Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Jyotindra Mehta

Drama Thriller

2.5  

Jyotindra Mehta

Drama Thriller

સંભવામિ યુગે યુગે ભાગ ૧૦

સંભવામિ યુગે યુગે ભાગ ૧૦

3 mins
355


        પ્રોફેસરના શબ્દો એ સોમની આંખો ખોલી દીધી. તે વિચારવા લાગ્યો કે શું તેને આ શહેરને પ્રેમ કર્યો છે ? તે ફકત પોતાની જીજીવિષા પાછળ દોડતો હતો તે એક ગુપ્તસ્થળ શોધી રહ્યો હતો તે એક પુસ્તક શોધી રહ્યો હતો પણ એક અજાણી વ્યક્તિ તરીકે. તે જીવતો હતો પણ જીવનને પ્રેમ કરતો નહોતો, ફક્ત આંધળી દોટ મૂકી હતી અને તેનું કારણ પણ જાણતો ન હતો. તેને ફક્ત ભજન અને સંગીત પ્રત્યેજ પ્રેમ હતો અને તેનું કારણ પણ જાણતો ન હતો. પાયલને ચાહતો હોવા છતાં તે તેનાથી દૂર રહેતો હતો. તેણે નક્કી કર્યું કે હવે તે મન ભરીને જીવશે, જીવનનો આનંદ લેશે. પુસ્તક અને ગુપ્ત દરવાજો મળવો હોય ત્યારે મળે આમ નિરાશામાં જીવન જીવવાનો કોઈ અર્થ નથી.


   બીજા દિવસે સવારે તે તૈયાર થઈને કોલેજમાં આવ્યો અને આવતા સાથેજ પાયલ પાસે આવ્યો અને પૂછ્યું બે દિવસ પહેલા હું ક્લાસમાં નહોતો આવ્યો તો તમારી નોટ્સ મને આપશો ? પાયલ બે ઘડી ડઘાઈને તેની તરફ જોવા લાગી. સોમે પોતાનો પ્રશ્ન દોહરાવ્યો ત્યારે તે બોલી હા આ લોને એમ કહીને પોતાની નોટબૂક તેની સામે ધરી દીધી, ત્યારે સોમ બોલ્યો અત્યારે તો એની જરૂર તમને પણ પડશે તો હું કોલેજ છૂટે પછી તમારી પાસેથી લઈશ. પાયલ કઈ બોલી ન શકી તે ફક્ત સોમ ને જોઈ રહી હતી. સોમ ના ગયા પછી તેની પાસે બેઠેલી મીરા એ ચૂંટલી ખણી ત્યારે હોશ આવ્યા. મીરા એ મજાકના સુર માં કહ્યું આજે તો કૂવો તરસ્યા પાસે આવ્યો હતો ને કાંઈ. પાયલને વિશ્વાસ નહોતો કે સંગીતસોમે સામે ચાલીને તેની સાથે વાત કરી હતી. પાછલું આખું વરસ તેણે સંગીતસોમ ને આકર્ષવાના પ્રયત્નમાં વિતાવ્યું હતું પણ તેણે કોઈ દિવસ તેની સાથે વાત કરી નહોતી અને આજે અચાનક સોમે સામેથી તેની સાથે વાત કરી તેથી તે સાતમા આસમાનમાં વિહરવા લાગી. લેક્ચરર ના ક્લાસમાં આવવાથી પણ તેના વિચારોમાં વિક્ષેપ ન પડ્યો તે સામે જોઈ રહી હતી પણ તેનું મન કોલેજ છૂટવાની રાહ જોઈ રહ્યું હતું. વચ્ચે બે ત્રણ વાર સોમ સામે જોયું પણ સોમનું ધ્યાન ફક્ત લેક્ચરર તરફ હતું. કોલેજ છૂટ્યા પછી સોમ પાયલની પાસે ગયો અને નોટબૂક માંગી અને પાયલે તે અજાણતામાં તેની તરફ ધરી દીધી અને તે લીધા પછી સોમે સ્મિત કર્યું અને થૅન્ક યુ કહીને ત્યાંથી નીકળી ગયો. પાયલને આખી રાત ઊંઘ ના આવી તે આંખો બંધ કરતાની સાથે સોમ નું સોહામણું સ્મિત આવી જતું અને તેની ઊંઘ ઉડી જતી.


          બીજે દિવસે સવારે સોમ તેની પાસે આવ્યો અને થૅન્ક યુ કહીને તેની નોટબૂક પછી આપી અને કહ્યું તમારી હેન્ડ રાઇટિંગ ખુબ સરસ છે અને તમારી નોટ્સ ખુબ જ પોઇન્ટ ટુ પોઇન્ટ છે. પાયલે ફક્ત સ્મિત કર્યું તે હજી આઘાતમાંથી બહાર નહોતી આવી. સોમે કહ્યું કે વચ્ચે એક ફરી પિરિયડ છે તો આપ કેન્ટીનમાં મારી સાથે કોફી પીવા આવશો. પાયલે કહ્યું કે ના હું કેન્ટીનમાં નહિ આવું. સોમે કહ્યું આ તો તમારો આભાર માનવા માટે કહ્યું કોઈ વાંધો નહિ. ત્યારે પાયલે કહ્યું મેં ફક્ત કેન્ટીનમાં આવવાની ના પડી તમારી સાથે કોફી પીવાની ના નથી પાડી. આપણી કોલેજ કેન્ટીનની કોફીનો સ્વાદ મને નથી ગમતો. સોમે હસીને કહ્યું અચ્છા કોઈ વાંધો નહિ કોલેજ પુરી થયા પછી તમે કહો ત્યાં કોફી પીવા જઈશું. કોલેજ છૂટ્યા પછી પાયલ અને સોમ પાયલની ગાડીમાં બેસીને કોલેજના ગેટમાંથી બહાર નીકળ્યા ત્યારે ઉપર ગેલેરીમાં આ દ્રશ્ય જોઈ રહેલા પ્રોફેસરના ચેહરા પર સ્મિત આવી ગયું અને તે મનોમન બબડ્યા કે તીર નિશાન પર લાગ્યું છે.


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama