પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Classics

4  

પ્રકાશ સુમેસરા 'પ્રિત્તમ'

Classics

સમાન સિક્કાની ભિન્નતા

સમાન સિક્કાની ભિન્નતા

6 mins
23K


જૂનાગઢ નજીક આવેલ માણકોલ કરીને ગામ. ગામમાં પહેલેથી સુખ અને સમૃધ્ધિમાં કોઈ ખૂટ નહીં. એમાય ગામમાં કોઈ તકલીફ હોય પણ તો મગનકાકા દૂર કરી દેતા. એટલે ગામમાં બધા જ ખુશહાલી ભર્યું જીવન વિતાવતા.

ગામને રાજાએ વર્ષો પેહલા, મગનકાકાના પરિવારને ભેટમાં આપેલું એટલે કોઈ રાજા કે રાજ્યનો ગામ ઉપર રોફ કે હક નહીં. એ સમયએ પણ ગામમાં માદક પીણાં ઉપર મગનકાકા એ રોક લગાવેલી. ગામમાં જો કોઈ ગુનો કરે તો પંચાયત બેસતી, જેમાં લોકોનો મત લઈ મગનકાકા જ ફેંસલો સુનાવતા. જેમાં જો કોઈએ ચોરી કરી હોય, જો ચોરી કરવા પાછળ કોઈ મજબૂરી હોય, તો તે પ્રમાણેનું એકલવાયું કામ આપતા. જેથી એ વ્યક્તિએ ફરીથી આવું ના કરવું પડે.

ગામની વચ્ચે વચ મગનકાકાનું ડેલું, મગનકાકા બધાંને પોતાની તકલીફ લઈ આવવા કહેલું જ. તેમના પરિવારમાં મગનકાકાનો એકજ પુત્ર ધીરજ. પણ ધીરજ ઘણા લાંબા સમયથી બીમારીથી પીડાતો હતો. ધીરજની પત્ની કમળા સાત મહિનાથી પેટથી હતી અને ધીરજની આવી હાલત જોઈ ચિંતામાં રેહતી. મગનકાકા ઘણા વૈધને બતાવ્યું પણ ધીરજની બીમારી પકડાઈ નહતી રહી.

આ જાણી મગનકાકાને પણ માણકોંલની પ્રજાની પણ ચિંતા થવા લાગી.. તેઓ જાણતા હતા કે ગામમાં છગનો એમની જગ્યા પચાવી પાડવા માંગે છે. અને છગનો રહ્યો દુરાચારી. એ મગનકાકાના ડરથી શાંત બેસી, તકની રાહ જોઈ રહ્યો હતો.

ચિંતામાં ને ચિંતામાં બે મહિના વીતી ગયા. ધીરજ હવે તો મરણ પથારી એ હતો. એવામાં કમળાને પ્રસુતિની પીડા ઉપડી. મગનકાકા એ ઝબુ દયણને હાદ પડાયો. ઝબુ બધું કામ પડતું મુકીને દોડીને આવી. વીસ એક મિનિટ થઈ હશે ત્યાં ઝબુ ખુશ-ખુશહાલ થતી બે સિક્કા બતાવતી મગનકાકા પાસે આવી ને બોલી,

ઝબુ - "કાકા ગોર વેંચો આખાય ગામમ, રાજ કુંવર રામ ન લખમણ બેય હારે આયા સ" 

"લ્યો બે સિક્કા મારી તરફથી ભેટ".

આટલું સાંભળતાની સાથે મગકાકાની ખુશીનો પાર ન રહ્યો. એમને ઝબુને ઇનામ આપ્યું અને તરત ઢોલીને બોલાવી ગામમાં ઉત્સવનો હાદ પડાવ્યો.

મોટો ઉત્સવ ઉજવ્યો પણ ખુશી લાંબો સમય ટકી નઈ અને ધીરજનું દેહાંત થયું. કમળા તુટી ગઈ અને સતી થવાની જીદ કરવા લાગી. પણ મગનકાકા એ જ સતી થવા પર રોક લગાવેલી હતી. એટલે વધુ એની જિદ્દ ચાલી નહીં.

હવે કમળાનો આધાર એના બાળકો જ હતા. ધીરજના ગયા પછી મગનકાકાનું પણ કામ વધી ગયું. આમ 60 નો આંકડો વટાવી ચૂકેલા મગનકાકા, હવે થાકી જતાં. મગનકાકા એ પૌત્રના નામ દયણના મોઢે ઉચ્ચારેલા જ બંને નામ રાખી દીધા 'રામ - લખમણ'. કમળા અત્યારથી જ એમને બધું દાદાની સારી વાતો સમજાવવા લાગી. અને મગનકાકા પોતાનો ઉત્તરાધિકારી શોધવા લાગ્યા. મગનકાકા બંને પૌત્રને ખૂબ વહાલ કરતા. 

સમય વીતતો જઈ રહ્યો હતો. જોત જોતામાં બંને ભાઈ 5 વર્ષના થઈ ગયા. હવે મગનકાકા બંનેને પંચાયત ભરાય ત્યાં સાથે જ લઈ જતા. પ્રજા શું છે અને એક મસીહા તરીકે કે રાજાએ શું કરવું જોઈએ, તેના પાઠ ભણાવતા. વર્ષો વીત્યા બંને હવે 10 વર્ષના થઈ ચૂક્યા હતા. બંનેનું શિક્ષણ આશ્રમ શાળામાં ચાલી રહ્યું હતું. ગામમાં બધું જ સુખ શાંતિથી ચાલી રહ્યું હતું પણ ત્યાંજ ગામનો એક ખેડુત વિહલો દોડતો પંચાયત ભરી હોય છે, ત્યાં આવે છે.

વિહલો :- રડતા રડતા "મહિ‌બાપ, હું લૂંટાઈ ગ્યો, મારું હન્ધુ લૂંટાઈ ગ્યું."

મગનકાકા :- શાંત પાડતાં "એય વિહલાં, પેલાં કે હું વાત સ તો ઈનો ન્યાય કરીએ"

વિહલો:- "બાપા, મારા ઉભા પાકમ, એક દિ છગનાનો સોકરો મેંઘલો અને લખમણ જેડી દડે રમતા તા..

તે મેં એ દી, ઇમન ઈ થી ભગાયા તા... તે ઈનો ઈમને બદલો લીધો ન મારા બીજા સેતરની ડાંગર હરગાવી દીધી. "

"બાપા, મારી મેહનત બરીન રાખ થઈ જઈ. "

૭૦નો આંકડો વટાવી ચૂકેલા એ મગનકાકા પોતાના પૌત્રનું ગુનેગારમાં નામ સાંભળી સ્તબ્ધ થઈ ગયા.

મગનકાકા :- પોતાને સંભાળીને 'વિહલા, તન તારા પાકની ભરપાઈ આપવામ આવશે..."

વિહલો માની જ જવાનો હતો, પણ ત્યાં જ છગનો એના દીકરા મેઘનાને મારતા મારતા લઈને મૌકાનો ફાયદો ઉઠાવવા આવી પોહચ્યો.

છગનો :- " પંચ ન ઘણી ખમ્મા, ઘણી ખમ્મા... મારો દીકરો કપાતર સ, ઇન દેશવટો આલો.... "

બધાં બોલી ઊઠ્યા' દસ વરહની ઉમરમાંના અલાય'. પણ છગના એ જિદ્દ પકડી અને અંતે સર્વાનુમતે લખમણ અને મેંઘલાને 3 વર્ષ માટે દેશ વટો મળ્યો... મગનકાકા અને કમળા તો, જાણે ભાંગી જ પડયા. પણ પંચના નિર્ણય સાથે મગનકાકા એ ફેંસલો સંભળાવ્યો.

પણ આ બધા વચ્ચે કોઈના શુધ્ધ વિચારો, કુ-વિચારોમાં ફેરવાઈ રહ્યા હતા. આ ચુકાદા પછી લખમણ અને મેંઘલાને બીજા ગામમાં વસવાટની વ્યવસ્થા કરવામાં આવી અને 3 વર્ષ ગામમાં પ્રવેશ પર રોક લગાવી. પણ આ બધું કાવતરું હતું છગનાનું.... છગનો પણ બંન્નેની સાથે જ ગયો..

રામ હવે દાદા અને માતા સાથે રહી શુધ્ધ વિચારો ગ્રહણ કરી રહ્યો હતો. વર્ષો વીત્યા મગનકાકા, કમળા અને રામ બધા લખમણની રાહ જોઈ રહ્યા છે.. પણ એ વાતને સાત વર્ષો પછી પણ એની કોઈ ભાળ મળતી નથી. જોત જોતામાં 10 વર્ષ વીતી ગયા. મગનકાકા હવે માંડ ઉભા થઈ શકતા એટલે એમના કામનો ભાર હવે રામ જ ઉપાડતો.

એક દિવસે પંચાયત ભરાઈ હતી, ત્યાંથી પ્રસાર થતો એક હલકારો પંચાયતે આવી પહોચ્યો,અને આખી વ્યથા જણાવી..

હલકારો :- "માહી બાપ, હું હલકારો શું,અને રીતનગરથી આવુંશું, માઠા હમાચાર લઈને આવ્યો શું."

" મેઘ - લખ નામના બે લૂંટારા બધું લૂંટતા લૂંટતા હ... મ માણકોંલ બાજુ વર્યા શ, બેઉ બહું નિર્દઈ શ લૂંટી ન ગામન હરગાવી દે શ."

આટલું સાંભળતાની સાથે જ પંચ આખું ઊભું થઈ ગયું..

બધા ચિંતાગ્રસ્ત થઈ ગયા. ઘણા તો મગનકાકાને લઈ આવો, એમ બોલી ઊઠ્યા, ત્યાં જ રામ ઊભો થયો..

રામ :-" આમ માઈકંગલા હું બનો हो, જોઈ લે હું ઈ લૂંટારાઓ ને ".

આટલું કહી ગામના યુવા ઓ ને તલવાર સાથે તૈયાર કર્યા. મગનકાકાના કાને વાત પોહચી, એ તો ડરી ગયા, પણ રામ ઉપર વિશ્વાસ હતો એમને. રાત થઈ ત્યાંજ મેઘ-લખ ગામ ઉપર ત્રાટક્યા આખું ગામ લૂંટયું, પણ ના જાણે કેમ મગનકાકાનો ડેલો છોડી દીધો. ગામમાં પહેલો રસ્તો રોકીને રામને બધા ઉભેલા. પણ મેઘ-લખ બીજા રસ્તે અંદર આવ્યા.

રામને જાણ થતાં ગામ તરફ દોટ લગાવી અને મેઘ - લખ ની સામે આવી ચઢ્યા. ગામ જાણે યુધ્ધ મેદાન બની ગયું. ચારે બાજુ તલવાર ઉડવા લાગી.. રામએ ગામની સેના સાથે મળીને કેટલાય લૂંટારાઓ ને અંગ વિહોણા કરી નાખ્યા. આ જોઈ અડધા ભાગી છૂટયા, આ બાજુ લખ - મેઘ નામના સરદાર પણ ભાગવાની ફીરાકમાં હતા. પણ રામ એ આંતરી લીધા. રામે સરદાર પર તલવાર ઉગામી પણ સરદારએ સ્વબચાવ માટે તલવાર ના ઉઠાવતા બધા નવાઈ પામી ગયા. અને રામની તલવાર ગળે આવી અટકી ગઈ.

ત્યાંજ આ અચરજ વચ્ચે લખ નામના સરદારે પોતાનું મોઢું જે કાળા કપડાથી ઢાંક્યું હતું તે ખોલ્યું. ખોલતાની સાથે રામના મુખેथी શબ્દો નિકળ્યા ''લખમણ.. તું... '.

કમળા કલ્પાંત કરતી લખમણને ગળે વરગાડવા દોડી... રામએ પણ લખમણને ઘણું પૂછવું હતું, ભેટવું હતું.. પણ હવે પોતે રહ્યો મુખી અને ગામને રંજાડનાર ગુનેગારને કેમ કરી ભેટે. ધરમ સંકટની સાંકળએ ફસાયેલા રામે બંને લૂંટારાને કારાવાસમાં પૂરવાનો હુકમ આપ્યો.

સવાર પડતાંની સાથે લોકો ખોટો સિક્કો નિકળ્યો લખમણ એવી વાતો કરવા લાગ્યા. ગામ લોકોનો વિશ્વાસ સામે ભાઈ જ ગુનેગાર હોઈ, ડગવા લાગ્યો..પંચાયત ભરાણી,બંને લૂંટારાને પંચાયતમાં હાજર કરાયા.

પંચનો મત સજા આપવાનો હતો, જ્યારે રામ આવું કરવાનું કારણ જાણવા માંગતો હતો. પણ અંતે પંચ સાથે સહમત થયો અને 3 વર્ષની ગામની ગુલામીની સજા ફરમાવી... ગામના બધા લોકોના કામ આ બંને ના ફાળે આવ્યા..બંને ને હથિયાર રાખવા ઉપર પ્રતિબંધિત કરવામાં આવ્યા. 

મગનકાકાને જાણ થઈ અને તેઓ સહન ના કરી શક્યા. અંત સમયમાં બંન્ને સિક્કા હાથમાં રાખી દેહ ત્યાગ કર્યો.

સાથે જન્મેલા બંને ભાઈઓમાં આકાશ અને જમીન જેટલું અંતર રહ્યું. પણ આખરે ખોટો સિક્કો પણ લાંબા સમયે સુધર્યો. સજા પૂરી થતાં એ પણ લોક હિતના કાર્યમાં રામ સાથે જોડાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Classics