Jyotindra Mehta

Drama Thriller

2.5  

Jyotindra Mehta

Drama Thriller

સંભવામિ યુગે યુગે ભાગ ૫

સંભવામિ યુગે યુગે ભાગ ૫

4 mins
282


૧૦ વર્ષ પછી

એલ ડી આર્ટસ કોલેજનો પ્રથમ દિવસ હતો, નવા અને જુના વિદ્યાર્થીઓનું આગમન શરુ હતું. કોલેજના ગેટમાંથી ત્રણ વિદ્યાર્થી પ્રવેશ કરી રહ્યા હતા. તે વખતે તેમની પાછળથી એક ગ્રુપ બાઈક પરથી આવી રહ્યું હતું. એક બાઇકસવારે ત્રણમાંથી એક વિદ્યાર્થીના પીઠ પર ધબ્બો માર્યો જેના લીધે તે પડી ગયો અને બાકીના બાઇકસવારોએ તેમને ઘેરી લીધા અને જોર જોરથી હસવા લાગ્યા. જેને ધબ્બો માર્યો હતો તેણે પોતાની બેગમાંથી દોરડું કાઢ્યું અને જે વિદ્યાર્થી પડી ગયો હતો તેના હાથમાં બાંધી દીધું. તે વિદ્યાર્થી ઉભો થયો અને ડરથી કહેવા લાગ્યો " બાપજી સોડી દ્યો મુને મારો કઈ વાંક ગનો?". તેની આવી ભાષા સાંભળીને બધા હસવા લાગ્યા. બીજા બંને વિદ્યાર્થીઓના હાથમાં પણ દોરડું બાંધ્યું. તે ત્રણ વિદ્યાર્થીઓમાં એક જાણ ખુબ શાંતિથી ઉભો હતો તેણે કહ્યું શારીરિક રીતે કોઈ તકલીફ થાય તેવું રેગિંગ કરશો નહિ તે ગુનો છે. તેની વાત સાંભળીને બધા જોરજોરથી હસવા લાગ્યા. તેમના લીડરે કહ્યું કે કોણે કહ્યું આ ગુનો છે. નવા વિદ્યાર્થી એ ફરીથી કહ્યું એવું કરશો નહિ કોઈને વાગી જશે. બાઇકસવારે કહ્યું તે ભલેને વાગે, નવા છો એટલે થોડું વાગેય ખરું, બકા. નવા વિદ્યાર્થીએ કહ્યું કે હું મને વાગવાની વાત નથી કરતો તમને વાગવાની વાત કરી રહ્યો છું. કોલેજના પ્રથમ દિવસે નવા વિદ્યાર્થીના લીધે તમને વાગે તે કેવું ખરાબ દેખાય. બાઇકસવારે કહ્યું જોઈએ બકા કોને વાગે છે, ચાલો દોડાવો આ ત્રણેયને.


નવા વિદ્યાર્થીએ પાડીને ઉભા થયેલ વિદ્યાર્થી સામે જોઈને કહ્યું ભુરીયા હવે ખસતો નહિ. બાઇકસવારોએ બાઈક સ્ટાર્ટ કર્યું અને રેસ આપી પણ પેલા ત્રણેય અડીખમ ઉભા રહ્યા. વધારે રેસ આપી તો આગળનું ટાયર ઊંચું થયું અને ત્રણેય બાઈકસવારો પડી ગયા અને બાઈક તેમની ઉપર.. ત્યાં સુધીમાં તેમની આજુબાજુમાં જે ટોળું ભેગું થયું હતું તેમાં હસાહસ થઇ ગઈ. બાઈક સવારોનાં લીડરે ગુસ્સામાં આવીને પટ્ટો કાઢ્યો ત્યાં દૂરથી સંસ્કૃતના પ્રોફેસર અનિકેત આવતા દેખાયા એટલે ઝડપથી તેમના હાથમાંથી દોરડા કાઢ્યા અને ધીમેથી કહ્યું ખબરદાર જો પ્રોફેસરને કઈ કહ્યું છે તો. નવા વિદ્યાર્થીએ ધીમેથી હસીને કહ્યું જો સાચું કહીશ તો તમારું કેટલું ખરાબ લાગશે, પ્રોફેસરે પડેલા બાઇકસવારોની નજીક આવીને પૂછ્યું કોઈ સ્ટન્ટ કરવા જતા હતા ? બાઇકસવારોએ હકારમાં માથું હલાવ્યું. અનિકેતે કહ્યું ઠીક છે મને સ્ટાફરૂમમાં આવીને મળજો અને પેલા નવા વિદ્યાર્થીઓની નજીક આવીને પૂછ્યું તમે પાળિયાના છો ? તેમણે હા કહી એટલે તેમણે આગળ કહ્યું ગુરુજીનો ફોન આવ્યો હતો કે તમે અહીં એડમિશન લીધું છે. તમારા એડમિશન વખતે હું બહાર હતો તેથી આપણી મુલાકાત નહોતી થઇ. કોઈએ તમને હેરાન તો નથી કર્યા ને ? તેમણે ના પડી એટલે પૂછ્યું તમારા નામ શું છે ? 


શરૂઆત ભૂરિયાએ કરી તેણે કહ્યું સર હું ભૂરસિંહ પણ બધા મને ભુરીયો કહે છે , આ સંગીતસોમ અને આ જોગલો એટલે કે જીગ્નેશ. પ્રોફેસરે કહ્યું કે વાહ ! હવે આદિવાસી વિસ્તારમાંયે સારા નામ પાડે છે. ભૂરિયાએ કહ્યું અમારા બધાના નામ સુંદરદાસજીબાપુ એ પાડ્યા છે બાકી મૂળ નામ તો ભૂરો,સોમ અને જીવણ હતા. પ્રોફેસરે કહ્યું તમારો કલાસરૂમ પહેલે માળે છે તેમાં જઈને બેસો અને કોલેજ છૂટ્યા પછી સ્ટાફરૂમમાં આવજો આપણે સાથે હોસ્ટેલમાં જઈશું. ભૂરિયાએ તરત પૂછ્યું તમે પણ હોસ્ટેલમાં રહો છો ? અનિકેતે હસીને કહ્યું ના હું હોસ્ટેલની પાછળ સ્ટાફ ક્વાર્ટર છે તેમાં રહું છું તમે મારી સાથે ગાડીમાં આવજો.


  હકારમાં માથું હલાવીને ત્રણેય જણા પોતાના કલાસરૂમ તરફ આગળ વધ્યા. તેઓ જેવા ક્લાસમાં દાખલ થયા આખા ક્લાસે તેમને તાળીઓથી વધાવી લીધા. ગેટ આગળ કરેલા પરાક્રમની વાત તેમના પહેલા ક્લાસમાં પહોંચી ગઈ હતી. બધા વિદ્યાર્થીઓ તેમની સાથે હાથ મિલાવવા પડાપડી કરવા લાગ્યા. તેઓ પ્રથમ દિવસેજ ક્લાસના લીડર બની ગયા હતા. ભુરીયો હોઠની ઉપર આવેલી રૂંવાટી પર હાથ ફેરવી કહેવા લાગ્યો આતો અચાનક મારેલા ધીબા ના લીધે પડી ગ્યો તો બાકી બાપુ ન પડે. સંગીતસોમ એક અક્ષર પણ બોલ્યા વગર પાછળની સીટ ઉપર જઈને બેસી ગયો. તેણે લાઈમલાઈટ માં રહેવું ગમતું નહિ પણ આજેય વણજોઈતી ખ્યાતિ તેને મળી હતી. તે હંમેશા શાંતિથી જીવવા માંગતો હતો પણ પ્રખ્યાતિ હંમેશા તેનો પીછો કરતી. નાનપણથી તેની સાથે એવું થતું આવ્યું હતું પછી ભલેને તેની ગાયકી હોય કે સંગીતસાધન વગાડવાની તેની પારંગતતા. તે તબલા, ઢોલ , મંજીરા અને હાર્મોનિયમ બધું વગાડી જાણતો. તેનું જુદી જુદી રાગરાગિણીઓ પર તેનું પ્રભુત્વ હતું અને તે પણ કોઈ જાતની શાસ્ત્રીય સંગીતશિક્ષા વગર, તેમાંય જયારે તે રાગ કેદાર વગાડતો ત્યારે તે જાણે સમાધિમાં જતો રહેતો. તેથીજ સુંદરદાસજી બાપુ એ તેનું નામ સોમમાંથી સંગીત સોમ કરી દીધું હતું. 


Rate this content
Log in

Similar gujarati story from Drama