હેલ્મેટ
હેલ્મેટ
વિનિત પોતાના મિત્રો સાથે ફરવા જવા માટે તૈયાર થઈ રહ્યો છે.
અનિતા એના પતિ વિનિતને સંબોધતા "વિનિત તમે હેલ્મેટ પેહરીને જજો"
વિનિત રિકવેસ્ટ સાથે કહે છે "નહી 'અન્નુ' પ્લીઝ આજે નઈ, હેલ્મેટ પેહરુ ને એટલે વાળ ખરાબ થઈ જાય છે, પછી ફોટોઝ સારા નથી આવતા".
અનિતા- " ફોટોઝ સારા નઈ આવે તો કઈ હું તમને છોડી નથી દેવાની. "
વિનિત - "ના અંન્નુ, તુ જીદ ના કર હું ચશ્મા પહેરી લઈશ "
એટલું કહી વિનિત બાઇક લઇને નીકળી જાય છે.
વિનિતના ગયા ના અડધી-એક કલાકમા 'અનિતા' ના ફોનની રીંગ રણકે છે.
અનનોન નમ્બર થી કોલ હતો.
રિસીવ કરતા ની સાથે જ સામેથી અવાજ આવે છે,
"હેલો, ભાભી વિનિતનું એક્સિડન્ટ થયું છે, તમે જલ્દી આવી જાઓ".
અનિતા ત્યાંજ સ્તબ્ધ થઈ જાય છે!!!