The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Jyotindra Mehta

Drama Thriller

4  

Jyotindra Mehta

Drama Thriller

સંભવામિ યુગે યુગે ભાગ ૩૪

સંભવામિ યુગે યુગે ભાગ ૩૪

4 mins
391


 જટાશંકર પાછળ હાથ બાંધીને આંટા મારી રહયો હતો. આવું પહેલી વખત થયું હતું કે તેના ઇંદ્રજાલને તોડીને કોઈ વ્યક્તિ નીકળી હોય બાકી તેની જાળમાં ભલભલા ચમરબન્ધીઓએ દમ તોડ્યો હતો. એક વાર દુશ્મનને સપડાવ્યા પછી તે તેનો બલી આપી દેતો હતો. આ વખતે ભલે છટકી ગયો પણ સોમ ને ખબર નથી કે હું જટાશંકર છું એક વાર નક્કી કરી લીધા પછી બલી આપીનેજ રહું છું. પણ સોમ મોટો શિકાર છે તેને હવે મારવા માટે કોઈ બીજી તરકીબ લડાવવી પડશે અને તેના પહેલા શેતાન ને ખુશ કરવો પડશે. તે પોતાની કુટીરમાંથી નીકળ્યો સામે થોડે દૂર સમુદ્ર ઘૂઘવી રહ્યો હતો. તેણે જોયું કે એક વ્યક્તિ ત્યાં ઉભી હતી તેને બોલાવીને પૂછ્યું કે તું બંનેને લઇ આવ્યો. પેલાએ કહ્યું કે લઇ આવ્યો છું પણ આપે મારી ગેંગ ને વચન આપ્યું હતું કે આપ વળતર આપશો પણ આપે વળતર તો આપ્યું નહિ અને મારા પાંચ માણસોનો જીવ ગયો છે. જટાશંકરે કહ્યું તારે ધન જોઈએ છે ને એક કામ કર મારી કુટિર માં જા ત્યાં એક પેટી પડી છે તે લઇ આવ અને હા બે માણસો ને લઈને જા એક જાણ તે ઊંચકી નહિ શકે. તે માણસ પોતાના માણસોને લઈને પેટી લઇ આવ્યો. જટાશંકરે તે ખોલી તો અંદર સોનાની પાંચ મોટી પ્લેટો હતી. તેની આંખો ચમકવા લાગી તેણે મનોમન અંદાજો લગાવ્યો ૫ કિલોની એક પ્લેટ હશે એટલે ૨૫ કિલો સોનુ. તેણે આ વળતર નો અંદાજો પણ ન લગાવ્યો હતો. જટાશંકરે કહ્યું પેલા બંનેને લઇ આવ. તે વ્યક્તિએ પોતાના માણસોને ઈશારો કર્યો એટલે તેઓ બે જણ ને લઇ આવ્યા. તેમાં એક ભુરીયો હતો અને બીજો નાનો છોકરો હતો. જટાશંકરે કહ્યું આગળ દસ દિવસ મારા કહ્યા પ્રમાણે વર્તશો તો તમને આવી બીજી પાંચ પેટીઓ આપીશ. તે વ્યક્તિની આંખો ચમકવા લાગી. જટાશંકરે કહ્યું આ છોકરાની ઓળખાણ બરાબર કરી લીધી છે ને ? આ મારો વંશજ છે ને ? તે વ્યક્તિએ કહ્યું કે હા આપે જે ગામ અને પરિવાર નામ કહ્યું તે ગામમાં જઈને બરાબર પૂછપરછ કરી અને ડી એન એ ટેસ્ટ પણ કરી પછી જ ઉપાડી લાવ્યા છીએ. જટાશંકરે કહ્યું કે હવે સાંભળ ૧૦ દિવસ સુધી આ તરફ કોઈ ન આવવું જોઈએ, કોઈ પોલીસ નહિ અને કોઈ ગામવાળો પણ નહિ. અને બીજી દસ છોકરીઓની વ્યવસ્થા કરવા કહ્યું તે લાવ્યો છે ને ?   તે વ્યક્તિએ કહ્યું કે લાવ્યો છું પણ આપ તેમનું શું કરશો ? જટાશંકરે કહ્યું તને સોનુ જોઈએ છે કે જવાબ ? તે વ્યક્તિએ કહ્યું સમજી ગયો હવે આગળ કોઈ સવાલ નહિ પૂછું. જટાશંકરની લાલ થતી આંખો જોઈને તે થોડો ડરી ગયો. તે વ્યક્તિ એ તેના માણસોને ઈશારો કર્યો એટલે થોડીવારમાં ત્યાં પાંચ તંબુ બંધાઈ ગયા. અત્યારે તેઓ દક્ષિણના નિર્જન દરિયાકાંઠે હતા ત્યાંથી નજીકનું ગામ ૨૦ કિલોમીટર દૂર હતું અને આ ક્ષેત્ર અવાવરું હતું તેથી તેણે આ જગ્યાની પસંદગી કરી હતી. બીજા દિવસથી જટાશંકરે યજ્ઞ શરૂ કર્યો અને રોજ તે એક બલી આપતો ગયો ૧૦ દિવસ ને અંતે તેણે ૧૦ છોકરીઓના બલી આપી દીધા હતા. હવે વારો હતો ભુરીયાનો અને તે છોકરાનો. તે બંનેને ૧૦ દિવસ સુધી બાંધી રાખ્યા હતા તેમણે છૂટવા માટે ખુબ ધમપછાડા કર્યા હતા.


  દસમા દિવસના રાત્રે જટાશંકરે નવી વેદી બનાવીને પ્રગટાવી અને સામે માટીના શૈતાનની મૂર્તિ બનાવી હતી. તે મંત્ર બોલતો ગયો. પછી કહ્યું હે મારા દેવતા દસ દિવસથી હું તમને કુંવારી કન્યાઓની બલી આપી રહ્યો છું, હવે આપું છું મારા શત્રુના પ્રિયની બલી એમ કહીને ભુરીયાના ગળા પર છરી ફેરવી અને અગ્નિ કુંડમાં ભુરીયાના રક્તની ધાર પડી. ભુરીયાની ચીસ આખા ક્ષેત્રમાં પ્રસરી અને તેનું મસ્તક કપાઈને વેદીની બાજુમાં પડ્યું અને પછી તેણે કહ્યું હવે હું મારા વંશજની બલી આપું છું એક કહીને તે છોકરાનો પણ બલી આપી દીધો અને વિચારવા લાગ્યો કે એક વખત જે ભૂલ કરી તેનો ફાયદો આજે થયો અને પછી કહ્યું આ મારો વંશજ અને પછી છરીનો કાપો પોતાના હાથ પર મુક્યો અને તેમાંથી રક્ત કાઢીને વેદીમાં છાંટ્યું એટલે તે મૂર્તિ જીવિત થઇ અને બોલવા લાગી પ્રસન્ન છું તારાથી શું જોઈએ છે તને ? તું જગતનો સર્વશ્રેષ્ઠ તાંત્રિક છે. જટાશંકરે કહ્યું મને માયાજાળ રચવાની વિધિ અને શક્તિ આપો. શેતાને કહ્યું તને માયાજાળ રચવાની શું જરૂર છે તારી બરોબરી કરનાર કોઈ નથી આ જગતમાં. જટાશંકરે કહ્યું એક છે જેણે મારુ ઇંદ્રજાલ તોડ્યું છે. શેતાને કહ્યું ઓહ તું રાવણની વાત કરે છે. જટાશંકરે કહ્યું તે રાવણ નથી કોઈ બહુરૂપિયો છે તે રાવણ હોત તો હું તમારી સામે જીવતો ન ઉભો હોત. શેતાને કહ્યું કે તે મને પ્રસન્ન કર્યો છે તો તારું ઈચ્છીત તને આપવું પડશે તું તારો કાન મારી નજીક લાવ. અને શેતાન તેના કાનમાં વિધિ બોલવા લાગ્યો.

  દૂર ગેંગનો મદદનીશ લાલઘૂમ આંખે આ દ્રશ્ય જોઈ રહ્યો હતો.    


Rate this content
Log in

Similar gujarati story from Drama