Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Jyotindra Mehta

Drama Thriller


4  

Jyotindra Mehta

Drama Thriller


સંભવામિ યુગે યુગે ભાગ ૬

સંભવામિ યુગે યુગે ભાગ ૬

4 mins 363 4 mins 363

સાંજે કોલેજમાંથી નીકળ્યા ત્યાં સુધીમાં વર્ગના બધા વિદ્યાર્થિઓ સાથે ઓળખાણ થઇ ગઈ હતી અને લંચબ્રેક માં બીજા વર્ગના વિદ્યાર્થીઓ આવીને મળી ગયા હતા. ભુરીયો અને જીગ્નેશ નવી ઓળખાણોથી ખુશ હતા અર્પણ સોમે વધારે રસ દેખાડ્યો નહિ, તેના માટે પ્રખ્યાતિ એ બોજ સમાન હતી. પણ છોકરીઓને ભુરીયા અને જીગ્નેશ કરતા સંગીતસોમ માં વધારે રસ પડ્યો હતો. છ ફૂટ કરતા થોડી વધારે હાઈટ, પહોળા ખભા, સોહામણો ચહેરો અને મોહક સ્મિત કોઈ પણ છોકરી ને આકર્ષી શકે તેવું હતું. પણ તેના ઠંડા વ્યવહાર ને લીધે બધી પાછી પડી પણ તેમાંથી એક પાયલ ને સોમ ખુબ ગમી ગયો હતો તેથી પ્રથમ દિવસે જ નક્કી કરી લીધું કે આ છોકરાને પટાવીને જ રહીશ.


           પ્રોફેસર અનિકેતે હોસ્ટેલ પહોંચતા સુધી ત્રણેયને તેમના વિષે બધું પૂછી લીધું. ગાડીમાંથી ઉતર્યા પાછી સંગીતસોમ ને કહ્યું કે ગુરુજી એ મને તારા સંગીતપ્રેમ વિષે કહ્યું હતું, તેથી મેં એક મ્યુઝિક ક્લાસમાં વાત કરી રાખી છે ત્યાં તેઓ શાસ્ત્રીય તેમજ આધુનિક સંગીત નું જ્ઞાન આપે છે તો, તારું એડમિશન ત્યાં લઈશું. સોમે હકાર માં માથું હલાવ્યું.


          રવિવારે પ્રોફેસર તેને મ્યુઝિક ક્લાસ માં લઇ ગયા. મ્યુઝિક ટીચર મધુસૂદને પહેલવાન જેવા શરીરવાળા સંગીતસોમ ને જોઈને કહ્યું ભાઈ તું અખાડામાં જા, મ્યુઝિક તારું ક્ષેત્ર નથી. પ્રોફેસરે તરત કહ્યું કે ભૂલ કરો છો સર આ ફક્ત સારું ગાતો નથી પણ જુદા જુદા વાજિંત્રો પણ વગાડે છે. મધુસૂદને ઉપહાસ કરતા કહ્યું કે શું વગાડે છે મંજીરા, તે તો ભજનમાં જનાર કોઈ પણ વ્યક્તિ વગાડી શકે છે અને ભજન ગાવું એ કઈ ગાયનકળા કહેવાય નહિ.. પ્રોફેસરે સોમ તરફ જોઈને કહ્યું આ સામે પડેલા સાધનોમાંથી કોઈ વગાડી શકીશ ? સામે વાયોલિન, સિતાર અને ગિટાર મુકેલા હતી, તે અજાણતામાં સિતાર તરફ ગયો. તેને પહેલા કોઈ દિવસ સિતાર વગાડી ન હતી પણ અંતરાત્મા નો અવાજ સાંભળીને તે ગાદી પાર બેસી ગયો અને સિતાર ખોળામાં મૂકી. મધુસૂદને કહ્યું પહેલવાન જોજે તોડી ન નાખતો. પણ જેવો તેને પહેલો તાર છેડ્યો મધુસુદનનો અવાજ બંધ થઇ ગયો. પાછી સોમે એક જૂનું ગીત મન તરપત હરિ દર્શન કો આજ પૂર્ણ આરોહ અવરોહ સાથે ગયું અને આંખો બંધ કરીને સિતાર વગાડતો ગયો. જયારે ગીત પૂરું કર્યું ત્યાં સુધીમાં તો મધુસુદન આભો બનીને તેની સામે જોઈ રહ્યો. સિતાર મૂકીને સોમ મધુસુદન પાસે આવ્યો ત્યાં સુધી તેની તંદ્રા તૂટી નહિ. સંગીતસોમ જયારે પગે લાગ્યો ત્યારે તંદ્રા તૂટી અને તેને સંગીતસોમ ને ગાલે વળગાડ્યો અને કહ્યું તું તો ગંધર્વનો અવતાર છે તારે સંગીતશિક્ષાની શું જરૂર છે. હું તને શું શીખવાડીશ તું તો અદભુત છે.


પ્રોફેસર અનિકેતના ચહેરા પર હાસ્ય રમી રહ્યું હતું તેમણે કહ્યું હવે કહો સર આ અખાડાનો પહેલવાન છે કે સંગીતનો ? મધુસૂદને કહ્યું આ તો સંગીતનો પહેલવાન છે તેના નામની જેમ સંગીતનો ચંદ્ર. અવાજમાં ચંદ્ર જેવી શીતળતા. મધુસૂદને કહ્યું બોલ તારે શું શીખવાની ઈચ્છા છે ? સોમે કહ્યું મારે સંગીતનું પૂર્ણ જ્ઞાન જોઈએ છે, શાસ્ત્રીય તેમજ આધુનિક અને બધા જ વાદ્યો વગાડતા શીખવાની ઈચ્છા છે. મધુસૂદને કહ્યું તારે જયારે પણ આવવું હોય ત્યારે આવ અને તારી પાસેથી હું કોઈ ફી નહિ લઉં. તને શીખવાડીને મને આનંદ મળશે તેજ મારી ફી. 


ભણવામાં સંગીતસોમ હોશિયાર હોવાથી તે વર્ગમાં સૌથી આગળ રહેતો પણ તે હંમેશા પાછળ બેસતો, ભુરીયા અને જીગ્નેશ સાથે. ભુરીયો અને જીગ્નેશ ભણવામાં મધ્યમ હતા પણ સોમ ને તેમનીજ દોસ્તી પસંદ હતી. પ્રોફેસરો તેને હંમેશા પૂછતાં કે તને ૧૦મી માં એટલા સારા ટકા આવ્યા તો સાયન્સમાં એડમિશન કેમ ન લીધું તે આસાનીથી ઇંજિનિયર કે ડૉક્ટર બની શક્યો હોત. જવાબમાં સોમ ફક્ત એટલુંજ કહેતો કે મારુ મન હંમેશા કળા તરફ ખેંચાણ અનુભવે છે મને ઇંજિનિયર કે ડૉક્ટર બનવામાં રસ નથી. તે ફ્રી પિર્યડમાં કેન્ટીનમાં કે ગ્રાઉન્ડમાં જવાને બદલે હંમેશા લાયબ્રેરીમાં બેસતો. સાંજે મ્યુઝિક ક્લાસમાં અને રાત્રે પ્રોફેસર અનિકેતના બાઈક પર ભુરીયા અમે જીગ્નેશ ને બેસાડીને અમદાવાદ તેમજ આજુબાજુના એરિયામાં ફરતો. ઐતિહાસિક સ્થળો પાસે થોડી વાર ઉભો રહીને આંખો બંધ કરતો અને ઊંડા શ્વાસ લેતો.


થોડા જ સમયમાં લાયબ્રેરિયન સાથે તેની પાકી દોસ્તી થઇ ગઈ તેથી તેને દરેક પ્રકારના પુસ્તકો મળવા લાગ્યા. ઐતિહાસિક કથાઓ વાંચવાનો તેને ખુબ શોખ હતો. વરસ પૂરું થતા થતા તેણે લાયબ્રેરીના મોટાભાગના પુસ્તકો વાંચી લીધા હતા, તેની વાંચનની ઝડપ અને ભૂખ જોઈને લાયબ્રેરી ના હેડને આશ્ચર્ય થયું, તેણે પોતે અમદાવાદ સીટી લાયબ્રેરીની મેમ્બરશિપ સોમ ને લઇ આપી. હવે તેણે કોલેજની લાયબ્રેરીમાં જવાનું બંધ કર્યું અને ચાર વાગ્યા પાછી કોલેજના લેક્ચર બંધ કરીને સીટી લાયબ્રેરીમાં જવાનું શરુ કર્યું. પણ જેમ જેમ વાર્ષિક પરીક્ષાઓ નજીક આવી તેમ ઈતર પ્રવૃત્તિઓ બંધ કરીને ભણવામાં મન પરોવ્યું. પરીક્ષાના પેપર સરસ ગયા. આ વરસ સોમ માટે સરસ ગયું હતું કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તે ખુબ ઝળક્યો. નાટ્યસ્પર્ધા, કાવ્યસ્પર્ધા હોય કે ગાયન સ્પર્ધા દરેક માં તે પ્રથમ રહ્યો. પ્રોફેસરો કહેતા કે એવો તેજસ્વી વિદ્યાર્થી પાછળ ૫૦ વરસમાં નથી જોયો અને બધાને ખબર હતી કે વાર્ષિક પરીક્ષામાં પણ તે પ્રથમ આવશે. ભુરીયો અને જીગ્નેશ રમતગમત માં ઝળક્યા હતા.

         પરીક્ષાઓ પુરી થયા પાછી ત્રણેય જણ પાળિયા પાછા આવ્યા.


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama