Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Jyotindra Mehta

Drama Thriller

3.3  

Jyotindra Mehta

Drama Thriller

સંભવામિ યુગે યુગે ભાગ ૧૨

સંભવામિ યુગે યુગે ભાગ ૧૨

4 mins
562


             બીજે દિવસે કોલેજ પૂરું થયા પછી પાયલ અને સોમ કોફી હાઉસમાં કોફી પીવા ગયા. કોફી પીધા પછી સોમે કહ્યું કે ઘણા દિવસ થયા હું સીટી લાયબ્રેરીમાં નથી ગયો તો ત્યાં જાઉં છું આપણે કાલે મળીશું. પાયલ બોલી થોડીવાર હજી બેસને, મને હજી વિશ્વાસ નથી થતો કે તું મને પ્રેમ કરે છે. થોડીવાર પછી જજે અથવા કાલે જજેને, લાઈબ્રેરી તો ત્યાંજ રહેશે પણ આ એકાંત ના ક્ષણ મને ક્યારે મળશે. સોમે કહ્યું પાયલ હું તો અહીજ રહેવાનો છું આપણે કાલે મળીશું ને. પાયલ બોલી પ્લીઝ, સોમ મારુ દિલ નહિ તોડ, આજે ન જા કાલે તને લાયબ્રેરી જતો નહિ રોકુ. સોમે લાયબ્રેરી જવાનો પોતાનો ઈરાદો છોડી દીધો અને પાયલનો હાથ પકડીને તેની આંખોમાં જોઈ રહ્યો.


       પછીના દિવસે સોમ લાયબ્રેરીના પગથિયાં ચડીને લાયબ્રેરીમાં દાખલ થયો ત્યારે જાણે તેની લોટરી લાગી જૂનો લાયબ્રેરિયન તેની જગ્યા પર બેઠેલો જોવા મળ્યો. તે તેની પાસે ગયો અને તેની પૃચ્છા કરી કે તેઓ કેમ છે અને તેમની તબિયત હવે કેવી છે. લાયબ્રેરીયને કહ્યું તબિયત નું તો શું કહેવું ઉંમર છે થોડું ઘણું ઉપર નીચે થયા કરે. સોમે પોતાનું મનપસંદ પુસ્તક શેલ્ફમાંથી કાઢ્યું અને કહ્યું આ પુસ્તક થોડીવાર અહીં બેસીને વાંચું છું અને પછી ઘરે લઇ જઈશ. લાયબ્રેરી ના બંધ થવાના સમય સુધી તે ત્યાં બેસી રહ્યો બધા ગયા પછી તેને લાયબ્રેરીયને સંમોહનમાં લીધો અને પોતાને જે પુસ્તક ગુપ્તખંડમાંથી જોઈતું હતું તે માંગી લીધું. લાયબ્રેરીયને ને થોડીવાર માં લાવીને આપી દીધું અને પછી કઈ બન્યું ન હોય તેમ સોમ ત્યાંથી રવાના થયો. પાછળ ત્રણ ચાર દિવસમાં તેની કિસ્મતે પલટો ખાધો હતો તેને ગુપ્ત સ્થળના સંકેત મળી ગયા હતા અને તે પુસ્તક મળી ગયું જેના દ્વારા તે અનંતકના પુસ્તકને મેળવવાનો હતો. રૂમમાં પહોંચ્યા પછી તેણે દરવાજો બંધ કર્યો અને પુસ્તક ઉપરના ખાખી કાગળ ને હટાવ્યો. અંદર પુસ્તક ના બદલે હસ્તલિખિત તામ્ર પાત્ર હતા જેમાં સંસ્કૃતમાં લખાણ હતું. આગળ પાંચ છ દિવસ સુધી તે તેનું અધ્યયન કરતો રહ્યો, તેણે તેમાં લખેલી વિધિની તૈયારી કરી લીધી હતી હવે તેણે ઇંતેજાર હતો અમાસનો. તે વિધિ અમાસના દિવસે સમશાનમાં કરવાની હતી.


       અમાસના દિવસે તેણે આખો દિવસ કોલેજમાં પાયલ સાથે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર વિતાવ્યો. આવું પહેલી વાર થયું હતું કે વિધિ કરવાની હોવા છતાં કોઈ પણ જાતની ચિંતા ન થઇ હોય. તેને મન પાયલ તેના માટે ભાગ્યશાળી હતી. રાત્રે ૧૧:૩૦ વાગે તે એક થેલી લઈને હોસ્ટેલમાંથી લપાતો છપાતો બહાર નીકળ્યો અને નજીકના સ્મશાને પહોંચી ગયો, ત્યાંના ચોકીદાર ને સંમોહનમાં લઈને તે અંદર પહોંચી ગયો. ત્યાં તેણે બે કુંડાળા દોર્યા અને એક કુંડાળામાં બેસીને પોતાના ફરતે સુરક્ષા કવચ બનાવી લીધું અને પછી આગળના કુંડાળામાં અબીલ અને ગુલાલ નાખીને મંત્ર બોલીને એક મરઘાનો બલી આપ્યો. જેવું તેમાં રક્ત પડ્યું તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. થોડીવાર સુધી તે મંત્ર બોલતો રહ્યો અને ધુણતો રહ્યો. પછી તે કુંડાળામાંથી અવાજ આવ્યો કે કોણે મને જાગૃત કર્યો ? સોમે કહ્યું હું મહાગુરુ છું. કુંડાળામાંથી અવાજ આવ્યો હું કૃતકથી નીચેના પદની વ્યક્તિ સાથે વાત નથી કરતો અને પાછળ ૧૦૦૦ વર્ષમાં ત્યાં સુધી કોઈ નથી પહોંચ્યું. સોમે જવાબ આપ્યો હું પહોંચીશ અને ફક્ત કૃતક નહિ રાવણના પદ સુધી પહોંચીશ અને તને અહીં સુધી બોલાવવામાં સફળ થયો એટલે તું સમજ કે મારામાં ક્ષમતા છે. અંદરથી અવાજ આવ્યો કે બકવાસ ઓછો કર રાવણ અને મેઘનાદ ને છોડીને આ પદ સુધી કોઈ પહોંચી શક્યું નથી. સોમને આ જવાબની અપેક્ષા હતી તેથી તેણે એક ચપટી મિશ્રણ તૈયાર રાખ્યું હતું જે સ્મશાનની રાખ અને લોહીમાંથી બન્યું હતું તેણે ચપટી મિશ્રણ લઈને એક મંત્ર બોલીને કુંડાળામાં છાંટ્યું. અંદરથી ચિત્કાર નો અવાજ આવ્યો અને અવાજે કહ્યું તારી આ હિમ્મત કે તું મારા પર વાર કરે, સોમે કહ્યું કે જો આગળ નહિ વધી શક્યો તો તને કહેતાં કરી નાખીશ. તેના કુંડાળા ની આજુબાજુ આગ પ્રગટી પણ સોમ કુંડાળામાં હોવાથી તેને કોઈ જાતનું નુકસાન ન થયું. થોડીવાર પછી વાવાઝોડું ફૂંકાયું પણ સોમ અડીખમ બેસી રહ્યો અને માત્ર બોલી બોલીને થોડું થોડું મિશ્રણ સામેના કુંડાળામાં છાંટતો રહ્યો. છેલ્લે તે અવાજે સમર્પણ કર્યું અને કહ્યું ખુબ બહાદુર છે તું અને તારાથી હું પ્રસન્ન છું, માગ તારે શું જોઈએ છે. સોમે કહ્યું મને અનંતકની વિધિનું પુસ્તક જોઈએ છે જે એક મંત્ર સુરક્ષામાં છે. સામેના કુંડાળામાંથી અવાજ આવ્યો હમમમ આટલી નાની વાત. એક કાચ તને આપું છું જેમાં તું જોઇશ એટલે પુસ્તક ક્યાં છે તે તને દેખાશે. પણ હા એક વાર કાચ નો ઉપયોગ કરી લઈશ એટલે તે તને બીજી વાર કામ નહિ લાગે. અને બીજી વાર મારા ઉપર વાર નહિ કરતો, નહિ તો હું તને જીવતો નહિ છોડું, હું કાળ છું. સોમે કુંડાળા સામે જોઈને હાથ જોડ્યા અને કહ્યું બાળક સમઝીને મને માફ કરો, મારી પાસે બીજો કોઈ માર્ગ નહોતો. સામેના કુંડાળામાંથી અવાજ આવતો બંધ થયો અને એક કાચ ઉછાળીને તેના કુંડાળા પાસે પડ્યો. સોમે તે ઉપાડવાની ઉતાવળ ન કરી તે થોડીવાર સુધી ધ્યાનમાં બેસી રહ્યો. જયારે તેને વિશ્વાસ બેઠો કે આ કોઈ છેતરપિંડી નથી તે ઉભો થયો અને કાચ ઉંચકીને પોતાના ખિસ્સામા મુક્યો અને ધીરે ધીરે સ્મશાનમાંથી બહાર નીકળ્યો. સવારના પાંચ વાગી ગયા હતા.


       તેના ગયા પછી એક જટાધારી સાધુ ત્યાંથી બહાર નીકળ્યો અને સ્મશાનના દરવાજા સુધી આવીને અદ્રશ્ય થઇ ગયો.


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama