Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Jyotindra Mehta

Drama Thriller


4  

Jyotindra Mehta

Drama Thriller


સંભવામિ યુગે યુગે ભાગ ૩૩

સંભવામિ યુગે યુગે ભાગ ૩૩

4 mins 369 4 mins 369

      રામેશ્વરને પાંચ કલાક લાગ્યા હતા ખરીદી કરતા. રામેશ્વર જયારે બંગલે પહોંચ્યો ત્યારે સોમ સોફામાં સુઈ ગયો હતો. રામેશ્વર વિચારવા લાગ્યો કે સૂતી વખતે વ્યક્તિનો ચેહરો કેટલો નિર્દોષ દેખાતો હોય છે અને જયારે જાગે ત્યારે જ મનુષ્યનું મગજ કાવાદાવા અને જીવવા માટે સંઘર્ષ કરતુ હોય છે. તેણે લાવેલો સમાન મુક્યો અને કિચનમાં જઈ કોફી બનાવવા લાગ્યો. સોમ ઉઠ્યા પછી તેણે કોફી આપીને કહ્યું તારી આપેલી યાદી મુજબ હું સામાન લઇ આવ્યો છું એમ કહીને એક તરફ આંગળી ચીંધી. સામાનમાં એક સિતાર પણ હતી. તેણે સિતાર લઈને એક રૂમમાં મૂકી અને રામેશ્વરને કહ્યું આ આપણો મ્યુઝિક રૂમ છે. થોડીવારમાં તેમણે બંગલાની ૧૦ જુદી જુદી રૂમને નામ આપી દીધા બે બેડરૂમ, એક મ્યુઝિક રૂમ, એક જિમ, એક વાંચન રૂમ, એક ધ્યાન રૂમ અને એક રૂમ જેમાં તે મંત્રોની પ્રેક્ટિસ કરવાનો હતો તેમાં વચ્ચે એક વેદી પણ બનાવેલી હતી. જાણે આખી વ્યવસ્થા ફક્ત તેને ધ્યાનમાં રાખીને બનાવી હતી. તે સિતાર લઈને મ્યુઝિક રૂમમાં બેસી ગયો અને સંગીતની દુનિયામાં ખોવાઈ ગયો.


 બીજી તરફ પાયલ પોતાના વિચારોમાં ખોવાયેલી હતી.. ૬ મહિના પહેલા સુધી તેને પોતાના પૂર્વજન્મોનું જ્ઞાન નહોતું પણ એક દિવસ રાત્રે તે પોતાના વિચારોમાં ગુમ હતી તે વખતે એક બાબા પ્રકટ થયા અને તે ડરીને ચીસ પાડવા ગઈ પણ ગળામાંથી કોઈ અવાજ ન નીકળ્યો. બાબા એ કહ્યું માતા આપ ડરો નહિ હું આપને કોઈ નુકસાન પહોંચાડવા નહિ પણ ગુરુજીના આદેશ મુજબ આપની સ્મૃતિ આપને આપવા આવ્યો છું. પાયલને આશ્ચર્ય થયું કે કે ઉંમરલાયક બાબા તેને માતા કહીને બોલાવી રહ્યો છું. તેણે બોલવાનો પ્રયત્ન કર્યો પણ કઈ બોલી ન શકી. તે સાધુએ કહ્યું માતા આપ કઈ કહેશો નહિ આપ ફક્ત મારી વાત સાંભળો. આપનો જન્મ એક મહત્વના કારણસર થયો છે. આપ દૈવીય અંશ છો જેનો જન્મ એક પાપીના નાશ માટે થયો છે. આમ તો આપના ઘણા જન્મો થયા છે, દરેક યુગમાં પણ હમણાં તમને પાછલા ત્રણ જન્મો નું જ્ઞાન આપવાનો આદેશ છે. આપની સાથે એક દૈવીય યોદ્ધાનો પણ પુનર્જન્મ થયો છે જે પાછલા બે જન્મોથી આપનો સાથીદાર છે. એમ કહીને બાબાએ પાયલના માથે હાથ મુક્યો અને પાયલ બેહોશ થઇ ગઈ. તે જયારે ભાનમાં આવી હતી ત્યારે બાબા ત્યાં ન હતા પણ તેને પોતાના પૂર્વજન્મ યાદ આવી ગયા હતા અને તેને ખબર પડી ગઈ કે તે કેમ સોમ તરફ ખેંચાણ અનુભવતી હતી. તે હંમેશા વિચારતી કે સોમ શા માટે ઘણા બધા કોલેજના મિત્રો છે જે સોમથી વધારે સ્માર્ટ અને હેન્ડસમ છે પણ તેને સોમ વધારે ગમતો. તે મનમાં ને મનમાં પૂર્વજન્મોની સુખદ સ્મૃતિઓ વાગોળવા લાગી પણ આ સુખદ સ્મૃતિઓ દુઃખદ બનવા લાગી તેણે જોયું કે કેવી રીતે જટાશંકરે સોમનો બલી આપી દીધો અને તેના વિછોહ માં તેણે આત્મહત્યા કરી લીધી. તેને ક્રોધ ચડવા લાગ્યો. પછી માંડ માંડ ક્રોધ શાંત થયો. બીજે દિવસે કોલેજમાં પહોંચી તે દિવસે સોમે આવીને નોટબુક માંગી અને પછી તે ધીરે ધીરે તે તેની નજીક આવ્યો, તેના પછી એક દિવસ તે સાધુએ આવીને સોમ વિષે બધી વાત કરી અને કહ્યું કે પાછલા બે જન્મ વખતે સોમ યોદ્ધા તરીકે લડ્યો તેથી તે અસફળ રહ્યો તેથી આ વખતે તેને રાવણ જેવા ગ્રહો આપવામાં આવ્યા છે જેથી તે કાલી શક્તિઓ તરફ આકર્ષાઈને તાંત્રિક બને જગતનો સૌથી મોટો તાંત્રિક જેથી તે જટાશંકર ને હરાવીને તેનો નાશ કરી શકે. જટાશંકરે સૃષ્ટિના ઘણા બધા નિયમોનો ભંગ કર્યો છે તેથી તેનો નાશ જરૂરી થઇ ગયો છે. આપનું મુખ્ય કામ સોમના વેગને ધીમો પાડવાનું, કારણ જન્મગ્રહોને કારણે તે ખુબ અધીરો અને ક્રોધી બનશે અને જો તે ધીમો નહિ પડે તો આખી સૃષ્ટિને ઘાતક નીવડશે. તો આપ તેનો વેગ ધીમો પાડો અને તેને પ્રેમ કરતા શીખવાડો. પ્રેમ દરેક વ્યક્તિને સારો બનવી દે છે. દુનિયાની મોટાભાગની સમસ્યાનું નિવારણ પ્રેમમાં રહેલું છે. અને શક્તિઓ તેને ત્યારેજ મળે જયારે તે તેને લાયક થઇ જાય. તે સોમને ખુબ પ્રેમ કરતી હતી અને જન્મોજનમથી. બાબા એ હજુ એક વાત કહી હતી કે તેઓ ફક્ત પાછલા ત્રણ જન્મોથી નહિ જન્મો જન્મના સાથીદાર છે દરેક યુગમાં જયારે જયારે ધર્મ પર આંચ આવતી ત્યારે તેમનો જન્મ થતો.


   વડોદરાના હોસ્પિટલના બિછાને પડી પડી પાયલ વિચારી રહી હતી કે કાશ મને મારા પૂર્વજન્મોનું જ્ઞાન ન હોત તો કેટલા આનંદથી રહેતી હોત. ઘણી વખત અતિજ્ઞાન ઘાતક ઠરતું હોય છે. આ અતિજ્ઞાન ને તે પાછલા ૬ મહિનાથી રાત્રે સુઈ નથી શકતી. જયારે જયારે તે સુવા જતી ત્યારે ત્યારે તેની નજર સામે જટાશંકર સોમની બલી આપતો દેખાતો. છેલ્લા ૬ મહિનાથી તે પોતે જુદો કરાટેની ટ્રેનિંગ લઇ રહી હતી ખબર નહિ ક્યારે જરૂર પડે. હવે તેને લાઠી ચલાવવાનું પણ આવડી ગયું હતું અને જે મંત્રવિદ્યા પાછલા જન્મમાં શીખી હતી તેનો અભ્યાસ કરી રહી હતી.


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama