End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Jyotindra Mehta

Drama Thriller


4  

Jyotindra Mehta

Drama Thriller


સંભવામિ યુગે યુગે ભાગ ૨

સંભવામિ યુગે યુગે ભાગ ૨

2 mins 653 2 mins 653

એક દિવસ કમળીનો ભાઈ લાખો તેને આ રીતે પૂછતાં જોઈ ગયો અને બધા સામે લાકડીથી મારવા લાગ્યો. દિલીપથી જોવાયું નહિ અને તેણે લાખાને વાર્યો. દિલીપ માસ્તરનું માં પળીયા માં હોવાથી લાખાએ મારવાનું બંદ કર્યું અને પોતાનું કપાળ ફૂટતા બોલવા લાગ્યો આખા ગામની વસ્તી કહેવા લાગી છે કે કમળી માસ્તર પાછળ ગાંડી થઇ છે અને મને ક્યાંય મોઢું દેખાડવા જેવો નથી રાખ્યો. લાખા આમ તેને માર નહિ અને તમે લોકો જો મને અપનાવતા હો તો હું કમળી સાથે લગન કરવા તૈયાર છું. લાખાએ માસ્તર સામે જોયું અને કહ્યું ઠીક છે માસ્તર હું મુખી સાથે વાત કરું છું એમ કહીને કમળીને લઈને ત્યાંથી નીકળી ગયો. થોડા દિવસ પછી પંચે દિલીપ ને કહેણ મોકલ્યું. પંચે દિલીપને સામે બેસાડીને પૂછ્યું શું તમે કમળી સાથે ઘર માંડવા તૈયાર છો ? દિલીપે હા કહી. તેમણે કહ્યું કે તમે તો સરકારી નોકરીવાળા કાલે તમે અમારી છોકરીને મૂકીને બીજે જતા રહો તો અમારે શું કરવું. પહેલી વાત તો મારી બદલી અહીંથી નહિ થાય, અહીં કોઈ આવવા તૈયાર નથી. કદાચ બદલી થાય તો હું તેને સાથે લઇ જઈશ. તમને ડર લાગે છે હું તેને છોડી દઈશ તો હું મારી આ સોનાની ચેન, વીંટી અને બીજા દસ હજાર રૂપિયા પંચમાં જમા કરું છું. હું કમળીને કોઈ દિવસ નહિ છોડું અને તેને ખુશ રાખીશ. અપાસ માં વાતચીત કર્યા પછી પંચે દિલીપ ને નિર્ણય જણાવ્યો કે અમે તમારું લગન કમળી સાથે કરાવીએ છીએ અને તમે બાંયધરી તરીકે આપેલા દાગીના અને રૂપિયા પંચમાં જમા કરીયે છીએ જે તમને તમારા પહેલા બાળકના જન્મ પછી તમને પાછા મળશે.


દિલીપ અને કમળીના લગ્ન ધામધૂમથી થયા. ગામમાં પાંચ દિવસ સુધી જલસો ચાલ્યો, ખુબ માંસ ખવાયું અને દારૂ પિવાયો. જોકે દિલીપ નિયમનો પાક્કો હોવાથી આ બધામાં સાથ ન આપ્યો. લગનના ત્રણ વરસ પછી તેમના ઘરમાં બાળક અવતર્યું જેનું નામ સોમ રાખવામા આવ્યું. આમ દેખાવમાં સાધારણ બાળક જેવો જ હતો પણ જયારે તે રડતો ત્યારે આખો પાડો ધ્રુજી ઉઠતો. તેનો રડવાનો અવાજ ખુબ કર્કશ અને ભયંકર હતો. પાડાના તેમજ આજુબાજુના વિસ્તારના ભુવા અને તાંત્રિકોને બતાવી જોયું પણ કોઈ આ સમસ્યાનું નિવારણ લાવી ન શક્યું. એમ કરતા કરતા બે વરસ નીકળી ગયા પણ જયારે જયારે સોમ રડવાનું શરુ કરતો દિલીપ ચિંતિત થઇ ઉઠતો અને કમળી ડરી જતી. એક દિવસ બાજુના ગામના શિક્ષક મનુપ્રસાદ દિલીપ ને મળવા આવ્યા ત્યારે દિલીપે તેની સમસ્યા તેમને કહી. તેમણે કહ્યું આ બાળક ને બાબા જટાશંકરના આશ્રમમાં લઇ જાઓ તે એની કુંડળી જોઈને સમસ્યાનું નિવારણ કરશે.જો કોઈ વિધિવિધાન કરવાનું હશે તો તે કરી આપશે. નાછૂટકે દિલીપ બાબા પાસે જવા તૈયાર થયો. દિલીપે પોતાની બેગમાંથી જૂની નોટબૂક કાઢી જેમાં સોમનો જન્મ સમય અને તારીખ નોંધેલી હતી.


પાછા વળતા દિલીપે વિચાર્યું કે આ તો ધર્મ ધક્કો થયો નિવારણ ફક્ત એટલું જ કે ભજનમાં લઇ જાઓ. આ પણ ઢોંગી બાબા જ છે.Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama