"સ્પીક અપ ફોર મી"
"સ્પીક અપ ફોર મી"
હું ખુબ નાનકડો છું તેથી કોઈ મને સાંભળતું નથી...
મા બહુ બીઝી છે તેના પોતાના કામમાં.. ઉપરથી ક્યારની ભૂખ લાગી છે પણ ખબર નહી પા ને મા કપડાં ને વાસણ બાંધી ને કહે છે કે ક્યાંક જવાનું છે... આજે બુટ પણ પહેરવા મળ્યા ને મને નાનકી બેગ પકડવા મળી.
પણ હવે તો બે કલાક થયા હશે ચાલતા ચાલતા... આ બોર્ડર એટલે શું ...?? ને કેટલું આધું હશે અમેરિકા..?? પૂછું તો છું પણ જવાબ કોઈ આપતું નથી ને ચાલે રાખ એમ કહેવામાં આવે છે..."
"નથી ઉપડાતી બેગ ભલે તરસ લાગી... પગ જ નથી ઉપડતા ઘસડું જ છું કે ઘસડાઉં છું ..તડકો ક્યારે ઓછો થશે... આ ફાટેલા શર્ટમાં પણ ગરમી લાગે છે..ખાબોચિયામાં બોળી મા એ માથે રૂમાલ મૂક્યો પણ કાનમાંથી વરાળ નીકળે છે. બળી આ બોર્ડર.. ને મારે અમેરિકા નથી જાવું પણ કોણ મને ગણકારે છે... અરે પૂછ્યું પણ નહોતું કે મારે જવું છે કે નહીં? આમ તો આખી શેરી ના ભાઈબંધો મારી જેમ ચાલી રહ્યા છે પણ બધા અડધા માંદા દેખાય છે ગરમીથી રેબઝેબ દેખાય છે...પાણી પીધા વગરના સૂકાઈ ગયેલા મોંઢા..હું ચૂપ છું હવે. ચાલવાનું જ છે તો ચાલું છું."
" ટીણીયા ના પા બોલ્યા ત્યારે ખબર પડી દસ કલાક થી ચાલ્યા જ કર્યું છે, મા ને પા ને ખબર નથી પડતી દવા ક્યાંથી લાવશે ? શ્વાસ લેવા માં પણ તકલીફ પડે છે. માથું તો ફાટી પડે છે.. ઝાડ ની નીચે બેસાડી બધા ક્યાં ગયા ?આંખો હવે બંધ થઈ જાય છે.. માખી ક્યારેક પોપચાં ઉઘાડી જાય છે. "
બધી વાર્તા ઓ ફક્ત...“પેન” થી નથી લખેલી હોતી..જીવન માં ઘણી વાર્તા ઓ પેઈનથી પણ લખાયેલી હોય છે.
