સંભવામિ યુગે યુગે ભાગ ૧૬
સંભવામિ યુગે યુગે ભાગ ૧૬
સોમે સુમાલીને કહ્યું મને તમારી વાત પર વિશ્વાસ નથી. સુમાલીએ કહ્યું હજારો વર્ષો પછી તું એવી પહેલી વ્યક્તિ છે જેની કુંડળી રાવણ જેવી છે. શું તું જવાબ આપી શકે છે કે તારી માતા કયા કુળની છે? સોમે કહ્યું મારી માતા આદિવાસી કુળની છે. સુમાલીએ કહ્યું તારી માતા મારા કુળની છે. રામ અને રાવણના યુદ્ધ પછી ગણ્યાગાંઠ્યા લોકો જ બચ્યા હતા મારા કુળમાં, તેની વંશજ છે તારી માતા. તું કોઈ જાતની કસરત કર્યા વગર કેવી રીતે શક્તિશાળી છે તેનો જવાબ છે તારી પાસે ? તું કેવી રીતે કોઈ પણ જાતની તાલીમ વગર આટલું સરસ ગાઈ શકે છે. તારી શિવ પ્રત્યેની પ્રીતિનો કોઈ જવાબ છે તારી પાસે ? સોમ ને વિરોધ કરવાનો કોઈ તર્ક સૂઝયો નહિ તેથી મૌન રહ્યો. થોડી વાર ત્યાં શાંતિ રહી પછી સોમે પૂછ્યું મેં અનંતકની વિધિ પૂર્ણ કરી છે. સુમાલી એ કહ્યું કે તારી પહેલા ચરણ વિધિ પૂર્ણ નથી થઇ અને આ વિધિનું બીજું ચરણ પૂર્ણ કરવા તારે આવતા મુહૂર્તમાં આવવું પડશે જે દોઢ વરસ પછી આવશે. સોમે કહ્યું પહેલો ચરણ તો મેં પૂરો કર્યો છે. સુમાલી એ કહ્યું તે હજી બલી નથી આપ્યો મને. સોમે કહ્યું મેં મારી પાસેના કોળાનો બલી આપ્યો હતો. સુમાલી એ કહ્યું તે બલી થી કામ નહિ ચાલે તારે જીવિત વ્યક્તિની બલી આપવી પડશે અને બીજા ચરણમાં એવી સ્ત્રીની બલી આપવી પડશે જેને તું પ્રેમ કરતો હોય. સુમાલી એવું કહેતો હતો તેજ વખતે સોમના હાથની તલવાર પાછળની તરફ વીંઝાઈ અને એક પહાડ જેવી વ્યક્તિ ધરાશાયી થઇ ગઇ અને તેનું લોહી એક નિક માર્ગે યજ્ઞકુંડમાં ગયું. સુમાલી એ અટ્ટહાસ્ય કરતા કહ્યું તારું પ્રથમ ચરણ પૂર્ણ થયું અને હવે અનંતકની અડધી વિધિ સંપૂર્ણ થઇ અને તું કૃતકની પદવીનો હકદાર થઇ ગયો છે પણ તને કહી દઉં કે એક સમયમાં બે કરતૂતક
હોય તેવું ચાર હજાર વર્ષમાં પ્રથમ વાર થયું છે. સુમાલી બોલે જતો હતો પણ સોમ એકદમ સુન્ન હતો તેને ખબર પડતી ન હતી કે આ બધું શું ચાલી રહ્યું છે આ વ્યક્તિ કોણ છે અને આ તલવાર અચાનક કેવી રીતે ચાલી, કારણ તેને ખબર પણ નહોતી કે કોઈ તેની પાછળ ઉભું છે.
સુમાલી જાણે તેના મનના પ્રશ્નો સમઝી ગયો હોય તેમ જવાબ આપવા લાગ્યો ને તેને કહ્યું આવનાર વ્યક્તિ બીજા કૃતકનો હત્યારો છે, તને મારવા આવ્યો હતો અને આ તલવાર શત્રુનાશક છે જો કોઈ વ્યક્તિ તારી પર હુમલો કરશે તો તે તેનો વધ કરી નાખશે. સોમે કહ્યું એટલે આ મારો પીછો કરી રહ્યો હતો ? તારા પર હુમલા તો નાનપણથી થઇ રહ્યા છે પણ તને કોણ બચાવી રહ્યું છે તે હું આજ દિન સુધી સમઝી શક્યો નથી. કદાચ તારી કુંડળીના ગ્રહો તારું રક્ષણ કરી રહ્યા છે. સોમ હજી અસમંજસમાં પડી ગયો તેને લાગતું હતું કે તે જે કઈ કરી રહ્યો છે તેની કોઈને ખબર નથી પણ હવે તેને જાણવા મળી રહ્યું હતું કે કોઈ તેને મારવા પ્રયત્ન કરી રહ્યું છે અને કોઈ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને હમણાંજ તેને એક હત્યા કરી છે, એક ભયંકર અપરાધ જે તે કોઈ દિવસ કરવા માંગતો ન હતો. સુમાલી એ કહ્યું હત્યારાની હત્યા એ અપરાધ નહિ વધ છે. પણ સોમ વિષાદથી ઘેરાઈ ગયો હતો તેને કઈ સૂઝતું નહોતું તેને ચક્કર આવી ગયા અને તે બેહોશ થઇ ગયો. સુમાલી એ ઘણી બધી વાત કરી પણ બેહોશ થતા પહેલા ફક્ત એક શબ્દ તેને સમઝાયો તે હતો તેના ઉપરના હુમલાની પાછળ જટાશંકરનો હાથ હતો અને બે મજબૂત હાથોએ તેને ઉપાડીને બહાર કાઢ્યો. હત્યારાનું શરીર તે ગુફામાં જ હતું અને સોમનું ધ્યાન ગયું નહોતું કે તે હત્યારાની પીઠમાં એક ખંજર પણ ભોંકાયેલું હતું.