત્નીને મૂકીને.
યાદોની સાથે સમયચક્ર ફરતુ રહ્યુ ભુમી નું હદ્ય કોઈ દિ વિરહ તો કોઈ દિ સારી સુખમય યાદોથી ખીલતુ રહ્યુ પણ
"યાદ આ પ્રિતમ કેરી ઘડિય ન દૂર થાય
કદીક હસાવે તો કદીક ખુબ રડાવી જાય"
બારીમાં રાતે જાગીને બેસે તો એ ઠંડી લહેર પણ ભુમીના કર્મની યાદ લઈ આવે તેના પ્રેમાળ હાથના સ્પર્શનો મધુરો અહિસાસ કરાવે. રાતે સુતા અચાનક જ વહાલથી કર્મ કહેતો હોય "ભુમી તને ખુબ યાદ કરુ છુ. ઝબકીને જાગતી પછી દુખી થઈ કર્મના ફોટોને છાતી સરખો ચાંપી સુઈ જતી.
સવારે જાગતા ફરી વાસ્તવિક દુનિયામાં સાસુ સસરાને સાચવતી પણ તેના ચહેરા પર કુદરતી હાસ્ય ન રહેતુ
એકવાર બપોરે વરસતા વરદાદના ટીંપા બારી ખોલી હથેળીમાં ટીપાં ઝીલતી હતી તેણે લાગતુ જાણે આ વરસાદના ટીંપા તેના કર્મના પ્રેમનો રામાંચક સ્પર્શ લઈને આવે છે
ત્યારે વાંચેલ સંસ્કૃત નાટક "મેઘદુતમ" યાદ આવે છે જેમાં વિરહી યક્ષ પોતાની પ્રિયતમાને વાદળો સાથે વહાલ લાગણીઓ મોકલે છે. તો ભુમી પણ તેના કર્મને બારીને ચુમીને આઈ લવ યુ કર્મ. મીસ યુ. કહી વહાલ મોકલે છે સાચા પ્રેમની અસર સામેના હૃદય પર થાય જ છે. કર્મ પણ ઓફિસે કામ કરતાં વચ્ચે પ્રિયતમા ભુમીની યાદોથી ભાવવિભોર બને છે. અને આઈ લવ યુ વહાલી.. અચાનક શબ્દ સરી પડે છે જાણે યાદોની મૌસમ જામી છે.
"તારી યાદૉ ની મૌસમ આજ બરાબર જામી છે
જાણૅ ભરપૂર ચૉમાસૅ વરસાદની હૅલી જામી છે"
ભુમીએ ભીતરમાં અલગ યાદોની નવી દુનિયા બનાવી હતી તેમા તે ખોવાયેલ રહેતી ના છુટકે જરુરી કામ કરવા તે વાસ્તવિક દુનિયામા આવતી પણ ત્યા તેનું મન ન લાગતુ હતુ કેમ કે પ્રિતમ ની યાદ ભીતરની દુનિયામાં સજાયેલ રહેતી.
"દુનિયા બહારની નૅ દિલની બૅય અલગ જ હોય છે
દિલમા લાગણિઓ નૅ બહાર જુઠનૉ વ્યવહાર હોય છે"
બે મહિના ગુજરી ગયા એક દિ ડોરબેલ રણકી.... ભુમી ચમકીને દોડી ખોલે તો કુરીયર લંડનથી .. ઓહો.. સાસુમા જોઈ બોલ્યા દીકરાને પણ વહુંરાણી યાદ આવી ગઈ. આજ તો મારી વહું ડાન્સ કરશે.
ભુમી ભીતરના આનંદમાં શરમાઈ સાસુમાને પગે લાગી.. ખુશ રહો..
કહેતા જ ભાગી રુમમાં ધડકન વધી ગઈ હતી કુરીયર બોક્ષ તોડી જોયુ તો..
ભુમીની દરેક ફેવરીટ વસ્તુ પરફ્યુમ. મેક અપ બોક્ષ. ડ્રેસ. અને અરે.. પીન્ક બ્રા. ઓહ નો ઈડિયટ શેતાની તો કરે જ આ.. બોલી ભુમી શરમાઈ ગઈ
સાથે એક પેન ડ્રાઈવને પત્ર હતો એમાં લખેલ વહાલી ભૂમી બોક્ષમાં આટલુ જ સમાયુ બાકી હૈયે હેતનો સાગર મોકલવો હતો પેન ડ્રાઈવમાં વિડિયો છે તારા માટે રોજ જોજે બને તેટલો વહેલો આવીશ ખુશ રહે સદાય તુ
ભુમી તરત જ પેનડ્રાઈવ લેપટોપમાં ભરાવી વિડીયો જોવા લાગી પહેલો વિડિયો માઁ બાપ માટે હતો .. પણ ભૂમીને ગમ્યો સાસુ સસરા ખુબ સારા હતા. બીજા બધા વિડીયો કર્મે ભૂમીને અઢળક સ્નેહ વરતાવે તેવા મોકલ્યા હતા.
બસ હવે તો ભુમી ઈયરફોન લગાવી કામ કરતા પણ પ્રિતમની યાદોમાં રહેતી ધણીવાર લવ યુ કર્મ . બોલી દેતી રાત્રે જ્યારે સુતી ત્યારે વિડિયોમાં કર્મ ની પ્રેમભરી વાતો સાંભડી તકીયો છાતીએ દબાવી ભરપુર ચુબન સાથે વહાલ કરતી જાણે કર્મની બાહોમાં પ્રણયલીલા કરતી હોય તેવો અહિસાસ કરતી કોઈવાર હસીને મનોમન કહેતી કે.. સાચે જ
"પ્રિતમની યાદ " તો ખુબ જ વહાલી છે
આ તો કર્મ દૂર ગયા પછી જ ખબર પડી કે હું તેને કેટલો ચાહું છું .
મૌનમાં પણ ઘણી વાત થઈ શકે છેં.
દરેક પગલે નવી શરૂઆત થઈ શકે .
ભૌગોલિક અંતર ક્યાં નડે સંબંધો ને
બસ આંખ મિચો ને મુલાકાત થઈ શકે"
દિવસો જુદાઈના જાય છે એ જશે જરુર મિલન સુધી .. સરસ અવાજમાં ગઝલ ગાતી ભુમી હવે માત્ર ૧૦ દિવસ જ બાકી હતા એટલે આતુરતાથી રાહ જોતી વ્યાકુળ બનતી હતી જેમ નજીક આવે મિલનનો સમય તેમ વ્યાકુળતા વધતી જાય છે. લોટ પલાડીને હાથથી ગુંદવા જતી ત્યાં જ ડોરબેલ રણકે છે. સાસુ બુમ પાડે છે ભુમી દરવાજો ખોલતો બેટા.
ભુમી ઉતાવળમાં દરવાજો ખોલવા જાય છે અને તે દરવાજો ખોલતા જ બોલે છે.. અરે..રે.. તુ ...
નજર સામે અચાનક કર્મ આવી ગુલાબ આપી પૂછે છે. પ્રિતમની યાદ આવતી હતી ?
પછી તો હરખની છોળો ઊડે ને પ્રેમ સાગર બંને હૈયે ઊમટી પડે છે ભુમી કહે છે.
"અવકાશ નથી હવૅ તારી નૅ મારી વચ્ચે અજાણયા બની રહૅવાનૉ
હવૅ તૉ બસ હક છે મનૅ તનૅ વૅલની જૅમ વિટળાઈ રહૅવાનૉ"
સમય સ્થળનું ભાન ભૂલી એકબીજાને બાહોમાં બને તેટલા જોરથી દબાવી ગાઢ આલિંગન આપે છે ભુમી કર્મને વહાલ કરે છે ગાલે માથે છાતીએ વળગી પણ તેના હાથ લોટથી ખરડાયેલ તે ભૂલી જાય છે કર્મના મોઢે હોઠે. માથે છાકીએ લોટ વળગે છે આ કર્મ જાણવા છતાં તે લોટથી ખરડાય છે પ્રેમમાં બધુ ખપે. એવુ માની.
અચાનક માઁ આવી જાય પુત્રને જોઈ હરખાઈ આવકારો આપે છે શરમાઈ તે પગે લાગે છે દીકરો લોટથી ખરડાયેલ જોઈ માઁ સમજી જતાં હસીને કહે.
આજ તો તારી પ્રિયતમા લોટ બની વરસી લાગે છે ભુમી શરમાઈ દોડી રુમમાં જાય છે
દર્પણમાં તેનું ચમકતુ મુખ જોવે છે અને બોલે છે . સાચે જ
"પ્રિતમ ની યાદ" તો અવર્ણનીય છે.

