Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Jyotindra Mehta

Drama Thriller

4  

Jyotindra Mehta

Drama Thriller

સંભવામિ યુગે યુગે ભાગ ૩૫

સંભવામિ યુગે યુગે ભાગ ૩૫

5 mins
436


સોમ ઊંઘમાંથી ઝબકીને જાગી ગયો. તેના કાન ભુરીયાની ચીસો હજી ઘૂમી રહી હતી. સોમ ઉભો થયો અને જોયું તો તે એક બંગલા ને બદલે એક સ્મશાનમાં હતો ને ભુરીયો એક થાંભલા સાથે બંધાયેલો હતો અને ચીસો પડી રહ્યો હતો અને કહી રહ્યો હતો સોમલા મને બચાવ આ લોકો મને મારી નાખશે પેલા જીવણીયાનેય મારી નાખશે. તારા માબાપ નેય મારી નાખવાનો છે અને એની પાછળ બધું ભેજું ઓલી પાયલનું છે, મેં એને જોઈ હતી પેલા બાબા સાથે વાત કરી રહી છે, અમારા બધા વિષે તેણેજ વાત કરી હતી. ઈ ડાકણ છે બધો ખેલ એનોજ છે ઈ ડાકણ છે. તારી પાયલ તો ક્યારેય તારી પાયલ નોતી તું અને વિષે વિચાર કરજે. તારી આજુબાજુ એવા લોકો છે જે તને ફસાવી રહ્યા છે નહીંતર તારે ક્યાં પેલા બાબા જોડે દુશ્મની હતી. સોમે નજીક જઈને પૂછ્યું કયા બાબાની વાત કરે છે. ઈ બાબો જે મને એક વાર મલ્યો હતો અને કેતો હતો કે સોમ ને કે મારી જોડે દોસ્તી કરી લે પછી આપણે રાજ કરીશું પણ તને પાયલે ભોળવી નાખ્યો તે તો ડાકણ છે તેને બધા પર રાજ કરવું છે. તેને શક્તિ જોઈએ છે એટલે તને અને બાબા ને લડાવી રહી છે, તને ખોટું લાગતું હોય તો એક વાર તેના પર કોઈ મંત્ર ફૂંકીને જોજે તને ખબર પડી જશે. તું પેલા બાબા જોડે દોસ્તી કરીને મને છોડાવ એણે મને અહીં બાંધી રાખ્યો છે અને મારી જગ્યાએ મારા જેવા કોઈને લઇ ગયો છે અને કેતો હતો કે તું તો મારો હુકમનો એક્કો છે તને આમ કઈ મારી નંખાય ! પેલા તું તે બધાના ચુંગાલમાંથી છૂટ એટલે બાબો તને મળશે અને તું મને છોડાવજે અને તારા માબાપ ને પણ.પેલા લોકો જીવણીયાનેય બાબાને સોંપવાના છે. મને તો એવુંય લાગે છે કે આ બાબો પાયલનો માણસ છે અને પાયલ બોસ છે. એક વખત જયારે મને બાંધેલો હતો ત્યારે પાયલ અહીં આવેલી અને પેલો બાબો તેની સાથે ડરીડરીને વાત કરતો હતો. તે તેને કોઈ ધમકી આપી રહી હતી.


 એટલામાં સોમ ના ખભા પર કોઈ હાથ મૂકીને તેને હલાવતું હોય તેમ લાગ્યું. તેની આંખો ખુલી ગઈ સામે રામેશ્વર હતો. તેણે સોમને પાણી આપ્યું અને પૂછ્યું કે ઊંઘમાં ચીસ પડી તેથી હું દોડીને આવ્યો. શું કોઈ ખરાબ સ્વપ્ન આવ્યું હતું. સોમે કહ્યું હા બહુજ ખરાબ સ્વપ્ન જેમાં કોઈ મારા માબાપ ને મારી રહ્યું હતું અને ભુરીયો મને કહી રહ્યો હતો કે આ બધાની પાછળ પાયલ છે અને રામેશ્વરના ચેહરાનું નિરીક્ષણ કરવા લાગ્યો. રામેશ્વર ચેહરાના હાવભાવ થોડા વિચિત્ર થઈ ગયા અને એક ક્ષણમાં પાછા બદલઈ ગયા. તેણે કહ્યું શક્ય છે કે જટાશંકર તારા મસ્તિષ્ક સાથે રમત રમી રહ્યો હોય. જો તારા માબાપ અને તારો મિત્ર જીગ્નેશતો મારા કબ્જામાં એટલેકે સુરક્ષિત જગ્યાએ છે તું તેમની ચિંતા ન કરતો. અને જ્યાં સુધી પાયલની વાત છે તેનું વ્યક્તિત્વ મારા માટે પણ થોડું શંકાસ્પદ છે. સોમ આગળ કહેવા લાગ્યો કે ભુરીયો કહી રહ્યો હતો કે પાયલ જટાશંકર સાથે મળેલી છે અને જયારે તે તેને મળી હતી ત્યારે જટાશંકર થોડો ડરીડરીને વાત કરી રહ્યો હતો અને તે કોઈ ડાકણ હોય તેમ ધમકી આપી રહી હતી. રામેશ્વરે કહ્યું કે ભલે તેનું વ્યક્તિત્વ શંકાસ્પદ હોય પણ તે ડાકણ હોય તેવું મને લાગતું નથી અને તે જટાશંકર ને મળવા કેવી રીતે જઈ શકે તેનો તો એક્સીડેન્ટ થઇ ગયો છે. સોમે કહ્યું શક્ય છે તેના એક્સીડેન્ટ પહેલા ગઈ હોય પછી સોમની આંખો ચમકી અને મનોમન બબડ્યો ઓહ ઓહ ઓહ આ એક્સીડેન્ટ જટાશંકરે પાયલે ધમકી આપી હતી તે માટે કરાવ્યો અને હું તેનો ભાર પોતાના માથે લઇ રહ્યો હતો.


સોમ બોલવા લાગ્યો કે બીજી વાત એવી છે કે અમારા બંનેને લડાવીને તેનો ફાયદો થશે. રામેશ્વરે કહ્યું એ કેવીરીતે શક્ય છે તમારા બંનેના યુદ્ધ નો ફાયદો એને નથી થવાનો. રામેશ્વરના ચેહરાને ધ્યાનથી જોઈ રહેલા સોમે તરત આગળ પ્રશ્ન જોડ્યો તો હવે તમે કહ્યો અમારા બંનેના યુદ્ધનો ફાયદો પાયલને નહિ તો કોને થવાનો છે ? રામેશ્વરનો ચેહરો એક ક્ષણ માટે ઉતરી ગયો પણ પાછો પોતાના હાવભાવ ને કાબુમાં લઈને કહ્યું સોમ તું કેવી વાત કરી રહ્યો છે જટાશંકર એક ભયંકર અને ઘૃણિત તાંત્રિક છે અને આપણે મળીને તેને હરાવવાનો છે તેમાં આખા જગતનો ફાયદો છે. સોમે પોતાનો અવાજ કડક કરીને પૂછ્યું તમારી પાછળ કોણ છે પાયલ કે પછી બીજું કોઈ ? પાયલે મને છેતર્યો છે મને પ્રેમજાળમાં ફસાવીને મારો ફાયદો લેવા માંગે છે. તેના મળ્યા પછી મને અનંતકની વિધિનું પુસ્તક મળી જવું, ગુપ્તદ્વાર મળી જવું તેને હું આજ સુધી ફક્ત સંયોગો માનતો હતો પણ હવે લાગે છે કે મુખ્ય ખલનાયિકા પાયલ છે અને તે મારા દ્વારા જટાશંકરને હરાવીને તે પોતે રાવણના પદ સુધી પહોંચવા માંગે છે. તે મહાગુરુના પદ સુધી તો પહોચીજ હશે પણ તે જટાશંકરને હરાવવામાં અસમર્થ હશે તેથી તેણે મારો સહારો લીધો પણ તમે બધા કોણ છો તમે, પ્રદ્યુમનસિંહ અને પેલા બાબા જેના વિષે ફક્ત વાતો કરો છો અને જે કોઈ દિવસ મારી સામે આવ્યા નથી. તમે સાચું કહેજો તમે પાયલના માણસો જ છોને અને શું કહ્યું હતું તમે કે મારા માબાપ તમારા કબ્જામાં છે. રામેશ્વરે ક્રૂર હાસ્ય કર્યું અને કોઈ પણ વાત કાર્ય વગર પોતાની પિસ્તોલ કાઢીને સોમના હાથનું નિશાન લઈને ગોળી છોડી અને સોમ પોતાનો હાથ પકડીને પલંગ પર બેસી ગયો. રામેશ્વરે નજીક આવીને તેના માથા પર વાર કર્યો એટલે તે બેહોશ થઇ ગયો.


  થોડી વાર પછી જયારે સોમ ને હોશ આવ્યો ત્યારે તેના હાથમાં પાટો બાંધેલો હતો અને રૂમમાં કોઈ નહોતું. તે પલંગ પરથી ઉઠ્યો અને દરવાજા નજીક ગયો. ત્યાં બહાર કોઈ નહોતું અને તે સીડી પરથી ઉતરી રહ્યો હતો ત્યારે તેણે પ્રદ્યુમનસિંહનો અવાજ સાંભળ્યો અને ત્યાં સ્થિર થઇ ગયો. પ્રદ્યુમનસિંહ રામેશ્વર ને કહી રહ્યા હતા શું કરો છો તમે એક વ્યક્તિને સંભાળી શકતા નથી ? અને તમારે માબાપના કબ્જાવાળી વાત ક્યાં કરવાની હતી અને પાયલનો ફાયદો નથી એવું શું કામ કહ્યું. રામેશ્વરે કહ્યું કે ભૂલથી જીભ કચરાઈ ગઈ. પ્રદ્યુમ્નસિંહે કહ્યું કે ઠીક છે તે રાજીખુશીથી આપણી વાત નથી માને તો તેના માબાપ છે ને આપણા કબ્જામાં.

 એટલામાં સોમના ખભા પર કોઈનો હાથ પડ્યો.


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama