સંભવામિ યુગે યુગે ભાગ ૪
સંભવામિ યુગે યુગે ભાગ ૪


દિલીપ અને સોમના ગયા પછી ધીરજ તેમની નજીક આવ્યો અને પૂછ્યું આ તેજ બાળક છેને જેની કુંડળી રાવણ જેવી જ છે? જટાશંકરે હકારમાં માથું હલાવ્યું. ધીરજે કહ્યું તો પછી તેના પિતાએ જન્મસમય ખોટો નોંધ્યો હશે. જટાશંકરે કહ્યું તેનો જન્મસમય પણ બરાબર હતો અને મેં બનાવેલી કુંડળી પણ મેં ધ્યાનમાં જઈને પણ તાળો મેળવ્યો હતો અને રાવણને લગતી દરેક વાત આ બાળક ને લાગુ પડે છે. તે ધ્યાન આપ્યું હોય તો બાળકે ગાયેલું ભજન પણ શિવ સ્તવન હતું અને રાવણ મહાન શિવ ભક્ત અને સંગીત વિશારદ હતો, તે પોતે સારો ગાયક પણ હતો. તે ચારેય વેદનો જ્ઞાતા હતો. રાવણ અને સોમમાં સમાનતા પણ ઘણી બધી છે. રાવણનું ગોત્ર પણ દેવગણ હતું અને સોમનું પણ ગોત્ર દેવગણ છે. રાવણ અને સોમ બંનેના પિતા બ્રાહ્મણ છે બીજું સોમની માતાના છેડા રાવણની માતા કૈકસીને અડે છે. તેની માતા એજ જાતિની છે જે જાતિની કૈકસી હતી. ધીરજે કહ્યું એટલે કે તેની માતા રાક્ષસ જાતિની છે. જટાશંકરે ધીરેથી હસીને કહ્યું કે રાક્ષસ એટલે કથાઓમાં આવે તેમ બિહામણા નહોતા. રાવણે પાંચ જુદી જુદી જાતિઓ ને ભેગી કરીને રક્ષ સંસ્કૃતિની સ્થાપના કરી હતી તેથી ત
ેઓ રાક્ષસ કહેવાયા. રાવણ ચાર વેદનો અને પાંચ કળાઓનો જાણકાર હતો તેથી તેને દશ મસ્તક છે એમ કહેવાતું. પણ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયું છે તે વર્તમાનમાં કહી શકાતું નથી તેથી અત્યારે તે વિષય બંધ કરીયે અને આપણે રવાના થઈએ.
આ વિષયની જયારે તેઓ ચર્ચા કરતા હતા ત્યારે તેમને અંદાજો નહોતો કે એક ત્રીજી વ્યક્તિ તે બંનેની વાત સાંભળી રહી હતી. બીજે દિવસે તે વ્યક્તિએ એક ગુપ્ત સંગઠનના નેતાને આ બધી વાત કરી. તેને કહ્યું તે બાળકના પિતા વિશ્રવાના કુળના છે અને માતા પણ કૈકસીના વંશની છે અને તેની કુંડળી રાવણ જેવી જ છે તો જો આપણે તેને અત્યારેજ મારી દઈએ તો આગળ તે કોઈને નુકસાન ન પહોંચાડી શકે.
તે વ્યક્તિની સામે બેઠેલા પ્રદ્યમાનસિંહે બધી વાત શાંતિથી સાંભળી અને કહ્યું રાજવીર ફક્ત સાંભળેલી વાત પરથી બાળહત્યા કરવી એ તો મૂર્ખતા છે. તું તે બાળક ઉપર નજર રાખ જેથી કોઈ સંશય ન રહે, પણ ખબરદાર તું બાળકને કોઈ જાતનું નુકસાન પહોંચાડતો નહિ.
રાજવીરના ગયા પછી પ્રદ્યુમનસિંહ સ્વગત બબડ્યા હે પ્રભુ શું યુદ્ધનો સમય નજીક આવી રહ્યો છે?